વિશ્વાસ
વિશ્વાસ
ગોવિદ:'માસી, મને તમારો નિર્ણય ના ગમ્યો. તમે અચાનક શીલાબેન સાથે રહેવાનુ નક્કી કર્યું. માસી આજ દીકરી કે દીકરો પણ પોતાના વડીલ સાથે રહેવા નથી માંગતા તો શીલા તો તમારી ભત્રીજી છે.'
ગોદાવરીમાસી:'અરે, તમે લોકો સમજતા નથી. તે પણ વિધવા છે. તેને ને તેના દીકરા ને મારી સાથે સારું ફાવે છે. અમને બંનેને એકબીજા નો સાથ ને હુંફ મળશે.'
ખુબ સમજાવટ પછી પણ ગોદાવરીબેન સમજતા નથી. ગોદાવરીબેન નિવૃત શિક્ષિકા, વિધવા, નિસંતાન. પિયર સાસરી માં કોઈ વડીલ નહીં. કુંટુબ વિશાળ પણ પેલેથી અલગ સ્વતંત્ર જીવવા ટેવાયેલ. શિક્ષિકાની શિસ્ત જીવનમાં પણ અપનાવેલ. સમયપાલનના આગ્રહી. સાથે અનુશાશન પ્રિય. તેમના સ્વભાવ સાથે અનુકુળ થવું મુશ્કેલ હતું. તેમને તેમનો નિર્ણય ફેરવવા સમજાવવાનું અશકય હતું.
ગોવિંદ અને રીમા તેમને સમજાવવાની નિષ્ફળ કોશિષ કરે છે. ગોદાવરીમાસી પોતાનું બધું પોતાની ભત્રીજી અને તેના પુત્રને નામે કરી તેની સાથે રહેવા લાગે છે. માસી વિશ્ર્વાસ કરી લે છે કે શીલા તેની પુત્રી સમાન છે અને તે પણ પોતાની ફઈ ને મા સમાન માને છે. તો તેની વૃધ્ધાવસ્થાના અંતિમ વર્ષો તેની સાથે આરામથી નીકળી જશે.
માસી કિસ્મતના ખેલથી અજાણ પોતાના વિશ્ર્વાસને સત્ય માની લે છે. આ બાજુ શીલા તથા તેના પુત્રને માસીનો સમયપાલન આગ્રહ શિસ્ત અને અનુશાશન આકરા લાગે છે. તે વાત વાતમાં ગોદાવરીબેનને આ તેમનું ઘર નથી અને તે અહી મહેમાન છે અને અમારા આશ્રયે છે તેમ કહ્યા કરે છે. ગોદાવરીબેન આ સહી નથી શકતા તે પોતે કરેલ એફડી પાછી માંગે છે. પણ મા દીકરો ઈન્કાર કરે છે અને કહે છે કે તે તમારી પાછળ કરેલ ખર્ચ માં વપરાઈ ગઈ અને તેમને ઘર છોડવા મજબુર કરે છે.
ગોંવિદ આ બધી વાતથી અજાણ હોય છે અને તેની પર માસીનો ફોન આવે છે. ગોવિંદ માસી પાસે પોતે કરેલ વર્તાવ માટે માફી માંગે છે પણ માસી તેને કહે છે કે."તુ મને 'મમતાનું ઘર' વૃધ્ધાશ્રમ આવી મળીજા. હવે જીવન નો કોઈ ભરોસો નથી. ગોંવિદ આશ્રમના નામથી આઘાત પામે છે ને તે માસીને મળવા જાય છે. ગોંવિદ માસીને પોતાની માતા સમાન જ ગણતો. માસી તેને બધી વાત જણાવે છે અને પોતાના વિશ્ર્વાસને લીધે છેતરાયાની વાત કરે છે. ગોંવિદ માસીને પોતાની સાથે આવવા સમજાવે છે. પણ માસી તો પોતાના વિશ્ર્વાસભંગના આઘાત થી જ્યાં કોઈ જાકારો ન આપે કે વિશ્ર્વાસ ભંગ ના કરે તેવી દુનિયાની સફરે પહોંચી જાય છે.
'કાજલ'
