Republic Day Sale: Grab up to 40% discount on all our books, use the code “REPUBLIC40” to avail of this limited-time offer!!
Republic Day Sale: Grab up to 40% discount on all our books, use the code “REPUBLIC40” to avail of this limited-time offer!!

Shraddha Bhatt

Others

2  

Shraddha Bhatt

Others

વાત એક સપનાંની

વાત એક સપનાંની

4 mins
7.0K


વાત એક સપનાંની

દ્રશ્ય 1 પંજાબીઓના પારંપરિક લગ્નના પોશાકમાં સજ્જ પૂર્ણિમા ખરેખર પૂનમના ચાંદ જેવી જ લાગતી હતી. એના હોઠ પર રમતું શરમાળ સ્મિત, ઢળેલી પાંપણો, મેંદી સજ્યા હાથ..એના ગુલાબી રૂપને અનેરી આભા આપતા હતા. બાજુમાં ફૂલોનો સહેરો બાંધેલો વરરાજા હાથમાં મંગળસુત્ર લઈને બેઠો હતો.  સેથામાં સિંદૂર અને ગાળામાં મંગળસુત્ર પહેરેલી પૂર્ણિમાનો નવવધૂનો શણગાર હવે ખરા અર્થમાં પૂરો થયો.

દ્રશ્ય 2 આલિશાન બંગલા જેવા ઘરના દીવાનખંડમાં પૂર્ણિમા શરમાતી ઘણી બધી સ્ત્રીઓથી ઘેરાયેલી બેઠી હતી. સ્ત્રીઓની મશ્કરીભરી વાતોથી હસુ હસુ થઇ રહેલું એનું ગોળ માસુમ મુખ ખુબ જ સુંદર લાગતું હતું. “મુંહ દિખાઈ”ની રસમ પૂરી  થતાં બધી સ્ત્રીઓ ધીરે ધીરે વિખરાઈ અને પૂર્ણિમા એકલી પડી. ત્યાં જ એના મોબાઈલમાં રીંગ વાગી.  સ્ક્રીન પર નામ વંચાતું હતું “કિરપાલ”. એકદમ ખુશ થઈને એણે ફોન ઉપાડ્યો.

“પૂર્ણિમા..પૂર્ણિમા... ” એની મમ્મી એને જગાડી રહી હતી. “પુન્ની, ઉઠ બેટા” પૂર્ણિમાને એના ઘરમાં પુન્ની કહીને બોલાવતા હતા.  ઊંઘમાં પરિચિત અવાજ સાંભળીને પૂર્ણિમા સડાક કરતી બેઠી થઇ ગઈ. ન તો પેલો આલિશાન બંગલો હતો કે ન તો એનો દુલ્હનનો શણગાર.  એ તો વડોદરાના પોતાના ઘરમાં પોતાના રૂમમાં બેઠી હતી. “ઓહ!તો એ સપનું હતું!!” પૂર્ણિમાને હજી પણ વિશ્વાસ નહોતો આવતો.પોતાનાં લગ્ન, પંજાબી લોકોનો માહોલ, મોબઈલમાં વાંચેલું એ નામ..બધું જ જાણે સાચું હોય એવું લાગતું હતું; પરંતુ કોઈ જ પ્રકારના સંદર્ભ વિના આવું કેમ શક્ય બને એ જ પૂર્ણિમાને નહોતું સમજાતું.  છેવટે સપનાની વાતને મજાક ગણીને એ ઉભી થઇ. કામમાં મન પરોવવા છતાં સપનામાં જોયેલા એ અજાણ્યા નામ સાથે એ અનાયાસે જોડાઈ રહી હતી.  ‘કોણ હશે એ કિરપાલ?’ એ જાણવાની એને અજબ તાલાવેલી લાગી હતી. ઘડીભર તો એને પોતાની ઉપર હસવું આવ્યું. મૃગજળ સમાન સપના પાછળ એ દોડતી હતી જે ક્યારેય મળવાનું જ નહોતું. પૂર્ણિમા સપના સાચા પડે એવી વાહિયાત વાતમાં જરાય માનતી નહોતી.  એને ખબર હતી કે અચેતન મન જે વિચારે એ જ ક્યારેક સપના રૂપે બહાર આવતું હોય છે.  પરંતુ આજના એના સપનાએ એને બેચેન કરી દીધી હતી.બધું જ સમજવા છતાં એનું મન ખબર નહિ શું કામ એ ન જોયેલા ચહેરા માટે વ્યાકુળ થઇ રહ્યું હતું. વારંવાર મનમાં એ નામ ગુંજતું રહેતું હતું.  બહુ મુશ્કેલીથી એણે મનના વિચારો ખંખેરવાની કોશિશ કરી. આમેય આજના દિવસે ઘણું કામ હતું.  આવતીકાલે સાંજની ટ્રેનથી એ દિલ્હી જઈ રહી હતી.  એની ખાસ દોસ્ત પ્રિયંકાના લગ્ન દિલ્હીમાં રાખ્યા હતા. એના માટેનું થોડુંઘણું શોપીંગ પણ બાકી હતું. પેકિંગ તો હજુ કર્યુ જ નહોતું. એક દિવસ તો દોડધામમાં ક્યાં જતો રહ્યો એની ખબર જ ન પડી. બીજે દિવસે સાંજે મમ્મી પપ્પા સાથે એ સ્ટેશન પહોંચી ગઈ.પપ્પાનો સાથે આવવાનો પ્રોગ્રામ છેલ્લી ઘડીએ કેન્સલ થયો હતો. મમ્મી એટલે જ ચિંતા કરતી હતી. વડોદરાથી દિલ્હી સુધી એ એકલા મુસાફરી કરવાની હતી.“પુન્ની, તારું ધ્યાન રાખજે. અજાણ્યાનો ભરોસો કરતી નહિ. ત્યાં પહોચીને પહેલું કામ ફોન કરવાનું કરજે” મમ્મીની સૂચનાઓ ટ્રેન ઉપડ્યા સુધી ચાલુ જ રહી હતી. છેવટે બંનેને બાય કહીને પૂર્ણિમા પોતાની સીટ પર બેઠી. પૂર્ણિમા હંમેશા સાઈડ લોઅર સીટ લેવાનો જ આગ્રહ રાખતી. એણે ડબ્બામાં નજર ફેરવી. વેકેશનનો સમય હોવા છતાં બહુ ઓછા મુસાફરો દેખાતા હતા. સમાન વ્યવસ્થિત ગોઠવીને પૂર્ણિમાએ પર્સમાંથી બુક કાઢી અને વાંચવા લાગી. વાંચન એનું મનપસંદ કામ હતું. ગમે તેટલી લાંબી મુસાફરી પણ એને કંટાળાજનક ન લાગતી. એ કલાકોના કલાકો વાંચીને સમય પસાર કરી શકતી. આજે પણ એવું જ થયું. વાંચતા વાંચતા રાત ક્યાં પડી એની ખબર જ ન રહી. જમવાની બહુ ઈચ્છા નહોતી એટલે પૂર્ણિમાએ સુવાની તૈયારી કરી. છેલ્લા બે દિવસના થાકને લીધે એને તરત જ ઊંઘ આવી ગઈ.  

