સંક્રમણ
સંક્રમણ


આજકાલ પેલી પરીઓની વાર્તાની જેમ લોકડાઉન રાતે ન વધે એટલું દિવસે વધે, જોકે ધીરે ધીરે કોઠે પડી ગયું છે.
જ્યારેે પણ નવરાશ પડે એટલે મારાં બાળકો કોઈક નવી પ્રવૃત્તિ શોધી કાઢે. કંઈ ન મળે તો વૃક્ષઓને માવજત કરવાનું શરૂ કરી દે.
હવે ઘેર રહીએ એટલે અગાઉના દિવસોમાં જે પ્રવાસ કરેલા એની પણ વાતો થતી રહે. સાગર-નિલેશ ને એમની શાળાનો બગીચો પણ યાદ આવે.
નિલેશ એ એક જૂની વાત યાદ કરતાં કહ્યું કે પપ્પા આપણે જયારે દાંતીવાડા ગયા ત્યારે અડતાંની સાથે કરમાઈ જાય એવો છોડ તમે બતાવ્યો હતો ! એનું નામ શું?
હું ભૂલી ગયો.
મેં મન મગજમાં પડેલી સ્મૃતિઓ તાજી કરતાં કહ્યું કે હા એને "લજામણી" કહેવાય. એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારનો છોડ છે. આ છોડ ને કોઈ પણ માનવ શરીરનો સ્પર્શ થાય એટલે એ થોડો સમય માટે એનાં અંગોને સંકોચી નાખે. માનવ શરીરના સ્પર્શ ના લીધે આવું થાય.
આટલી વાત થાતાં સાગરે એમાં પુરતતા કરી કે આજકાલ ટી.વી. પરના સમાચારો માં "કોરોના" વિશે ખૂબ આવે. એમાં ડોક્ટર પણ આખા શરીરે એક કવચ પહેરીને દર્દીઓને તપાસતા હોય છે. એ રોગનું સંક્રમણ ન થાય એટલા માટે આવું કરતા હોય છે.
કોરોના માનવ શરીરના સ્પર્શથી ફેલાતો રોગ છે. જેમ માનવ શરીરના સ્પર્શથી લજામણી કરમાઈ જાય એમ કોરોના પણ માનવ શરીરના સ્પર્શથી થતો રોગ છે.
દૂર દૂર રહો જીવન બચાવો.