સત્ય દંતકથા
સત્ય દંતકથા
નજરે જોયેલી આ વાત મારા અત્યાર સુધીના અનુભવમાં વિશિષ્ટ અને આશ્રર્યજનક છે. આ દંતકથા સમાન વાર્તા ખરેખર બનેલી એક વેપારી સાહસ કથા છે જે અત્યંત રમૂજ ઉપજાવે છે. થોડા સમય પહેલા અમેરિકાના કોલોરાડોથી નજીક વર્નાલ શહેરની એક બેન્કમાં જવાનું થયું. બેન્કના મેનેજર જોડે કામની વાત પુરી કરી ત્યારે તેમને બેન્કનું મકાન બતાવવા મને ઈશારો કરી ઉભા થવા કહ્યું. મને થયું કે બેન્કના મકાનમાં વળી એવું તો શું હશે કે મેનેજર આટલો ઉત્સાહ બતાવે છે.
તેમને કહ્યું આ મકાન 100 વરસ જૂનું છે. અહીં પહેલા બેન્ક ઓફ વર્નાલ હતી અને હવે તે ઝાયન્સ ફર્સ્ટ નેશનલ બેન્કમાં વિલીન થઇ ગઈ છે. અમેરિકામાં પણ હજુ રેલરોડ અને ખાનગી ટ્રાન્સપોર્ટ કે કુરિયર સેવા નાના શહેરોમાં ઉપલબ્ધ નહોતી થઇ. બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઇ ચૂક્યું હતું પણ તેની અસર હજી એમરિકા ઉપર ખાસ નહોતી થઇ. બેન્કના સ્થાપક ડિરેક્ટર કોલ્થર્પને ખુબ સુંદર અને મજબૂત મકાન બનાવવું હતું. તેમના માર્ગદર્શન પ્રમાણે એન્જિનિયરોએ પ્લાન બનાવી આપ્યો અને ઈંટો અને અન્ય સામાનની જરૂરિયાતનો અંદાજ લગાવી આપ્યો.
અંદરની દીવાલની ઈંટો સ્થાનિક વેપારી પાસેથી લેવાનું નક્કી કરવામાં આવ્યું પણ બહારની ઈંટો આગથી બચવા સક્ષમ હોય તેવી લેવાનું નક્કી કરવામાં આવ્યું. સાહસિક ડબલ્યુ.એચ. કોલ્થર્પને સોલ્ટ લેક સિટીમાં બનાવવામાં આવેલી ટકાઉ ફાયરિંગ ઇંટો જોઈતી હતી. સોલ્ટ લેક સિટી આમ તો વર્નાલથી ફક્ત 120 માઈલ દૂર છે પણ વચ્ચે આવતા પર્વત અને ખીણને કારણે 400 માઈલ ફરવું પડતું હતું.
એક ઈંટની કિંમત કરતા ચાર ગણો ખર્ચ તેના ટ્રાન્સપોર્ટનો આવતો હતો. એન્જિનિયર, અન્ય ડિરેક્ટરો અને વેપારીઓએ કહ્યું કે ખર્ચ ઘટાડવો હોય તો ફાયરપ્રૂફ ઈંટ નો આગ્રહ પડતો મુકો કેમકે ટ્રાન્સપોર્ટના ખર્ચનો સસ્તો વિકલ્પ નજરે પડતો નથી.
કોલ્થર્પ અભ્યાસું માણસ હતો. કોલ્થર્પ એમ કંઈ હાર માને તેમ નહોતો તેમને સોલ્ટ લેઈક સિટીના સપ્લાયર જ્હોન કાહૂંન જોડે વિસ્તારથી વાત કરી. તેમને ધ્યાનમાં આવ્યું કે અમેરિકન પોસ્ટે તાજેતરમાં નવી સેવા, પાર્સલ પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 1913 સુધી પોસ્ટ પાર્સલ માં વધુમાં વધુ 4 પાઉન્ડ વજન મોકલી શકાતું હતું. અન્ય ખાનગી ટ્રાન્સપોર્ટ કંપની જોડે હરીફાઈ વધતા પોસ્ટ પાર્સલ માં ધીમે ધીમે વજન વધારી 100 પાઉન્ડ સુધી થઇ ગયું. બસ હવે કોલથર્પને ઉકેલ મળી ગયો હતો. પાર્સલમાં ઈંટ કેમ ના મોકલી શકાય? શરૂઆતમાં તો કોલથર્પની વાત બધાએ હસવામાં કાઢી નાખી.
