Jagruti Pandya

Children Stories Inspirational

4.1  

Jagruti Pandya

Children Stories Inspirational

સ્વાર્થ - નિ:સ્વાર્થ

સ્વાર્થ - નિ:સ્વાર્થ

3 mins
210


એક ખેડૂત એક દિવસ સત્સંગ સાંભળવા ગયો. તે સંસારથી ખુબ દુઃખી હતો. સત્સંગમાં તેણે સાંભળ્યું કે, આ સમગ્ર સંસારને દુઃખી કરનાર એક શેતાન છે. ખેડૂત તો આ વાત સાંભળી ખૂબ ગુસ્સે થયો અને એ શેતાનની શોધમાં, પોતાની કુહાડી લઈને જંગલમાં ગયો.

ખૂબ જ ગુસ્સે ભરાયેલો આ ખેડૂત ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતો આગળ વધી રહ્યો હતો. રસ્તામાં એને એક કાળો અને ઊંચો માણસ મળ્યો. પેલા ખેડૂતે પૂછ્યું, ' તું કોણ છો?' પેલા માણસે જવાબ આપતી,' હું શેતાન છું, જની તમે શોધ કરી રહ્યા છો.' શેતાનની વાત સાંભળી ખેડૂત ખૂબ ક્રોધે ભરાયો અને પોતાની કુહાડી ઉપાડી અને, ઊંચા અવાજે બોલ્યો, 'એક તારા કારણે આ સમગ્ર સંસાર દુઃખી છે. આજે તો હું તને નહીં છોડુ, મારી નાખીશ.' ખેડૂતની વાત સાંભળી શેતાન પગમાં પડી ગયો. ખેડૂતને આજીજી કરવા લાગ્યો અને બોલ્યો, ' મને મારશો નહીં. મારે પણ કુટુંબ -કબીલો છે, બાળ બચ્ચાં છે. મને છોડી દો. મારશો નહીં. મારાં ઘરનાં બધાં ખૂબ દુઃખી થશે. ' ખેડૂતે કહ્યું, ' પણ ! આજે તારા લીધે સમગ્ર સંસાર દુઃખી છે, તેનું શું ?' ' શેતાને કહ્યું, ' હું તમારું દુઃખ દૂર કરીશ પણ મને મારશો નહીં. હું તમને દર મહિને તમારા પરિવાર માટે સોનાના સિક્કા આપીશ. મને છોડી દો. સોનાના સિક્કાની વાત સાંભળી, ખેડૂતને થયું, મારા પરિવારનું સારું થશે. અમારું દુઃખ દૂર થશે. લાવ આને છોડી દઉં, આમ મનમાં વિચારી અને ખેડૂતે જણાવ્યું, 'કંઈ વાંધો નહીં, હું તને મુક્ત કરું છું. પણ એક શરત મને દર મહિને સોનાના સિક્કા મળી જવા જોઈએ. શેતાને ખેડૂતની શરત સ્વીકારી અને ખેડૂતે શેતાનને મુક્ત કર્યો.

આમ, શરત મુજબ શેતાને દર મહિને સોનાના સિક્કા ખેડૂતને ઘરે પહોંચતા કર્યા. એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, એમ સળંગ ત્રણ મહિના ખેડૂતે સોનાના સિક્કા મેળવ્યા. ચોથા મહિને સોનાના સિક્કા મળ્યા નહીં. ખેડૂતને ફરી ગુસ્સો આવ્યો. ખેડૂત ફરી પોતાની કુહાડી લઈને શેતાનને મારવા ગયો.

શેતાન આગળ જઈ ખેડૂતને મારી નાખવાની ધમકી આપી. શેતાન તેનાથી પણ બમણાં જોરે બોલ્યો, ' આજે મને તારી કુહાડીની બીક નથી. મને તો ગઈ વખતે પણ તારી કુહાડીની બીક નહોતી. ગઈ વખતે હું ડર્યો હતો, પણ તારી કુહાડીથી નહીં, પણ તારી નિયતથી. ગઈ વખતે તું વિશ્વ કલ્યાણની ભાવના સાથે, શુભ ચિંતન સાથે આવ્યો હતો. પહેલાં જયારે તું આવ્યો હતો ત્યારે સંસારનાં દુઃખો દૂર કરવા માટે આવ્યો હતો. આજે તું તારાં પોતાના સ્વાર્થ માટે આવ્યો છે. તારા ઘર માટે આવ્યો છે માટે તારું જોર હવે ઘટી ગયું છે. કુહાડી નીચે કરો, નહીતો હું તમને ખાઈ જઈશ. અને ખેડુત નમી જાય છે.

તો, જ્યાં શુભચિંતન છે, જ્યાં વિશ્વ કલ્યાણની ભાવના છે, જ્યાં નિ:સ્વાર્થ સેવા અને પરોપકાર છે. ત્યાં જ જીત છે. ત્યાં જ સુખ છે. ત્યાં જ આનંદ છે. ત્યાં જ શક્તિ છે. ત્યાં માયા નિર્બળ બની જાય છે. પરંતુ જ્યાં વ્યક્તિ સ્વાર્થી છે, પોતાના જ સુખ - દુઃખમાં ડૂબેલો રહે છે, પોતાના જ વિચારોમાં મગ્ન રહે છે, ત્યાં વ્યક્તિ શક્તિહીન છે, ત્યાં જ દુઃખ છે અને ત્યાં માયા બળવાન બની જાય છે.


Rate this content
Log in