Dr Nilesh Thakor

Others

3  

Dr Nilesh Thakor

Others

સ્નેહસૂત્ર

સ્નેહસૂત્ર

5 mins
14.8K


ગાઢ નિંદ્રા માંથી ઉષ્મા ની આંખ એકાએક ખૂલી, એણે બહાર જોયું તો હવે સુરત સ્ટેશન આવાની તૈયારી માં જ હતું, ઝડપથી ઉષ્માએ વાળ સરખા કર્યા અને પોતાની બેગ લઈ ને ઊભી થઈ. અમદાવાદથી જ ટ્રેન માં બેસતાં બેસતાં જ મમ્મી જોડે ફોન પર વાતચીત થઈ ગઈ હતી કે પપ્પા સ્વાધ્યાયમાં જવાના હોવાથી એમના થી રેલ્વે સ્ટેશન નહીં અવાય એટલે ઉષ્મા ભીડને ચીરીને સ્ટેશન બહાર આવતાં જ રિક્ષામાં ગોઠવાઈ ગઈ. જેવી ઉષ્મા ઘરે પહોંચી કે મમ્મી એ સરસ મજાની મસાલાવાળી ચા સાથે ઉષ્માનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બી. જે. મેડિકલ કોલેજમાં એમડીના બીજા વર્ષ માં અભ્યાસ કરતી ઉષ્મા આજે એક મહિના બાદ પોતાના ઘરે આવી હતી એટલે મા અને દીકરીએ એકબીજાને ભેટીને ઘણી બધી વાતો કરી. નાની 2 વર્ષ ની મુદ્રા તો ફોઇ આવતાં જ ફોઇ ને વીંટળાઇ વળી અને ફોઇના પર્સ માં ચોકલેટ શોધવા લાગી.

પોતાની બેગ માંથી કપડાં બહાર કાઢતાં કાઢતાં ઉષ્મા રસોડા માં ગઈ, જોયું તો મમ્મી મસાલાની નાની નાની ડબ્બીઓ માં મસાલા અલગ કરી રહી હતી.

ઉષ્માએ ભારે અચરજ સાથે મમ્મી ને પૂછી લીધું. મમ્મી એ પ્રેમપૂર્વક જવાબ આપ્યો, “તારી પ્રતીતિ ભાભી ને રસોડા માં કોઈ તકલીફ ના પડે એટલે બધુ જ પેક કરી આપું છું, તારા વિપિનભાઈને આમેય રસોઈમાં એક મસાલો ઓછો હોય તો રસોઈ નથી ભાવતી.” મમ્મીની આંખો જરા નરમ થઈ રહી હતી.

“એટલે ભાઈ અલગ રહેવા જાય છે?” જાણે હ્રદય માં શૂળ ભોંકાઈ હોય એવા આભાસ સાથે ઉષ્મા મમ્મી સામે જોઈ રહી.

“હા, બેટા” મમ્મીએ એક ઊંડો નિસાસો નાખ્યો.

ઉષ્માના ચહેરા પર હવે ખુશીઓની રેખાઓ ઝાંખી પડી રહી હતી. ભાઈ ક્યારેય મમ્મી પપ્પા ને છોડી ને નહીં જાય એ વિશ્વાશ કાચ ની જેમ આજે તૂટી રહ્યો હતો અને કાચ ના એ ટુકડાઓ હ્રદય ને ઘા આપી રહ્યા હતા.

રસોડા માં જ એકીટશે કામ કરતી મમ્મી ને નિહાળી રહી હતી, બહાર આવી ને જોયું તો પપ્પા આજે એમના સમાચારનો સમય હોવા છતાં ટીવી બંધ કરી ને મુદ્રા સાથે રમી રહ્યાં હતા, કેમ કે મુદ્રા હવે બસ થોડા દિવસ માં જ એના દાદા થી અલગ થવાની હતી અને દાદા પોતાનો મહત્તમ સમય મુદ્રાને આપી રહ્યાં હતાં. બિચારી નાની મુદ્રા ને તો એવું જ હતું કે જ્યાં રહેવા જઈએ ત્યાં દાદા દાદી તો આવાનાં જ છે ને! હકીકતથી મુદ્રા વાકેફ નહોતી।