અચાનક ખખડાટ અને ધીમી કાનાફૂસીના અવાજથી પૂર્ણિમાની ઊંઘ ઉડી ગઈ. એણે જોયું તો ત્રણ ગુંડા જેવા લાગતા માણસો પૂર્ણિમાના બર્થ નીચેથી એનો સમાન ફંફોસી રહ્યા હતા.

“અરે! આ તમે શું કરો છો?એ તો મારો સમાન છે!”પૂર્ણિમાએ લગભગ ચીસ પાડીને પૂછ્યું. પેલા ત્રણેય ચોંકી ગયા. એમાંથી બોસ જેવા લાગતા માણસે બીજા બેને ધીરેથી પૂછ્યું, “આને સુંઘાડ્યુ નથી કે શું?”

“સોરી બોસ, મેં આ પકલાને કહ્યું હતું. એ ભૂલી ગયો લાગે છે. પકલા,આને તે રૂમાલ નથી સુંઘાડયો?”

હવે પૂર્ણિમાને સમજાયું કે એની ચીસ સાંભળીને પણ કોઈ કેમ ઉભું ન થયું. આ ગુંડાઓએ બધાને બેહોશ કરી દીધા હતા. પોતાના સદનસીબે એ આ ત્રણેયની નજરમાંથી બચી ગઈ હતી. પૂર્ણિમા હવે શું કરવું એનો વિચાર જ કરતી હતી ત્યાં એ ત્રણેયનાં બોસે આગળ આવીને પૂર્ણિમાના માથે બંદુક તાકી, “એય છોકરી! ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો. તારું પર્સ આપી દે જલ્દી. એય પકલા,ચલ ઝડપ કર.” બીજા હાઈટમાં નાના એવા છોકરાએ એનું પર્સ છીનવી લીધું. ત્યાં જ ટ્રેન જોરદાર બ્રેક સાથે ઉભી રહી. બંદૂક તાકીને ઉભેલો માણસ આ ઝટકા માટે તૈયાર નહોતો. એ સંતુલન ગુમાવીને પડ્યો. પૂર્ણિમાએ પળવારનો વિલંબ કર્યા વગર પોતાની બાજુમાં ઉભેલા માણસને ધક્કો માર્યો અને બહારની તરફ દોટ મૂકી. બોસે પકલાને પાછળ જવાનો ઈશારો કર્યો. પકલાને શું સુજ્યું કે નીચે પડેલી બંદૂક લઈને એ પૂર્ણિમાની પાછળ દોડ્યો. પૂર્ણિમા ત્યાં સુધી ટ્રેનની બહાર નીકળી ગઈ હતી. દરવાજે ઉભા રહીને પકલાએ બૂમ પાડી, “ઉભી રહે નહિ તો ગોળી મારી દઈશ!”. પૂર્ણિમાએ એની વાત ન સાંભળતા દોડવાનું ચાલુ જ રાખ્યું. પોતાની પેહલી ફેરીમાં બોસ પર “ઇમ્પ્રેસન” જમાવવા પેલાએ બંદૂક ચલાવી દીધી. જાણે પોતાના પર પૂર્ણિમાનું નામ લખાવીને આવી હોય એમ, સરખું નિશાન ન લગાવવા છતાં, એ ગોળી પૂર્ણિમાને જમણા ખભામાં વાગી. પૂર્ણિમા જોરદાર ચીસ પાડીને ફસડાઈ પડી.  

ગોળી વાગવાથી ઘાયલ થયેલી પૂર્ણિમા સાથે હવે આગળ શું બનવાનું છે?? વાંચો "વાત એક સપનાંની"ના બીજા અને અંતિમ ભાગમાં.

                                         ક્રમશ:


Rate this content
Log in