Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

‘હું’ની વચ્ચેથી નીકળવાનું ઘણું મુશ્કેલ છે

‘હું’ની વચ્ચેથી નીકળવાનું ઘણું મુશ્કેલ છે

1 min
13.3K


‘હું’ની વચ્ચેથી નીકળવાનું ઘણું મુશ્કેલ છે,
પ્રેમવશ સૌ સાથ ભળવાનું ઘણું મુશ્કેલ છે.

વારતા, ગઝલો કે ગીતો નાનાં નાનાં ઝાપટાં,
પગથી માથા લગ પલળવાનું ઘણું મુશ્કેલ છે.

હસ્તરેખાને અરીસે માપવી ક્યાં જિંદગી,
જોઈ છાયા ભાગ્ય કળવાનું ઘણું મુશ્કેલ છે.

વાત રોટીની હતી ને એટલે થોભી ગયાં,
ખાલી પેટે યુદ્ધ લડવાનું ઘણું મુશ્કેલ છે.

પાણીપંથી સાંઢણીને છે તરસને જોમ પણ,
 ઝાંઝવાં પાછળ રઝળવાનં ઘણું મુશ્કેલ છે.               


Rate this content
Log in