વરસાદ
વરસાદ
પહેલાં વરસાદમાં પ્રેમની એ પહેલી વાંછટમાં નિતી ને કૌશિક બંને ભીંજાઈ રહ્યા હતાં બંનેમાંથી એક પણ શબ્દ બોલ્યા વિના એકસાથે ચાલતાં હતાં. ક્યારેક વરસાદનું જોર ચાલતું હતું તો ક્યારેક નિતી ને કૌશિકની લાગણીઓનું. પણ બંનેમાંથી એકપણ ધીમા ન હતાં પડી રહ્યાં. એકબીજાની સાથે ચાલતાં ચાલતાં ક્યારે આ બંને એકબીજાની મંઝિલે પહોંચી ગયાં ખબર જ ના રહી.
એટલામાં જ નીતિની મમ્મીએ બૂમ પાડી
ઊઠ અલી, કેટલું મોડું થઈ ગયું છે. સ્કૂલે જવાનું મોડું થાય છે. આંખો ચોળતી ચોળતી નીતિ ઊઠીને જોયું તો સામે કૌશિકની જગ્યાએ મમ્મી ઊભી હતી. વરસાદની જગ્યાએ મમ્મીની બૂમોનો વરસાદ થતો હતો.
આજ સપનું નીતિ છેલ્લાં 6 મહિનાથી જોતી હતી ને દરવખતે કંઈપણ બોલ્યા વિના જ બંને ચાલતાં જતાં હતાં. બસ રોમેન્ટિક વરસાદની જગ્યાએ એની મમ્મીની બૂમો એને જગાડતી હતી.
