સંતાકૂકડી
સંતાકૂકડી
"સ્ટેલા, હું બોલવું નહીં ત્યાં સુધી અહીં બેકયાર્ડમાં જ છુપાઈને બેસજે. સમજાયું ને તને બેના !"
"હાં, પણ, જૉન, આપણે હાઈડ એન્ડ સીક રમી રહ્યાં છે કે ! દાવ કોના પર છે અને તું ક્યાં છૂપાઈશ?"
"માઈન્ડ વેલ સ્ટેલા ! મારો અવાજ ન સાંભળે ત્યાં સુધી તું બહાર નહીં આવું, રાઈટ માઈ ડિયર સિસ્ટર !"
"ઓકે જૉન ! હું તારાં બોલાવ્યાં પછી જ અહીંથી બહાર નિકળીશ. પણ, તું જલ્દી આવજે, મને અહીંયા બહુ ડર લાગે છે. ઓકે. !"
"યસ માઇ ડિયર. હું જલ્દીથી જલ્દી તને બોલાવી લઈશ."
"પ્રોમિસ !"
"યસ, ફેર પ્રોમિસ !" સ્ટેલાનાં હાથમાં પ્રોમિસ આપવા માટે મૂકેલો પોતાનો હાથ હળવેકથી સરકાવતાં સ્ટેલાનાં હાથનો એ કોમળ સ્પર્શ જૉનને સાવચેતીપૂર્વક નેક્સ્ટ સ્ટેપસ લેવા માટે ધીરજ રાખવાનું શીખવે છે.
અને, એણે બેકયાર્ડમાંથી બહાર નીકળવા માટેનો ગુપ્ત રસ્તો અપનાવ્યો, અને એ સ્લાઈડની વિપરીત દિશામાં ક્રોલ કરતો ઉપર તરફ ગયો. એક પછી એક એમ ત્રણ માળ ક્રોલ કરવાથી જૉનને એનાં છોલાયેલાં ઘૂંટણ તકલીફ આપી રહ્યાં હતાં.
પણ, પોતાની પરવાહ કર્યા વગર જૉન ત્રીજા માળાની મેડીએ ચઢ્યો અને સ્ટેલાની ડોલ્સ ભેગી કરવા લાગ્યો.
ત્યાં એણે ઉપર તરફ કોઈનાં ભારી પગલાંનો અવાજ સાંભળ્યો.
અને, એણે ઉતાવળ કરવી પડી. સ્ટેલાની ડોલ્સ લીધાં બાદ એણે એનાં ગરમ કપડાં અને સ્ટોરી બુક્સ પણ એક બેગમાં ભરી અને એ બધું લઈને જૉન મેડી પરથી નીચે હારનેસની મદદથી ઉતર્યો.
એકદમ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા બાદ એણે એક નજર ઉપર તરફ નાંખી ત્યારે એણે જે કાંઈ પણ જોયું એના પર એનો બિલકુલ પણ વિશ્વાસ નહોતો બેસી રહ્યો.
4 વર્ષની સ્ટેલા અને 8 વર્ષનાં જોન સાથે હાઈડ એન્ડ સિક રમનાર કોઈ અંકલ હતાં. કે જેણે સ્પાઈડરમેનનું માસ્ક પહેર્યું હતું. અને એનાં રિચર્ડ અંકલનાં અવાજમાં ખેલ ખેલી રહ્યા હતાં.
યકાયક કોઈનો ફોન આવ્યો. અને, એ સ્પાઈડરમેનનો માસ્કધારી એ માણસ બંનેને પતાવી દેવાની વાત પર અટ્ટહાસ્ય કરતો સાંભળી જોન સમજી ગયો કે તેઓ પોતાનાં જ ઘરમાં ટ્રેપ થઈ ગયાં હતાં.
અને, હવે ભાગવા માટે કે પોલીસના આવવાની રાહ જોવા માટે ખાસ સમય નથી વધ્યો.
સ્ટેલાને બેકયાર્ડમાં હાઈડ થવાની વ્યવસ્થા કરી, મોટાભાઈ તરીકે જૉને સ્ટેલાનો સામાન બેગમાં ભર્યો. અને, કિચનમાં જઈ થોડાં ફ્રૂટ્સ અને નાસ્તો પણ.
