STORYMIRROR

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

વંશ

વંશ

4 mins
30.2K


ભારતિય પ્રથા પ્રમાણે આપણે બચપનમાં પિતાનું નામ વચ્ચે લખીએ છીએ. લગ્ન પછી પતિનું હવે ૨૧મી સદીમાં તેમા ધરખમ ફેરફાર કર્યો છે. આજની આધુનિક ગણાતી યુવતીઓ વચ્ચે પતિને બદલે પિતાનું નામ ચાલુ રાખે છે. જો કે બધા એવું નથી કરતાં. એમાં ખોટું કશું નથી. માનવીનો સ્વભાવ છે. તેને નિત નવું ગમે !

પાંચેક પેઢી સુધીના બાપદાદાના નામ આપણામાંથી ઘણા ખરાંને ખબર હશે. અરે ઘરમાં નસિબદાર હશો તો તેમના ફોટા પણ કદાચ જોવા મળશે. એ જમાનાના ડબ્બા જેવા કેમેરા. ઉપર હોય પડદો અને ફોટો પાડવાવાળો તેમાં આખું માથુ ઘાલીને ફોટો પાડે.

કેવું તાજગી ભર્યું લાગે છે, આ વાંચવાનું ! એ જમાનામાં તો જાણે ધાડ મારવાની હોય ને એવી પરિસ્થિતિ સર્જાતી હતી. ક્યાં આ ૨૧મી સદી, સેલ ફોનમાં જોઈએ એટલા ફોટા પાડો. અમેરિકામાં કે દુનિયાના કોઈ પણ ખૂણામાં મિત્ર કે સ્નેહી રહેતા હોય તેમને જોવા મોકલી આપો.

હવે આ બધું તો આપણે સહુ જાણીએ છીએ. તમને નવાઈ લાગશે, અમેરિકામાં ‘માય એન્સેસ્ટ્રી” કરીને વેબ સાઈટ પરથી તમને તમારા માતા, પિતા કે ભાઈ અને બહેન શોધી આપવાની સુવર્ણ તક આપવામાં આવે છે. ભાઈ અમેરિકા તો ઘણું આધુનિક ! આપણામાં એક કહેવત છે, ”મા મૂળૉ ને બાપ ગાજર !" અહીં તો ઘરે ઘરે એવું હોય. બાપ ધોળો હોય તો મા કાળી. તેમાં વળી કાળા અમેરિકાના પણ હોય યા આફ્રિકાના પણ. કોઈ વળી મેક્સિકનને પરણે. ત્યારે કોઈ ઈંગ્લેંડ વાળીને. તે કોઈ આઈસિધ હોય તો કોઈ ઈટાલિયન. તેમાં કોઈ પાછી ચીની હોય કે જાપાનની. હવે કોઈને કોઈના માતા અને પિતાથી આગળ ખબર ન હોય,

શું વાત કરો છો ! ઘણીવાર તો માતા એ દત્તક લીધેલો હોય. યા કોઈ પોતાની બહેનપણીના બાળકો ઉછેરતી હોય, આ કોકડું એટલું બધું ગુંચવાયેલું છે કે વાત નહી કરવાની. દિમાગ તમારું બહેર મારી જાય. એમાં ૨૧મી સદીની હવા ચાલી છે દરેક જણને પોતાના માતા, પિતા તેમજ ક્યાંથી આવ્યા છે એ વિષે જાણવાની ઈંતજારી વધી ગઈ છે.

એમાં આ ‘એનસેસ્ટ્રીવાળાને’ તડાકો પડ્યો છે. ક્યાંક ક્યાંકથી કમપ્યુટર દ્વારા શોધી આપે. પાછા હજાર બે હજાર માઈલ મુસાફરી કરીને મળવા જાય. જેને જનમ ધરીને જોયા ન હોય એ પચાસ યા પંચાવન વર્ષ પછી મળે. ત્યારે ખબર પડે કે બન્ને ઓરમાન છે. યા બન્નેની મા એક છે પણ બાપ જુદા જુદા છે.

આ લખતાં મારા જીવનમાં બનેલો બાળપણનો એક રમુજી કિસ્સો યાદ આવી ગયો. ભારતથી આવ્યે ચારેક વર્ષ થયા હતાં. મારો નાનો દીકરો સાત વર્ષનો હતો. બેકયાર્ડમાં મિત્ર સાથે રમતો હતો. અચાનક કંઈ ગરબડ સાંભળીને હું બહાર જવા ગઈ.

