Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આવ, પગલાં પાડીએ!
આવ, પગલાં પાડીએ!
★★★★★

© Harshida Dipak

Others

1 Minutes   6.8K    3


Content Ranking

સાવ સૂની શેરીઓમાં આવ, પગલાં પાડીએ! 

હાથમાં લઈ હાથ'ને બસ પ્રેમથી પંપાળીએ! 

એક - બે કોશોમાં વસતાં કેટલાં નગરો અહીં, 

વ્હાલને વાદળ ગણીને આભ લગ વિસ્તારીએ! 

આંગણામાં એક નાનો છોડવો ઊગ્યો ભલે, 

એ સુગંધી છોડવાને હુંફથી સંવારીએ! 

દંભના બુરખાઓ પહેરી આ રમકડાં કૂદતાં, 

પ્રેમ - કરુણા જ્યોતથી એમને અજવાળીએ! 

જુઠના ઢગલા પડ્યા છે ચોક - ચૌટે - શેરીએ, 

એ જ ઢગલામાંથી સાચા હિરલા સંભાળીએ! 

રાત પડતાં ચાંદની અજવાળતી હર પંથને, 

ચંદ્રમાની આ ધવલ જ્યોતે જીવન શણગારીએ! 

જિંદગીના આ બગીચે કેટલાં ફૂલો ખીલ્યાં, 

નામ રાધે - કૃષ્ણનું મનમાં હૃદયમાં રાખીએ! 

આંગણ ચંદ્ર બુરખો ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..