>
કોલ્થર્પના દિમાગની બત્તી તેજ થઇ તેને કહ્યું પોસ્ટ ઓફિસમાં જઈ પાર્સલના ભાવ અને જરૂરી પેકિંગની રીત સમજી લાવો. પોસ્ટ ઓફિસે સમજાવ્યું તે પ્રમાણે પાર્સલમાં કઈ વસ્તુ છે તે જણાવવું જરૂરી નહોતું. પહેલી વખત ઇંટોના પાર્સલ સાથે ગયેલા બેંક અધિકારીઓએ પોસ્ટ માસ્તરને પૂછ્યું કે શું તેઓ પાર્સલ બહાર રાખી શકે કે કાઉન્ટર ઉપર? પોસ્ટ માસ્તરે કહ્યું, 'ના, તેઓએ પોસ્ટ ઓફિસમાં અને અમારા કાઉન્ટર ઉપર આવવું પડશે. અને ખૂબ જલ્દી, પોસ્ટ રૂપે ટન ઇંટો આવી રહી હતી. નિયમિત પોસ્ટની જેમ ઈંટને પહેલા કાગળમાં અને પછી બોક્સમાં ફિટ કરી વધુમાં વધુ વજન 100 પાઉન્ડના પાર્સલ બનાવ્યા અને રોજના 2 ટન ઈંટ રવાના કરવામાં આવી. 1916 માં, રોજના 2 ટન લેખે 20 દિવસ સુધી 37 ટનથી વધુ ઇંટો સોલ્ટ લેક સીટીથી વર્નાલ મોકલવામાં આવી.
પોસ્ટ ઓફિસે ઈંટો, સિમેન્ટ અને બિલ્ડીંગ મટીરીઅલ મોકલવાવાળાની લાઈનો લાગવા માંડી. 2-3 વર્ષે ખબર પડી કે પોસ્ટ ઓફિસે વર્ષે 25-30,000 ડોલરનું નુકશાન ભોગવવું પડે છે. વર્નાલ પોસ્ટ માસ્તરે એક મહાન ટેલિગ્રામ વોશિંગ્ટન મોકલ્યો. અને તેણે કહ્યું, 'કેટલાક લોકો યુ.એસ. મેઇલ દ્વારા આખા બિલ્ડિંગને મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.' વોશિંગટને ખુલાસો પૂછતાં પોસ્ટ માસ્તરે ઈંટો મોકલવાવાળી, હેન્ડલિંગ અંગે અને નુકશાની વિષે વાત કરી.
સરકારે કમિટી બનાવી અને નક્કી કર્યું કે પાર્સલમાં મોકલવામાં આવતી વસ્તુ કઈ છે તે જણાવવું પડશે અને ફક્ત બગડે તેવી વસ્તુ જેવીકે શાકભાજી, ફળ કે ખાવાની વસ્તુ જ મોટા જથ્થામાં મોકલી શકાશે અને નહિ કે બિલ્ડીંગ મટીરીઅલ! આ દિવસોમાં, યુ.એસ. પોસ્ટલ સર્વિસ પાસે જેને ફ્લેટ-રેટ સેવા કહેવામાં આવે છે. ગ્રાહકો બોક્સનું કદ પસંદ કરે છે અને તે બોક્સ મોકલવા માટે ફ્લેટ ફી ચૂકવે છે. પોસ્ટલ સેવા તે ફ્લેટ ફી માટે બોક્સને ત્યાં સુધી પહોંચાડશે જ્યાં સુધી તે આઇટમ અથવા વસ્તુઓ બોક્સમાં બંધબેસે નહીં અને 70 પાઉન્ડથી વધુ વજન ન આવે. 1916 પછી, પોસ્ટ ઓફિસે એક જ વ્યક્તિથી એક જ પ્રાપ્તકર્તાને દિવસમાં 200 પાઉન્ડની મર્યાદા સેટ કરીને, સામૂહિક મેઇલિંગને રોકવાનો પ્રયાસ કર્યો.
યુ.એસ. પોસ્ટ ઓફિસે નવા આદેશનો અમલ કર્યો ત્યાં સુધીમાં, જરૂરી ઈંટો આવી ગઈ હતી અને બેન્કનું મકાન તૈયાર થઇ ગયું હતું. 1916માં જ બેન્ક ઓફ વર્નાલનું બાંધકામ પૂરું થઇ ગયું. આખી બેન્ક પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હોઈ તેવી દુનિયાની આ એક માત્ર બેન્ક છે.