‘હેનરી બોલ્યો, ”રાજ યુ આર ફ્રોમ આ બા બા ઈન્ડિયા”.

રાજ:‘નો આઈ એમ ફ્રોમ ઈન્ડિયા, ઈન્ડિયા ઇન એશિયા’.

હેનરી હસવા લાગ્યો. તેની મમ્મી ચાર વખત પરણી હતી. ચારેથી એક એક બાળક હતા, બાળકો તો નાદાન હોય.

હેનરી : ‘ઈઝ ધિસ યોર રિયલ મામ ?'

રાજ : ‘યસ, માય મોમ ડીડ નોટ મેરી ફોર ટાઈમ્સ, લાઈક યોર મોમ ‘

આ સંવાદ સાંભળીને હું બહાર આવી. વાત આગળ વધે ને બે મિત્રો મારામારી કરે તે પહેલાં મેં કહ્યું, ‘હેનરી ઈટ ઇઝ ટાઈમ ફોર યુ ટૂ ગો હોમ, ઈટ ઇઝ અ ડીનર ટાઈમ’.

આપણે રહ્યા શાકાહારી એટલે નાના બાળકોને આપણું ખાવાનું ન ભાવે.

આમ અમેરિકામાં માતા અને પિતા વિષે જાણવું એવો ‘રોગચાળો’ ફાટી નિકળ્યો છે.

મારા મકાનમાં એક ભાઈ તેના પરિવારથી સો માઈલ દૂર હતા. ભાળ મળી એટલે મળવા ગયા. પિતા મળ્યા અને તેમના સંતાનો. હજુ માની ભાળ તો મળી પણ ન હતી. ભાઈ ઉછરેલા શહેરી વાતાવરણમાં અને આ કુટુંબ નાના ગામમાં ખેતીવાડી કરતું. કોઈ જાતની ટેકનોલોજીના જાણકાર નહી. બોલવું, ચાલવું, ખોરાક, રહેણી કરણી બધું જ અલગ.

ઘરે આવીને મને વાત કરી. ‘મને આ કુટુંબમાં જરા પણ ફાવે નહી. હું તો હવે બીજીવાર નહી મળું.’ ખબર નહી કેટલા મહિનાઓથી આ તલાશ જારી હતી. અંતે શું પામ્યા ?

ગયા અઠવાડીયે ટી.વી. પર જોયું બે જોડિયા બહેનો ૬૫ વર્ષે પહેલી વાર મળી. જનમ ધરતાંની સાથે મા મરી ગઈ હતી. બાપનું ઠેકાણું તો હોય નહી. જુદે, જુદે ઠેકાણે દત્તક અપાઈ ગઈ હતી. અમેરિકામાં ‘બાળકને ગોદ લેવું’ એ ખૂબ સામાન્ય વાત છે. એ બાળકોને મોટા થયા પછી પોતાના કુટુંબ વિષે જાણવાની “ભૂખ” ઉપડે છે. યેન કેન પ્રકારે તેઓ બાતમી મેળવીને ઝંપે છે. મળે ત્યારે એવા ઘેલા થઈ જાય છે કે વાત નહી પૂછવાની.

પૂર્વના દેશોમાં થોડું વિપરિત જણાશે. કોને ખબર એક જ માતા અને પિતાના સંતાનો નજીવી બાબતોમાં ખૂબ ઝઘડે છે. એક બીજાથી અબોલા લેવા સુધી વાત પહોંચી જાય છે. ક્ષુલ્લક બાબતોમાં મન ખાટાં કરી, ‘બાપે માર્યા વેર’ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી મૂકે છે.

બાપદાદા, પૂર્વજો, વંશાવલી આવા બધા શબ્દો આજે ખૂબ જૂના અને વાહિયાત લાગે છે. કોને ખબર છે ? આધુનિક ગણાતી પ્રજાને. બાકી આપણા દેશમાંતો હજુ આ સઘળું અકબંધ છે.

આજનો અમેરિકન ગામ, ગામ, દેશ, વિદેશ ભટકે છે. મારું કુળ કયું ? મારા માતા અને પિતા કોણ ? શું મારે પણ ભાઈ યા બહેન છે ? મને કયા કારણ સર મારા માતા અને પિતાએ તરછોડ્યો હતો ?


Rate this content
Log in