સંબંધો સાચવે એ નારી
સંબંધો સાચવે એ નારી
"તારી મમ્મી તો અભણ છે અભણ. ઈંગ્લીશ આવડતું જ નથી.ને સમજ તો પડતી નથી."
બે નાના મિત્રોનો વાર્તાલાપ..
બીજો મિત્ર: "જો મિત્ર મારી મમ્મી અભણ નથી. ઓછું ભણેલી છે પણ અભણ નથી. એમણે જે હિંમત અને મહેનત કરીને અમારા ઘરને સાચવ્યું છે એટલું તો ઈંગ્લીશ ભણેલી મેડમો પણ કરી ના શકે."
"અરે આજની ઈંગ્લીશ ભણેલી મેડમો કેવું ચપર ચપર ઈંગ્લીશ બોલે છે કે જોઈને નવાઈ લાગે છે."
"એ હશે પણ કુટુંબ સાચવવું.સામાજિક રીતે સંબંધો સાચવવા એ અલગ બાબત છે. ફક્ત ઈંગ્લીશ બોલવાથી બહાર કે ઓફિસમાં વટ પાડી શકાય પણ સંબંધોમાં સ્નેહ તેમજ સાચવવા એ એક કળા છે.એ કળા જેને આવડે એ જ સાચી નારી છે."
"મને લાગે છે કે તારી વાત સાચી છે. હું મારી મમ્મીને કાયમ અભણ કહેતો હતો પણ એણે જ મારા બિમાર પપ્પાને સાચવીને સેવા કરી હતી તેમજ મારી વૃદ્ધ દાદીની પણ સેવા કરે છે. મારી દાદી તો મારી મમ્મીને કહે છે કે તું મારી વહુ નથી પણ મારી દિકરી છે. ગયા ભવમાં પુણ્ય કર્યા હશે ત્યારે મને આવી ગુણિયલ દિકરી મળી. હવે મારે પણ મમ્મીને માન આપવું જોઈએ."
કોઈની વાણીના પ્રભાવથી એનું મૂલ્યાંકન ના થાય.એના સારા કાર્યોની નોંધ લેવી જોઈએ.તેમજ પ્રસંશા કરવી જોઈએ.
