Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વાંસળીમાં...
વાંસળીમાં...
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.7K    1


Content Ranking

ભલે હોય આફત બધી માંગણીમાં,
છતાં આવકારું હું એ લાગણીમાં.

છે મારી હયાતી, ને પ્રશ્નોય મારા,
છતાં લોક ચાળે ઝીણી ચારણીમાં.

તમાશાને તેડું નહીં હોય દોસ્તો,
છતાં; ગમ વહાવું છું, વાંસળીમાં.

મળે સામે તોયે ન ઓળખ પડે કૈં,
ન પકડી શકું બાળપણ આંગળીમાં.

ઝુલાવે જો કોઈ હું ઊંઘું નિરાંતે,
ફરી હીંચકો કોઈ બાંધે ફળીમાં.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..