#DSK #DSK

Others Romance Tragedy

3  

#DSK #DSK

Others Romance Tragedy

યે રિશ્તા તેરામેરા 2.16

યે રિશ્તા તેરામેરા 2.16

14 mins
698


અવની;  'મહેક તુ ચિંતા ન કર એ તેની જાતે આવતો રહેશે.  બીજુ એ નાનો નથી તેની જાતે બધુ સમજી શકે છે. '

મહેક;  'હા, હવે તો એમ જ રાખવાનુ ને  ?'

અવની;  બસ, હવે તુ આરામ કર હુ મારુ કામ પતાવુ છુ. . . .

મહેક;  જી, જા. . . .

એક દિવસ પુરો થયોને ભોર થઇ.  મહેક ઉઠીને તૈયાર થવા લાગી, અવની પણ પોતાના કામમા લાગી ગઇ,  છબિલીને ભમર કામ કરવા માટે આવી ગયા.

અવની;  છબિલી જ્યા સુધી મહેક મે’મ છે ત્યા સુધી લીટી પર જ રહેવાનુ છે.

ભમર;  અવની મે’મ તમારો રૂમ સાફ કરી દઉ કે  ?

અવની;  હા, ભમર. . . ફટાફટ ત્યા મહેક મે’મ રોકાવાના છે,  હજુ તુ પુછે છે કે સાફ કરી દઉ  ? જા,  ફટાફટ. . .

મહેક;  ભમર, શાંતિથી કોઇ ઉતાવળ નથી.  શુ અવની તુ ય તે ?

અવની;  કામવાળાને તો એમ જ હોય. . . જા છબિલી કામ કર આમ અમારી વાતો ન સાંભળ.

છબિલી; જી મે’મ. .

અવની એ પોતાનુ કામ શરુ કર્યુ, કિચનમા. મહેક તુ ચિંતા ન કરતી હો મીત મારા જોડે ખુશ જ છે.

મહેક; તારા સિવાય કોઇ મારુ નથી, મને તારા પર વિશ્વાસ છે. મીતનુ બરાબર જ ધ્યાન રાખે છે.

અવની; એક વાત પુછુ, તુ કાલ કેમ એમ કહેતી હતી કે ત્યા તો કોઇ છે જ એવુ ?

મહેક; બસ એમ જ અવની.

અવની; ના, તુ મારાથી કશુક છુપાવે છે. તુ મને તારી નથી સમજતી. .

મહેક; એવુ નથી. .

અવની; મહેક, હુ તારુ દિલ સમજી શકુ છુ, તને મારા પર વિશ્વાસ નથી આવતો. થોડી રોવાની એક્શન કરી. મહેક, મારી મમ્મીને પાપાને ન બન્યુ, હુ નાની હતી ત્યારથી જ મારા મમ્મા એ મારા પાપાથી છુટાછેડા ડાઇવર્સ લઇ લીધાને. .

મહેક; શુ ? તારા પાપા. . નવા. .

અવની; જી નવા પાપા છે. મારી મમ્મા એ બીજા લગ્ન કર્યા, હુ સ્ટડી માટે અહીં જ રહીને એ લોકો વિદેશ જતા રહ્યાને હુ અહીં જ.

મે ક્યારેય એમને અહીં બોલાવ્યા નથી ને એ લોકોને ક્યારેય એવુ લાગ્યુ જ નહી કે અમારે એક દિકરી છે ને એ પણ. . . એકલી છે. . .

મહેક; પછી. .

અવની રડતા રડ્તા પછી હુ અહીંને એ ત્યા. મહેક હુ તને સમજુ છુ માટે જ પુછુ છુ. .

મહેક; અવની, ખરેખર, આવુ કોઇ જોડે ન થાય. . .

અવની; તુ તારા દિલની વાતો કરી તારુ દિલ હળવુ કરી શકે છે, મેં મારી કેવડી હકીકત કહી તને !

