વિજ્ઞાન
વિજ્ઞાન
વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. પદ્ધતિસરનું જ્ઞાન. વિજ્ઞાનના હિસાબે અવનવી શોધખોળો થઈ. અને માનવજીવન સરળ બન્યું.પહેલા એક શહેરથી બીજા શહેરમાં જતાં ખૂબ સમય લાગતો. પણ આજે મિનિટોના સમયમાં આરામથી પહોંચી શકાય છે. એક દેશથી બીજા દેશમાં જઈ શકાય છે.એકબીજાના સાથે સંબંધો વિકસાવી વસ્તુ ઓની આપ લે કરી શકાય છે. આજે માનવી ચંદ્ર પર કે બીજા ગ્રહો પર જઈ શકે છે.બીજા ગ્રહોની માહિતી અહી પૃથ્વી પરથી લઇ શકે છે. ઘરે બેઠા વિદેશમાં સંદેશ વ્યવહાર કરી શકે છે.પહેલા અંધશ્રદ્ધા હતી પણ વિજ્ઞાનની પદ્ધતિસરની માહિતીથી લોકોમાંથી અંધ શ્રદ્ધા દૂર થઈ. રોગો દૂર કરવા માટે નવા સંશોધનો થયા.માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે.એક માનવીના અંગો બીજા માનવીમાં પ્રત્યારોપણ કરી જીવન બચાવી શકાય છે.
આજે સારી સારી હોટેલ કે બિલ્ડિંગોમાં આધુનિક સગવડતા વિજ્ઞાનને આભારી છે. વિજ્ઞાનથી માનવીનું જીવન સરળ બન્યું છે. રસોડામાં પણ ઘણા ઉપકરણો આવ્યા એટલે ગૃહિણીનું કામ સરળ બન્યું. વોશિંગ મશીન વાઇપર, મિક્સર ,બ્લેન્ડર એક વિજ્ઞાનની ભેટ છે.હું તો વૈજ્ઞાનિકની આભાર માનું, જેને વોશિંગ મશીનની શોધ કરી. પૂરી બનાવવાનું મશીન શોધનારનો પણ આભાર.મારું કામ કેટલું હળવું થઈ ગયું.કુકર ની શોધ મારા માટે આશીર્વાદ.ગેસના ચૂલાની શોધ ધુમાડાથી મુક્તિ.
અનાજની દળવાની ઘંટી આ બધા સાધનો મળ્યા. સાથે મોબાઇલની ભેટ એટલે જ સમય બચાવી સ્માંટોરીમિરરમા ચર્ચા વિભાગમાં ભાગ લઈ શકું છું. પણ વિજ્ઞાન એટલે અસ્તિત્વમાં રહેલા સત્યને સાબિત કરવું.સત્ય ઈશ્વરને આભારી છે. એ નાં ભૂલવું જોઈએ. બુધ્ધિ આપી છે સદુપયોગ કરવા.માનવીને મદદ કરવા જીવોનું કલ્યાણ કરવા.એ વાત ના ભુલવી જોઈએ.
ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો. એ પહેલા પણ સફરજન નીચે જ પડતું હતું.પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ તો પહેલેથી જ હતું. પણ નિયમ એની તર્ક શકિતથી આપ્યો.પણ આ તર્ક શક્તિ આપનાર પણ ઈશ્વર જ છે ને !
બસ યોગ્ય ઉપયોગ જીવનને સંવારે અને અયોગ્ય ઉપયોગ જીવનનો સંહાર કરે. બસ વિચારીને ઉપયોગ કરવો જોઈએ.
