Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

ઇચ્છા પછી

ઇચ્છા પછી

1 min
13.9K


ક્યાંથી ક્યાં પહોંચાય છે, ઇચ્છા પછી?
જિંદગી બદલાય છે, ઇચ્છા પછી.

બસ ઉપાડો એક ડગ કોશિષ રૂપે,
રાહ મળતો જાય છે, ઇચ્છા પછી.

પાન ખીલે કે ખરે? લાચાર હું,
જે થવાનું થાય છે, ઇચ્છા પછી.

ધ્યેય સુધી પહોંચવું મુશ્કેલ ક્યાં,
કેમ ના સમજાય એ, ઇચ્છા પછી?

ભક્તિ મીરાં–નરસી જેવી હોય જ્યાં,
ઈશ ત્યાં દેખાય છે, ઇચ્છા પછી.


Rate this content
Log in