ઉષ્માના મમ્મી અને પપ્પા ના હ્રદયમાં દુખ અને ગ્લાનિનો ઘૂઘવતો મહાસાગર હિલોળા લઈ રહ્યો હતો પણ એમણે દુ:ખનું એક મોજું બહાર નહોતું આવા દીધું. ઉષ્મા આ મહાસાગર ને સ્પષ્ટ જોઈ શકતી હતી. ઉષ્માના મનના વિચારો એને બાળપણની યાદોમાં ધકેલી રહ્યા હતા. હજુ હમણાં તો પપ્પા બંને ને આંગળી પકડી ને બાલમંદિર મૂકવા આવ્યા હતા, હજુ હમણાં તો જ તો મમ્મી પપ્પા સાથે આંગળી પકડી ને બજાર ખરીદી કરવા જતાં હતા ત્યારે રમકડાં માટે ની બંને ની જીદ ને હસતાં હસતાં પપ્પા એ ન્યાય આપ્યો, હજુ હમણાં જ તો બંને ની કોલેજમાં એડમિશન માટે દોડાદોડી કરી રહેલા પપ્પા નજર સમક્ષ હતા અને આ બધાય માં બધા ની પડખે રહેલી મમ્મી નજર સમક્ષ હતી. હજુ તો ભાઈના લગ્નની ખુશી અને મુદ્રાના જન્મની ખુશીનો માહોલ ઓસર્યો જ નહોતો. મમ્મી પપ્પાના આંખોમાં કેટ કેટલી આશાઓ અને અપેક્ષાઓ એ જન્મ લીધો હતો અને હવે અચાનક જ આમ ભાઈની અલગ રહેવાની વાત ઉષ્માને આજે ઉદાસ અને નિરાશ કરી રહી હતી.

સ્નેહસૂત્ર થી બધા એક જ માળા માં બંધાયેલા હતા અને આજે એક મણકો માળાથી અલગ થવા મથામણ કરી રહ્યો હતો એને શું ખબર કે એના એકલાના જવાથી બધા મણકા માળામાંથી સરી પડશે. ભાઈને સમજાવવાનો હવે કોઈ અર્થ નહોતો. ભાઈ અને ભાભી વચ્ચે ઘણા લાંબા સમય થી ચાલી રહેલા વાદ- વિવાદના અંતે લેવાયેલો નિર્ણય હતો.

ઉષ્મા નું હ્રદય ભારે હતું. મમ્મી એ બનાવેલી રોટલી એક ડિશ માં લઈ ઉષ્મા પોતાના રૂમ માં આવી. જોયું તો એ ઉંદર હજુય જાણે ઉષ્માની રાહ જોતો હોય એમ ટેબલ નીચે લપાઈ રહ્યો હતો. આ એ જ ઉંદર હતો જ્યારે પોતાના રૂમમાં વાંચતી ત્યારે એની પાસે આવી જતો હતો. એક ભાઈબંધીને લાગણી બંધાઈ ગઈ હતી એ ઉંદર સાથે. એને રોટલી લઈ દર માં જતો જોઈ એના હૈયે ટાઢક વળી.

એટલા માં તો ઉષ્માનો  ભાઈ રૂમમાં આવ્યો અને આવતાં જ ઉષ્માને ફરિયાદ કરી “ ઉષ્મા! મને ફોન ના કરાય? હું આવી જાત તને રેલ્વે સ્ટેશન લેવા માટે!”

“ના ભાઈ ! હું તને ક્યાં હેરાન કરું?” ઉષ્માએ ભાઈ સાથે આંખ પરોવ્યા વગર જ જવાબ આપી દીધો.

એટલા માં ભાઈની નજર એ ઉંદર પર પડતાં જ એનાથી ના રહેવાયું “ ઉષ્મા, આ ઉંદર હજુય તારા રૂમમાં છે ? હું કાલે જ ઉંદર પકડવાનું પીંજરુ લઈ આવું છું અને આને દૂર મૂકી આવું છું.”

“ના ભાઈ ના! આ ઉંદર મને બિલકુલ હેરાન નથી કરતો, અને આ ઉંદર એકલો નથી રહેતો એના દર માં એના માં-બાપ પણ રહે છે, જો તું આને દૂર મૂકી આવીશ તો એ બંને એકલા પડી પડી જશે એમનો ઘડપણનો સહારો છીનવાઇ જશે. ભાઈ ! બધા જ એકબીજા જોડે સ્નેહ સેતુ વડે જોડાયેલા છે અને એના જતાં જ એના માં બાપ બંને એની યાદમાં ઝૂરી જશે. એમનું દર અને ઘર બંને વિખેરાઈ જશે.” ઉષ્માના આંખ માંથી અશ્રુધારા પોતાનો રસ્તો શોધી રહી હતી.

વિપિન ઉષ્માની આંખો મૂક મને જોઈ રહ્યો હતો.

આજે મુદ્રાને લેવા માટે સ્કૂલ બસ નહોતી આવી અને મુદ્રા ની આજથી પરીક્ષાઓ શરૂ હતી. પ્રતીતિ આ વાત વિપિન ને ફોન માં જણાવી રહી હતી. સામે છેડે વિપિનને બિલકુલ ચિંતા નહોતી કેમ કે મુદ્રાના દાદા એની સાથે જ હતાં અને સ્કૂટર પર મૂકવા જવાની તૈયારી કરી રહ્યા હતાં અને દાદી મુદ્રા માટે દૂધ લાવી રહી હતી. મુદ્રા આજે ત્રીજા ધોરણમાં હતી. પહેલું જ પેપર ગુજરાતીનું હતું ને મુદ્રા પહેલો જ નિબંધ સુંદર અક્ષરે લખી રહી હતી અને એ નિબંધ હતો

“મારા દાદા-દાદી”


Rate this content
Log in