Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બાપુનું ગીત
બાપુનું ગીત
★★★★★

© Harshida Dipak

Others

1 Minutes   6.9K    6


Content Ranking

બાપુ તમારી બેઠક માટે ચાદર લીધી ધોળી ,

પગને ખંખેરીને બેસો નહીંતર ધરા જશે રગદોળી ,

ઘડીક જમણો , ઘડીક ડાબો , ગોઠણ ઊંચો કરતા, 

પોચી ગાદી , પડખે તકિયા પડખાં શાને ફરતા ,

કોરે મોરે ફરતાં શાને સ્થિતપ્રજ્ઞતા છોડી...

બાપુ તમારી બેઠક માટે...

માથું આડા-અવળુું કરતા, ચકળ વકળ એ જોતા ,

આંખોના એ દ્રશ્યો સઘળાં હું પદમાં ખોવાતાં ,

રામ શબ્દને ખોટો ચીતરે અહમ નામની ઝોળી...

બાપુ તમારી બેઠક માટે...

ગાંધીબાપુ ચાદર ધોળી ઝોળી કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..