ત્યાં ફરી એણે ફર્સ્ટ ફ્લોર પર ભારી ભરખમ બૂટનો ટપ ટપ અવાજ સાંભળ્યો જે એની તરફ જ આગળ વધી રહ્યાં હતાં.
બ્લેક પેપરનો પાવડર અને રેડ ચીલી સ્પ્રે હાથવગો રાખી જૉન કિડનેપર્સ સાથે હાઈડ એન્ડ સિક રમતો સ્ટેલા સુધી પહોંચવા માટે શૂઝ કાઢી દોડવા લાગ્યો.
અને, એનાં પગમાં કાંટા, કાંચનાં ટુકડા, કંકડ ને પથ્થર પણ ચૂભી રહ્યાં હતાં... એનો કોઈ વિચાર તથા દરકાર કર્યા વગર જ બસ મગજમાં એક ધૂન સવાર રાખી સ્ટેલાની સેફટી માટેની તજવીજ કરવા લાગ્યો.
ઉપરથી નીચે, ફરી નીચેથી ઉપર એમ ત્રણથી ચાર વાર ચક્કર થયા હશે કે જેથી તેઓ સ્ટેલા સુધી ન પહોંચે અને સ્ટેલા સેફ રહે.
બેકયાર્ડમાંથી બહાર નીકળવા જે સ્પાઈરલ ક્રોલિંગ સ્લાઈડનો યુઝ કર્યો હતો એ પાછા વળતી વખતે ન કરી શક્યો એનો એને ભારોભાર અફસોસ હતો.
બેકયાર્ડમાં જૉન પહોંચે એ પહેલાં કોઈ જાયન્ટ માણસનાં પંજામાં કેદ સ્ટેલા રડવા ચાહી રહી હતી. હાથ જોડી સૉરી કહેવા જઈ રહી હતી પણ પેલા કદાવર માણસે એનાં મ્હોં પર પોતાનાં હાથની પકડ એ હદે મજબૂત કરી કે સ્ટેલાની આંખો ચકરાવા લાગી.
હોંઠ કાળા પડવા લાગ્યાં. શ્વાસ રૂંધાવા લાગ્યો. હાથ પગ ઢીલા પડી ગયાં. માથું એક તરફ ઢળી પડ્યું. અને, સ્ટેલા નિસ્તેજ, નિષ્પ્રાણ બની ગઈ.
સ્ટેલા તરફની હલચલ ધીમે ધીમે ધીમી પડતાં કિડનેપર્સએ સ્ટેલાને ઝાકળભીના મેદાન પર આમજ સરકાવી દીધી.
અને ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યાં.
ત્રીજે માળની મેડીએ ડોલ્સ લેતા પહેલા જ જૉને 100 ડાયલ કરી પોલીસને જાણ કરી દીધી હતી.
પોલીસનાં આવવા પહેલા જ સ્ટેલાની જગ્યા છતી થઈ ગઈ અને એ ગેમમાં હારી ગઈ.
જૉન, એનો મોટો ભાઈ, એની સુરક્ષા અંગે સંપૂર્ણપણે શ્યોર હતો કે એ પોતાની બહેનને ગમે તે રીતે બચાવી લેશે. જે મહાપ્રયત્ન બાદ પણ શક્ય ન બન્યું.
પોલીસ આવી પહોંચી અને એ કિડનેપર્સ પકડાઈ પણ ગયાં.
સ્ટેલાને હોસ્પિટલમાં એડમિટ પણ કરી દીધી.
48 કલાકની પ્રેયર્સ બાદ સ્ટેલા જાગી ખરી પણ, જૉન પોકારી ન શકી !
સ્ટેલાનો અવાજ કાયમ માટે હાઈડ થઈ ગયો એનાં થ્રોટમાં.
એક નવો ઝટકો કદાચ ભવિષ્યમાં સ્ટેલાને ફરી બોલતી કરી શકે.
લેટ્સ હૉપ ફોર ધ બેસ્ટ !