મહેક; સાંભળ, અવની તને ખબર છે મારા પેલા અંશ, કોઇ છોકરીને પ્રેમ કરતો હતો ?

અવની; બધુ જ જાણતી હોવા છ્તા હે શુ ?

મહેક; હા, મને લાગે છે એ મીરા છે.

અવની; શુ ? પણ તને કેમ ખબર પડી કે મીરા ?

મહેક; અંશે મારા કેહવાથી નહી પણ મીરાના કેહવાથી જ તારા જોડે મીતને રેહવા દીધો.

અવની; શુ ?

મહેક; હા, એ દિવસની વાત છે જ્યારે મે મીતને પાછો લાવવાની વાત કરી તો મીરા આવી.

મીરા; અંશ, મીત અવની જોડે જ બરાબર છે, ને મહેક, મીરા પર મને પુરો વિશ્વાસ છે કે મહેક કરતા પણ મીતને સાચવશે, પછી અંશ સામે ઇશારો કર્યોને

અંશ; હા, હા, મહેક મીરાની વાત બરાબર છે.

મહેક; પણ.

અંશ; શુ પણ ? તારે તો કામ હોય સો.  એ ત્યા જ બરાબર છે, હવે આ વાત ફરીવાર ન આવવી જોઇએ. મીરા જતી રહીને આવા કેટલાય બનાવ છે જે સાબિત કરે છે કે મીરા જ અંશની.

અવની; પણ તો પછી એ લગ્ન કરી ભાગીને અહીં કેમ આવી. . .  ?

મહેક; મને લાગે છે એ કોઇ કારણ વશ અલગ થયા મીરા એ ભાગીને લગ્ન કર્યાને ફરીવાર જોડે રેવાથી અંશ તરફનો જુનો પ્રેમ જાગ્યોને હવે, અંશ સાથે. . .

અવની; માય ગોડ ! મહેક આ તો એક કાકરે મીરા એ બે પક્ષી માર્યા યાર.

મહેક; હા,  તેને સફળતા મળી પણ ખરી હો. આકાશને પણ આ વાતની ખબર નહી હોય.

અવની; મહેક, તો તો તુ હવે ગુલામ એમ જ ને, તારી સગાઇ થઇ ગઇ એટલે હવે તુ તેના જોડે જ લગ્ન કરીશ. પછી અહી અંશને મીરા. પ્રેમ. . લીલા. .

મહેકની તબિયત ખરાબ થવા લાગી, તેને ચક્કર આવવા લાગ્યા, તેને કશુક થવા લાગ્યુ શરીરમાથી તાકાત જાણે ક્ષીણ થવા લાગી, તેની આંખ સામે અંધકાર થવા લાગ્યો

અવની; પ્રેમલીલા કરશેને પછી તુ અંશને તારા છોકરા મોટા કરીશને મીરા અહીં લીલા લહેરને પછી. . .

ધબડા. . . ક. . .

અવની; મહે, , ,  ક મહેક, , , શુ થયુ, મહેકને ઉચી કરી પોતાના પલંગ પર લીધી એ કશુ ન બોલી ત્યારે જ અંશને કોલ કરી ઉપર બોલાવ્યો,

અંશ તરત જ ઉપર આવ્યોને મહેકને બે’ડ પર લીધીને તરત જ આકાશને કોલ કર્યો આકાશ દવા મેડિસીન લાવ્યોને અંશે તેને પાઇ,

ત્રણેય આટા ફેરા લગાવી રહ્યા 15મિનિટ પછી મહેકે આંખ ખોલી આકાશનુ ધ્યાન હતુને એ બોલ્યો.

આકાશ; મહેક, પાસે જઇને કેમ છે ?

મહેક; હવે, શુ બાકી છે આકાશ ? સારુ હોવામા ને ન હોવામા ?અંધકાર લાવી દીધો છે ? નામ તારુ આકાશ છે પણ ત્રણ લોક જેટલુ દુખ આપ્યુ છેને મીરા એ મારી જિંદગીમાંથી જાણે મારા જ અંશને ટુકડો કરી.

