Leena Vachhrajani

Children Stories

3  

Leena Vachhrajani

Children Stories

ત્રીજો સમાજ

ત્રીજો સમાજ

1 min
503


“ધીરે ધીરે આખા સમાજમાં ખબર પડી જશે. કહું છું ! આવી વાત ક્યાં સુધી છુપાવી શકાશે ? આ રુકમી તો કહેતી હતી કે, એ લોકોને તો ગમે ત્યાંથી ખબર પડી જ જાય.અત્યારે તો નાનુ છે એટલે વાંધો નથી આવતો. પણ એનું બાળપણ ક્યાં સુધી ચાર દિવાલોમાં રુંધી રાખશું ? 


“અરે, તું ચુપ મરીશ તો આ વખતે કોઇને જરા સરખી પણ ગંધ નહીં આવવા દઇએ. ગયા વખતે આ બાળપણ રુંધાવાની વેવલી વાતમાં જ પેલા સમાજને ખબર પડી ગઈ હતી.”


ગણજીના પેટમાં ફાળ પડી. જીવ વિચારે ચડ્યો. સરિતા અને ગણજીને પોતાના પ્રથમ બાળકના આગમનની ખુશી એની નાન્યતર જાતિના સમાચાર સાથે મુંઝવણમાં ફેરવાઈ ગઈ હતી. અને પાંચ વર્ષે તો એના સમાજના મોભી કહેવાતા લોકો તાબોટા પાડતા એને લઈ ગયા.


બીજા સંતાનના આગમનની ખબર પડી ત્યારે ગણજીએ એક નિર્ણય લઈ લીધો હતો. રાતનો અંધકાર ઓઢીને, ગામ-સમાજથી દૂર જઇને વસેલા, નાના સરખા ખોરડાની બહાર વર્ષો બાદ અવતરેલા ગલગોટા જેવો કે જેવી નક્કી ન થઈ શકતા પોતાના બીજા સંતાનને ખોળામાં વ્હાલ કરતા ગણજીને અચાનક તાબોટાનો અવાજ સંભળાયો. સામે રડમસ સરિતા ઉભી હતી.

“આ આપણું મોટું તો નહીં ને!”


સરિતા બે આંખમાં બે ભાવ ઓઢીને અસમંજસમા હતી. નાનાને ગુમાવવાની વેદના અને મોટાને લાંબા ગાળા બાદ ફરી મળવાનો આનંદ.


Rate this content
Log in