સંદેશો માઇક્રોફિક્શન
સંદેશો માઇક્રોફિક્શન
1 min
12K
પોપટકાકા મેં મારી ટપાલ મોકલી હતી પણ હજુ સુધી એનો પ્રત્યુતર નથી આવ્યો.
પોપટકાકા: નિરાલી દીકરી તું આજના સમયમાં ટપાલ લખવામાં માને છે ?
નિરાલી:હા કાકા એમાં ખોટું પણ શું છે ? ટપાલમાં લખેલું જયારે વાંચીને આનંદ મળે છે એનો તો કોઈ જવાબ જ નથી.
પોપટકાકા:સારું પરંતુ એ તો કહે કે તે ટપાલ કોને લખી છે ?
નિરાલી: તમને ખબર નથી. હું તો ટપાલ કોને લખું છું !
પોપટકાકા: અરે હા ખબર છે આ લે એમની સાથે વાત જ કરી લે બેટા.
નિરાલી: મમ્મી પપ્પા તમે બન્ને મને તેડવા ક્યારે આવવાના ? હું તમારી રાહ જોઈ રહી છું અને ફોન કટ થઈ ગયો.