અંશ બાજુમા આવ્યો, મહેકને બાથ ભીડી બોલ્યો; બસ, બસ મહેક, તુ શાંતિ રાખ.

મહેક; શુ શાંતિ રાખુ ? મીરાને આકાશે મારી જિંદગીમાંથી તને જ તો છીનવી લીધો. ?

આકાશ બોલવા ગયો કે આકાશને હાથ ઉંચો કર્યો અંશે બોલ્યો: મહેક તારી તબિયત બરાબર નથી, હમ્મ અવની આ બધાની મઝા લઇ રહી,

વાહ મહેક આજે તારી હિમંત ને દાદ આપવી પડશે ખરેખર તુટેલુ દિલ આટલી હદ સુધી જાય એ મને આજ ખબર પડી. વાહ તાળી પાડુ એમ થાય પણ. . .

અંશ: અવની

અવની; જી. . . અંશ, તુ ચિંતા ન. . . કરતો હુ. . . હુ. . મહેકને સંભાળી લઇશ, ડીઅર તારી દોસ્ત છુ દોસ્તીનુ કર્ઝ તો હુ. નિભાવડાવિશ. . . નિભાવીશ એમ, , , ,

અંશ; અવનીના ગાલ પર હાથ મુકી અવની આઇ લવ યુ, ,

અવની; આઇ લવ યુ અંશ. .

આકાશ જતો રહ્યો ત્યા થોડીવારમા અંશ પહોચ્યો. . . પણ પેશંટના કારણે કોઇ વાત ન થઇ, આમને આમ સાંજ પડી ગઇ. . . બંને ફોર વ્હીલમા ઘર જતા હતા ત્યા અંશે યાદ કર્યુ આકાશ. .

અંશ; આજે જે થયુ તેના વિશે તુ મીરાને વાત ન કરીશ

આકાશ; પણ અંશ, મહેક સાચુ તો કહે છે તુ અમારુ સેટીંગ કરવામા તારી જવાબદારીઓ તુ ભુલી ગયો, તેનુ ગુસ્સે થવુ વ્યાજબી છે. .

અંશ; જો તને વ્યાજબી લાગતુ હોય તો તુ મહેકના શબ્દો પર વિચાર ન કરે પણ એમ વિચારે કે તુ મને મારી જવાબદારીનુ વારે વારે ભાન કરાવીશ, નહી કે અમારા જોડેથી બીજે રેહવા જતુ રેવાનુ ?

આકાશ; પણ. . .

અંશ; બસ, યાર. . .

ઘર આવી ગયુ મીરા દરાવજો ખોલવા આવી ને બોલી શુ બસ યાર  ?

આકાશ; થા. . . થા. . કી જવાય છે.

મીરા; કેમ ખોટુ બોલે છે ?

અંશ; શુ. . . શુ. .

મીરા; અરે આમ આકાશની જીખ લડખડાઇ એટલે એમ પુછ્યુ કે આજ બોવ થાકી ગયા છો ? હુ તો આજ બપોરની ઘર પર છુને મહેક ને કેટલીયવાર કોલ કર્યા, પણ. . .

અંશ; માય ડીઅર કમ હીઅર, એ અવની જોડે તેના ભાઇ પાસે છે. .

આકશ; તો એ મીત જોડે હોય તો તારો કોલ

મીરા; રીસવ ન થાય ન થાય ને

અંશને આકાશ બોલ્યા ;  ન જ થાય.  મીરા ને ત્રણેય હસી પડ્યા. . .

અંશને આકાશના દિલમા એક દર્દ છેને મીરાના દિલમા મહેક માટે પ્રેમ તો અવનીના દિલમા જલતી મશાલને મહેકના દિલમા પોતાના પ્રેમને ખોવાનો ડર...


Rate this content
Log in