અજવાળા ઊગ્યા
અજવાળા ઊગ્યા
1 min
14.3K
મારી આંખોમાં અજવાળા ઊગ્યા રે
તારી સેથીના સિંદુરે મારા શ્વાસ
હણહણતા ઘોડા જેમ ઊભા રે.
આજ...
મહેંદીના રંગોમાં ભાત્યું પડી રે,
ઘરચોળાની ભાતે મારા સો સો
અરમાનો જાગી ઊઠયા રે
આજ...
મીંઢળની મરજાદા મેલી દોડી ને
સબંધોની ડેલી આળંગી મેં
હેતથી આલિંંગન દીધા રે
આજ...
આંખ પલકારે શમણા સૌ ઊડ્યા રે,
ને બ્હાવરી બની પ્રિયતમાં તારી
પાઘલડીના છોગે મોહી રે
મારી આંખોમાં અજવાળા ઊગ્યા રે
