કંકુ ખરે છે
કંકુ ખરે છે
1 min
2.7K
બેના તારી ડાબલી માંહી,
અક્ષત કંકુ ખરે છે.
તારો આંગળીના વેઢેથી,
લલાટે મારે કંકુ ખરે છે.
સ્નેહ નીતરતા ઓવારણાંમાં,
મારે મસ્તક કંકુ ખરે છે.
મીઠી મધુરી તારી વાણીમાં,
વ્હાલપનો કંકુ ખરે છે.
રક્ષાના તાંતણે વાદળીમાં,
આભાસી કંકુ ખરે છે.
બેના તારી ડાબલી માંહી
અક્ષત કંકુ ખરે છે.
