Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


તું જો

તું જો

1 min 6.9K 1 min 6.9K

ગોકુળિયામાં ગિરિધર નાચે આલ્લે ! તું જો
કાબા - કાશી ક્રિષ્ના રાચે આલ્લે ! તું જો

ફૂલ, પાન કે વનરાવનની ડાળે ડાળે,
વગડે વગડે મોહન સાચ્ચે આલ્લે ! તું જો

હિંદુ, મુસ્લિમ, શીખ ઈસાઈ હો બંગાળી
નાદ બધાનો એક જ યાચે આલ્લે ! તું જો

ઝરણ - નદી કે દરિયાના આ પાણી સરખા,
વહેતું સરખું ખાંચે ખાંચે આલ્લે ! તું જો

બાંગ પુકારો, કરો પ્રાર્થના એકજ સરખું,
સચરાચરમાં એ તો રાચે આલ્લે ! તું જો


Rate this content
Originality
Flow
Language
Cover Design