સ્ત્રી એક મહાન નારી
સ્ત્રી એક મહાન નારી
સ્ત્રી એક "બેટી "છે. સ્ત્રી મમતા ભરી મૂરત એટલે એક "માં "છે. એક નવોઢા બની સાસરિયાંને ઉજળું કરતી એક ઘરની મોભાદાર" વહુ" છે. પતિના પગે ચાલનારી એક પતિવ્રતા "નારી" છે. એક લાગણીનો દરિયો. એટલે જનની રૂપી પ્રેમને વરસાદની જેમ પોતાના સંતોનો પર વ્હાલ વરસાવતી એકપ્રેમની દેવી ગણાય તેવી મહાન વ્યક્તિત્વ નિભાવનાર "માં" છે.
"સ્ત્રી એક સરસ્વતી છે". કે જેના મુખમાંથી ઝરતા શબ્દો એક મોગરાના ફૂલમાંથી "સુગંધ" પસરે તેમ તેના મીઠા શબ્દોથી ઘરની શોભા અને રહેનાર લોકોનો આનંદ વધી જાય છે. સ્ત્રી એક મલકતું હાસ્ય સહેજ ચહેરા પર લાવી દે ત્યારે જાણે કુદરતની સંપતિ રૂપી કુદરતનો આજુબાજુમાં પ્રસરતો નજારો, પ્રાણીઓ તેમજ છોડની ખુશીઓ વધી જાય છે.
સ્ત્રી એક "જગદંબા" એક "મહાકાળી"છે. જ્યારે વરસે ત્યારે ફૂલ વરસાવે,અને જ્યારે ભડકે ત્યારે ચારેબાજુની દુનિયાને ભસ્મ કરી દે તેવી તેની હૈયામાંથી પ્રસરતી આગ ભભૂકી ઊઠે છે". સ્ત્રી" કહેવાય "વ્હાલનો દરિયો"પણ જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે જ્વાળામુખી ફાટે તેવો એનો હુંકાર હોય છે.
"સ્ત્રી એક લક્ષ્મીનો અવતાર ગણાય છે. "સ્ત્રીની હસ્ત રેખામાં લક્ષ્મીનો વાસ. છે. કહેવાય છે કે' કોઈના ઘરે દીકરી જન્મે ત્યારે પ્રેમથી કહે કે ;અમારા ઘરે લક્ષ્મીજીનું આગમન થયું છે. સ્ત્રીને લક્ષ્મી ગણીને માન અપાતું હશે. તેનું સન્માન જળવાતું હશે. તેમજ સ્ત્રીના સ્વાભિમાન ને હંમેશા ઈજ્જત થી સ્વીકારતું હશે તેના ઘરે લક્ષ્મી જી નો વાસ સદાય રહે છે.
સ્ત્રીને કોઈ" અબળા" ગણતું હોય તો એ ભૂલ કરે છે. સ્ત્રી એક બળવાન યોદ્ધા છે. જગતવહિની માં" જગત જનની "છે. જગત જનની નું જ્યાં ફૂલોની જેમ સંભાળ રખાતી હોય તે સ્ત્રી ઘરનું આંગણું દિપાવનાર મહાન જગત જનની એવી અપાર નિષ્ઠાવાન એક સ્ત્રી છે.
સ્ત્રીની શક્તિ બહાર લાવવી હોય તો પહેલાં સ્ત્રીને ઓળખતા શીખવું જરૂરી છે. તેના ચહેરાને વાંચવો જરૂરી છે. એ પહેલા કંઈ એના વિશે વિચારતા પહેલા કે બોલતા પહેલા મહાન જગત જનની નું ત્રીજું નેત્ર ખૂલ્યું તો પછી એ ની દિશામાં કોઈપણ આગળ આવે એની ભસ્મ ની ચિનગારીથી કોઈ બચી શકતું નથી.
કહેવાય છે જગત જનની તું એક મહાન નારી છે. જગમાં કોઈનાથી ના હારી એવી શ્રદ્ધાવાન એક જગત જનની દુનિયા પર સૌના હદય પર રાજ કરતી એક મહાન જગત જનની છે.
સ્ત્રી ત્યારે નરમ બને જ્યારે પોતાના લોકોથી તેનુ અપમાન થાય તેને સમજવામાં આપણે ભૂલ કરી બેસીએ ત્યારે તેનું હદય લોહીના આંસુથી દ્રવી ઊઠે છે.
જગત જનની એવી મહાન અસ્તિત્વ ધરાવનાર દરેક સ્ત્રી કહું કે ,જગત જનની કહું ,દીકરી કહું કે, નવોઢા કહું.,પત્ની કહું કે સંતાનોની જનની કહું ,સર્વ રૂપોમાં સમાયેલી નારીને દિલથી વંદન.
