Hitakshi buch

Others

3  

Hitakshi buch

Others

સંબધોની આંટીઘૂંટી

સંબધોની આંટીઘૂંટી

2 mins
14.3K


આપણી સંસ્કૃતિમાં સંબધના માળખાને ખૂબ ભાવપૂર્વક ગૂંથવામાં આવે છે. દરેક સંબધને પોતાની આગવી ઓળખ અને આગવી પ્રતીતિ પર માન હોય છે. ક્યારેક મીઠા તો ક્યારેક અટપટા લાગતા આ સંબધનું નામકરણ કરવું મનમોહક હોય છે. 

સબંધોની આંટીઘૂંટીથી પર એક એવો સંબધ છે જેના વિશે વિચારતા જ મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે. અને એ સંબધ છે પિતા-પુત્રી નો. ખુબજ નિર્મળ, શાંત છતાં ઘૂઘવતો એવો અનોખો સંબધ. આપણે ત્યાં નાના બાળકને જ્યારે ચાલતા શીખવવામાં આવે ત્યારે પણ પહેલીવાર કહેવામાં આવે છે "પા... પા.. પગલી, ધીમી ડગલી". અહીં પણ પિતાની ચિંતા અને પ્રેમની ઝાંખી જોવા મળે છે. 

સામાન્ય રીતે બાળક માટે તેના પિતા હીરો હોય છે. પરંતુ ઘણાં કિસ્સાઓમાં જોવા મળે છે કે પિતા વિશે બાળક અજાણ હોય છે કે કોઈ સંજોગોને કારણે બાળકને પિતા કોણ છે એની ખબર જ નથી હોતી. જે ઉંમરે બાળકે પિતાના ઓફિસથી આવે કે એમના ખભા પર બેસી ઘોડો ઘોડો રમવાનું છે એવા સમયે એ પિતાનું અસ્તિત્વ છે કે નહીં એ શોધવામાં વ્યસ્ત થઈ જાય છે. એના કારણે ઘણીવાર બાળકની માસૂમિયત અને નિર્દોષતા ક્યાં વિલીન થઈ જાય છે એની ખબર નથી પડતી. એ હસે છે તો ખરું પણ એમાં અધૂરાપણું જરૂરથી જોવા મળે છે. એની આંખોમાં ક્યાંકને ક્યાંક ખાલીપો તાદર્શ થતો જોવા મળે છે. 

એના માટે પાપા કહેતે હૈ.... વાળું ગીત એક દિવાસ્વપ્ન બનીને રહી જાય છે. હા એ વાત ચોક્કસ છે કે પોતાના પિતાનો વિરહ સહન કરવાની તાકાત કુદરતી એને ઉપરવાળો ચોક્કસથી આપે છે અને એ મોટું થતા જલ્દી દુનિયા સાથે ખભેખભા મિલાવી ચાલતું થઈ જાય છે. 

આવા સમયે પાપા કી પરી... ખોવાઈ જાય છે...


Rate this content
Log in