STORYMIRROR

Nitin Prajapati

Others

2  

Nitin Prajapati

Others

શીશી અત્તરની મૂકી

શીશી અત્તરની મૂકી

1 min
14K


મેં ઇચ્છાઓ સૂકાવા મૂકી,
ને લાગણીઓ કોરી ઊઠી.

મેં ડાળી પર ઓઢણી મૂકી,
ને માધુરી આ મ્હેકી ઊઠી.

સુગંધ માટે જાતને ઘસી,
ને તેણે શીશી અત્તરની મૂકી.

મેં માંગી ખાલી મૂઠી,
ને તેણે હથેળી ખુલ્લી મૂકી.

જીવ્યો ખાલી ટહૂકો મૂકી,
ત્યાં તો આ ઝંઝા બોલી ઊઠી.

પ્રેમની એક વાત મૂકી,
"વાસુ" ને હવાલે જાત મૂકી.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை