યે રિશ્તા તેરા મેરા 2.32
યે રિશ્તા તેરા મેરા 2.32
મહેક; માસી,હવે તમે મારી સાથે જ રહેજો
માસી; હા,પણ તમે બંને લગ્ન માટે હા,પાડો એટલી જ વાર છે. પછી હુ અહી જ મારા અંશના છોકરા રાખવા રેહવાની છુ ને તુ ને અંશ બસ પૈસા ભેગા કરજો.
મહેક શરમાય ગઇને નીચે જોઇ ગઇ તો અંશ મહેક સામે જોઇને હસ્યો.
***
આરતીબેન રડી-રડી થાકી ગયાને તેની આંખ લાગી ગઇ, રાહુલભાઇ પણ આંખ બંદ કરવા લાગ્યા સાંજના 5 વાગાની વાત છે ને જયદિપને હજુ ઘેનની અસર તો છે જ. પગે બરાબર ઓપરેશન આવ્યુને પ્લેટ મુકવી પડી, જો વ્યવસ્થિત લોહી હરતુ-ફરતુ થશે ને સાંધે સાંધો મતલબ હાડકામા વ્યવસ્થિત જોડાણ થશે તો જ પ્લેટ નિકાળવાની છે નહિતર. એ રાખવી પણ પડે.
આ બાજુ અંશ કે મહેકને ખબર જ નથી કે જયદિપ હોસ્પિટલમા છે. તો આ બાજુ અવની એ જ કહ્યુ મીરાંને કે મહેક જે કંપનીમા પે’લા જોબ કરતી તેના સર જયદિપનો પગ ક્રેક-ભાંગ્યોને ઓપરેશન પણ જોરદાર છે. એકવાર મીરાને આકાશ જયદિપને મળેલા મહેક જોડે હતી એટલે તો મીરા બોલી આકાશ આપણે જઇઆવીએ.
આકાશ; હા......
બંને ગયા. જયદિપના રૂમમા. દરવાજો ઓપન થતા. નિરવાની આંખ ખુલી ગઇ. નિરવા પણ એકવાર મીરાને આકાશને મળેલી.
નિરવા; આવો આકાશ-મીરા. મીરા એ ઇશારાથી જ કહ્યુ શાંતિ સુવા દે આપણે બહાર જઇએ. નિરવા બહાર ઉભી થઇને આવી. નિરવાની આંખમા આંસુ આવી ગયા. મીરા બોલી નિરવા બસ, તુ જ હિમંત નહી રાખે તો પછી તારા મમ્મી-પાપાનુ શુ થશે ? એમને તો એક જ દિકરો છે જયદિપ.
નિરવા; હમમ પણ કેમ હિમંત રાખુ ?મીરા, જયદિપને..
આકાશ બોલ્યો નિરવા અમે ડૉકટરને મળીને જ આવ્યા. પણ ...થોડો પ્રોબ્લેમ તો છે જ. પણ તારે હિમંત રાખવાની, તુ એમને ચિંતા થાય એવુ ન કરવુ.
મીરા; નિરવા,તારે જ એમની તાકાત બનવાનુ છે. એમની તાકાત તોડવાની નથી.
નિરવા; હમમમ...
આકાશ; તુ હવે આરામ કર. જયદિપને જમવાનુ...શુ થયુ ?તમે લોકો ?
નિરવા; મારા મોમ-ડેડ છે એ લોકો જ બધુ કરી ગયા.
મીરા; ઓકે જરુર હોય તો અમને કે’જે.
નિરવા; ઓકે હવે તમે પણ આરામ કરો.
મીરા; હા.
***
અંશ; હુ હોસ્પિટલ જાવ છુ તુ અહી મમ્મા જોડે રહે
મહેક; જી.
અંશ; હોસ્પિટલ આવ્યો....
એ ઉપર ગયો ત્યા મીરાને આકાશ બેઠા છે હાલ 9 વાગી ગયા છે રાતના....
અંશ; જમી લીધુ
આકાશ; હા...
મીરા; તે ?
અંશ; ફુલ પેટ.....
આકાશ; આજ મમ્માના હાથની રસોઇ જમી એટલે
અંશ; હા....
મીરા; અંશ,,,જયદિપને પગે ફેક્ચર થય ગયુ.
અંશ ;વોટ?
આકાશ; અમે ખબર પુછીને જ આવ્યા, નિરવા એ કહ્યુ કે લપસાઇ ગયુ...ને...પડાઇ ગયુ.અમે જઇને આવ્યા એ સુઇ ગયા છે.
અંશ; ઓકે.
અંશ; આકાશ-મીરા....તમે બંન્ને હોસ્પિટલનુ કામ સંભાળી લેજો.
કેયુર; ચુપ કશીક વાતો કરે છે સાંભળ.
અંશ; બસ,અવની પછી અહીની જવાબદારી તમારીને ખાસ અગર અવની તમારુ ન માને તો મને કોલ કરજે.
આકાશ; જી
અંશ; અને જો ન માને તો મને તત્કાલ જરુર છે એમ કહીને બોલાવી લેજે ને પછી એ અવનીની ખેર નથી. અવની; સારુ થયુ નહીતર આપણે મીરા જોડે પંગો લેત ને મારુ આવી બને.
કેયુર; નીચે જતા રહીએ જોઇ જશે.
અવની; હા...
અંશ; હુ જાવ છુ.
મીરા; જા,ચિંતા ન કર.હુ ને આકાશ છીએ જ.
અંશ; બસ,હુ તમારે ભરોસે જ છુ.
***
અંશ મીત મહેકને મમ્મી એટલા ઘેર છે. જ્યારે અવની કેયુર મીરાને આકાશ હોસ્પિટલ છે.
અવની; હવે શુ થશે ?
કેયુર; અવનીનો હાથ પકડીને તારી દરેક લડત મારી છે ને તારા દરેક દુ;ખ મારા છે. હુ તારી સાથે જ છુ દરેક પળ.
અવની; કેયુરનો હાથ પોતાના હાથમા લઇ. હુ તારા વગરની દુનિયાની કલ્પના પણ ન કરી શકુ. માય ડીઅર
***
સવારના કિરણ બારીમાંથી અંદર પ્રવેશ્યાને આખા રૂમમા સોનેરી કિરણોથી ભરાય ગયો. અંશને તેના મમ્મી સવિતાબેન બેઠા બેઠા વાતો કરે છે ને મમ્માના કેહવાથી એ મહેકને મીતને ઉઠાવવા માટે આવ્યોને પહેલા બારી ખોલી. ત્યા જ...
મહેકની આંખ ખુલી ગઇને નિંદરમા જ બોલી મીત બારી બંદ કરીદે. આજે સંડે છે સુઇ જા. અંશ આડો ઉભો રહી ગયો. 5/7 સેકંડ પછી એ ખસી ગયો. મહેકના ચહેરા પર તડકો આવ્યોને એ પાછી બોલીને પાછો અંશ ઉભો રહી ગયોને થોડીવાર પછી ખસી પણ ગયોને મહેકને ગુસ્સો આવતા એ બોલી મીત,જોરથી....બોલી...ઓશીકુ હાથમા લઇને બે’ડ પર જ ઉભી થઇ.
સામે અંશને જોતા જ એ રુકી ગઇને આછી સ્માઇલ આપીને બાજુમા જોયુ તો મીત તો સુતો છે ને અંશે મહેકને "હાઇ" કર્યુ તો મહેક બેડ પર બેસીને બોલી
મહેક; શુ અંશ તુ પણ ?સવાર-સવારમા. અંશ હસ્યો. મહેક બોલી માસી...મા...સી શુ કરે છે.?
અંશ; મમ્મા એ જ તમને બંન્ને ઉઠાવવા મોકલ્યો મને.
મહેક; ઓહ....મને તો ભુલાય જ ગયુ કે માસી છે.
અંશ મહેકની બાજુમા આવીને બેસી ગયો. ને બોલ્યો..ને યાદ હોત તો તુ શુ 6 વાગે જાગી જાય એવુ ?
મહેક; હસીને ના...લેહકા સાથે બોલી
બારીમાંથી લહેર લહેર પવન આવી રહ્યો. મહેકના કોરા વાળ ઉડી રહ્યા. અંશ મહેકની સામે જોય રહ્યોને મહેકનો હાથ પકડ્યો.
મહેકે તેનુ માંથુ અંશના ખભ્ભા પર રાખ્યુ.
અંશ; મહેક...
મહેક; હમમ..
ત્યા જ સવિતાબેન ચા લઇને આવ્યા. અંશને મહેકની સ્થિતિ જોઇ એ બારણા માથી જ પાછા વળી ગયાને થોડા દૂર જય ઉભા રહ્યાને પછી બોલ્યા
'હે ઇશ્વર!!! તારો ખુબ ખુબ આભાર કે મહેકને અંશ સાથે ખુશ છે. મને તો મીત બોલ્યો કે અહી જગડવાનુ જ કામ થાય છે ને મહેકે તેની વાત પાછી વાળી ત્યારથી જ ટેંશન હતુ. મારો પરિવાર ખુશ છે, તે હ્સીને જતા રહ્યા.
અંશ; મહેક થાકી જવાય છે.
મહેક; હમમ...
અંશ;બસ હુ થાકી ગયો..લાગે છે કે હવે છોડી દેવુ છે બધુ.
મહેક; અંશ,આવુ વિચારતા પેલા તારે લોકોનો વિચાર કરવો જોઇએ. જેમનો તુ ભગવાન બનીને બેઠો છે.
અંશ; શુ કરુ ?હુ મારા જ પ્રશ્ન હલ નથી કરી શક્તોને લોકોનો ભગવાન છુ. પછી એ ઉભો થયો બારી પાસે ગયો. મે આવડી મોટી હોસ્પિટલ આટલી બધી સુવિધાને આટલા બધા વિદેશી સાધનો મે ગરીબ લોકોને સારી સુવિધા મળી રહેને મને ખુશી મળે એ માટે કર્યુ. પણ....મને... મે ધાર્યુ તેના કરતા તો હંમેશા ઉલ્ટુ જ મળ્યુ. તારાને મારા પ્રશ્ન વધી ગયા, આપણા વચ્ચેનો વિશ્વાસ ઓછો થઈ ગયો. કેટલાય પ્રશ્ન એવા છે જેના જવાબ જ નથી.
મહેક અંશ જોડે ઉભી રહીને બોલીને પ્રેમ ? આપણા વચ્ચેનો પ્રેમ ક્યા છે ? એમા કોઇ ઓટ આવી છે તારા તરફથી ?
અંશે મહેકને બાહોમા લઇ બોલ્યો હુ એવુ વિચારી પણ ન શકુ કે તને પ્રેમ ઓછો કરુ.
મહેક; તો પછી બસ જે થાય એ થવા દે ને તારુ કામ ગંદુ ગંદુ વિચાર્યા વગર કર.
અંશ; ઓકે પછી મહેકની ઉડતી લટને સરખી કરીને બોલ્યો મહેક આઇ લવ યુ...
મહેક; લવ યુ
ત્યા જ મીત બોલ્યો દીદી...
મહેકને અંશ છુટા પડ્યા,....
મહેક મીતની નજીક ગઇને બોલી ઉઠી જા ભયલુ ચલ માસી બોલાવે છે.
મીત; ઓકે...
અંશ;ત મે બંન્ને ફ્રેશ થઈ ને આવો.
મહેક; જી.
બારણા પાસે પહોચી અંશ બોલ્યો..મહેક....જયદિપને પગે ફેક્ચર થય ગયુ છે.
મહેકની આંખો ચમકી એ ફટાફટ બોલી શુ ?
અંશ; એ કાલનો એડમિટ છે.
મહેક હવે થોડી શાંત થય .બોલી ઓકે.
અંશ; નાસ્તો કરીને આપણે ત્યા જઇ આવી એ હું પણ તેને નથી મળ્યો.
મહેક; હમમ...
મહેક વિચારોમાં ખોવાઇ ગઇ
***
અવની; હલ્લો....જયદિપ.....હાવ આર યુ ?
જયદિપ; સો ફાઇન
અવની; તુ તો કમાલનો કલાકાર છે
જયદિપ; કેમ ?
અવની; મારા કરતા પણ આગળ. તે રીઅલી જ મહેક માટે...પગ ભાંગ્યો. તુ પાગલ છે.
નિરવા; સાચી વાત. જયદિપ ખરેખર પાગલ છે.
અવની; નિરવા, તને તો અમારા પ્લાનની ખબર જ હશે.
નિરવા; જી...
અવની; સારુ,જયદિપ કેયુર કે’તો હતો કે હમણા અંશને મહેક તારી ખબર પુછવા આવવાના છે તો તુ તારુ કામ શરુ કરી દેજે.
જયદિપ; જી
અવની; માંરે ઓપીડી છે જાવ છુ.
જયદિપ; જી...
અવની નીકળી કે ડોર પાસે જયદિપના મમ્મી આરતીબેન મળ્યા.
આરતીબેન; બેટા,ઉભી રહે તારા કાકા ચા લઇને આવે છે
અવની; આંટી હોસ્પિટલની ઉપર જ રહુ છુ તમે ચા પીવા આવજો
આરતીબેન; હા. હસીને જતી રહી.
***
જયદિપનો બેસ્ટ ફ્રેંડસ ને ડૉ.આવ્યા. ડૉ.ઓર્થો.જેનુ નામ છે આલય...
આલય; જયદિપ કેવુ ફિલ થાય છે.
જયદિપ; ઠીક છે.
આલય; તુ ધ્યાન રાખતો જ નથી દોડે છે ત્યારે પાગલ થય જાય છે ને પછી તને કોઇ પકડી પણ શક્તુ નથી.
આરતીબેન; બિલકુલ.
રાહુલભાઇ; એ મારો દિકરો છે પકડવો એટલો આસાન નથી.
જયદિપ; પાપા સામે હસ્યો....
બાપ-દિકરા વચ્ચેની દૂરી આ ફેક્ચર આ ક્રેકથી પુરાય ને જોડે જોડે આરતીબેનને પણ ખ્યાલ આવ્યો કે નિરવાની જયદિપને મેળવવાની રીત ખોટી છે બાકી. પ્રેમ તો સાચો જ છે.
તેને એવુ લાગ્યુ કે જ્યારે રાહુલભાઇ એ તેને મજબુર કર્યો ત્યારે રાહુલભાઇ જયદિપના પપ્પા ખોટા છે ને ખોટી છોકરી માટે તેના દિકરા જોડે સંબધ બગાડ્યો. પણ આજે તેને એહસાસ થયો કે જયદિપ પડ્યો પછી નિરવા ઉભા પગે છે. આંખનો પલકારો પણ માર્યો નથી કેમ કે જયદિપનો પગ હલી ન જાય એ માટે ધ્યાન રાખવા માટે કહ્યુ છે.
બાકી રાહુલભાઇ એ જ્યારે નિરવા જોડે મેરેજ કરવા માટે આરતીબેન અને જયદિપને મજબુર કર્યા ત્યારથી આરતીબેનને નિરવા પ્રત્યે લગાવ ન’તો તેમ છતાય એ દેખાવા ન’તા દેતા તેના દિકરાની જિંદગીને બચાવવાને જયદીપ ને નીરવા પ્રત્યે અભાવ ન આવે એટલે.
જ્યારે જયદિપને રાહુલભાઇ જગડ્યા ત્યારે એમની હૈયા વરાળ બહાર આવીને નિરવાને આરતીબેને પોતાના જોડે બોલવાની ના પાડીને જયદિપ એકલો રેહવા પણ જતો રહેલોને બધા એક નહી થાય ત્યા સુધી આરતીબેન નિરવા જોડે ન’તા પણ બોલવાના. આજે બધા એક થઈ ગયા.
આજે એક માત્ર ફેકચરથીચાર વ્યક્તિ નજીક આવ્યાને એક પરિવાર બન્યો. પણ, ચારવ્યક્તિ એક બન્યા છે.
બે લગ્નગ્રંથિથી જોડાયેલા આજે પણ પ્લાન મુજબ કામ કરવાના છે ને નિરવાના દિલમા ઠેસ છે કે આ ફેકચર હંમેશ માટે જયદિપને નિરવાને અલગ કરી દેશે.
જયદિપ મહેકની બનાવેલી દુનિયાને વિખી નાખશે, પછી નિરવાને જયદિપમા કોઇ અંતર નહી રહે. નિરવા એ પણ જયદિપના પ્રેમને વેરવિખેર કરી નાખ્યો ને હવે જયદિપ પણ એજ કરવાનો છે.