Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

સલોની કયાં?

સલોની કયાં?

3 mins
1.5K


આજે બારમા ધોરણનું પરિણામ આવ્યું. સલોનીને ખબર હતી તે પહેલી કે બીજી આવશે. તેનો આત્મવિશ્વાસ ખૂબ પ્રબળ હતો. જ્યારે શાળામાં પહોંચી ત્યારે ખબર પડી કે તે પહેલા દસમાં પણ નથી આવી. તેને ખૂબ દુઃખ થયું.  હવે શું?  તેનો મિત્ર સાહિલ તેની સાથે હતો. સાહિલ ત્રીજે નંબરે આવ્યો હતો. સલોની એ પોતાની ખુશી સાહિલ માટે વ્યક્ત કરી. ગમ દિલમાં છુપાવીને સલોની એવી રીતે વર્તી રહી હતી જાણે કાંઈ બન્યું ન હોય. સલોની અને સાહિલ એક જ કોલેજમાં જવાના હતા, હવે સલોનીને એ કોલેજમાં એડમિશન મળવું લગભગ અશક્ય હતું. આખો દિવસ સલોનીએ સાહિલ સાથે ગુજાર્યો. બહારથી સલોનીનું વર્તન ખૂબ સામાન્ય હતું. સાહિલને નવાઈ લાગી. પોતાની ખુશી જરા પણ વ્યક્ત ન કરી. સાહિલ મનોમન વિચારી રહ્યો,‘સલોની, જે થઈ ગયું તે થઈ ગયું. તું નારાજ ન થઈશ. તારું પરિણામ કેમ આવું આવ્યું તેમાં મને શંકા છે. જો બનશે તો હું તેની તપાસ કરીશ. આપણે પેપેર ફોડાવશું પેપર ફોડાવવાના એટલા બધા પૈસા નથી લાગતા.'

સાંજ પડે સલોની જ્યારે છૂટી પડવાની હતી ત્યારે સાહિલે તેને સાંત્વના આપવાની કોશિશ કરી. સલોનીએ ‘ઓ.કે.' કહીને વાત ઉડાવી દીધી. સલોનીના મગજમાં આજે તેની વર્ગની બહેનપણી સોમા ઘુમી રહી હતી. બે વર્ષ પહેલાં દસમા ધોરણમાં તેને ઓછા ટકા આવ્યા ત્યારે તેના ઘરનાએ જરા નારાજગી બતાવી હતી. સોમા તેમનું મુખ જોઈ ન શકી અને ટાંકી પરથી પડતું મૂક્યું હતું. સલોની પહોંચી ગઈ ‘ચંદનવાડી’. જ્યા સોમાને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો. હવે તો સ્ત્રીઓ અને છોકરીઓ સ્મશાને જાય છે એટલે કોઈને નવાઈ ન લાગી. સ્મશાનમાં કોઈની ચિતા ભડભડ સળગી રહી હતી. કોને ખબર કોણ હતું. સ્ત્રી હતી? પુરૂષ હતો? કે પછી નવજાત બાળક? યા જુવાન જોધ કોઈ? સોમા એ જ્વાળાને જોઈ રહી. આકાશને આંબવા મથામણ કરતી એ જ્વાળાના કાળા ધુમાડાની લપેટમાં તેને સોમા દેખાઈ. સોમા જાણે તેની સામે જોઈને ખિલખિલાટ હસતી ન હોય?

'જો ભલે હું અગ્નિમાં હોમાઈ પણ ઉપર જઈને ઠરી. કોઈની ઝંઝટ નહી. કોઈ હવે મને કાંઈ કહી શકે નહી? અરે, હવે મારે કૉલેજમાં પણ ભણવા નહી જવાનું!‘

સલોની બાઘી બની એ જ્વાળા જોઈ રહી હતી. દિલમાં ગભરાટ હતો. આંખોમાં ભય છુપાયેલો હતો. એકલી જરા દૂર ઉભી હતી, તેથી કોઈની નજરે ન ચડી. થર થર કાંપતી સલોની ભાન સાચવી રહી. સોમા તું શું વિચારે છે? હું શું કરું? તને મળવા આવી જાંઉ ? તને તો બે વરસ થઈ ગયા. હું તને કેવી રીતે ઓળખી કાઢીશ?'

સોમાનું હસતું મુખડું દેખાયું. ‘સલોની બે વર્ષમાં હું બહુ બદલાઈ નથી. હા, તારામાં ફરક દેખાય છે. તને સાહિલનો પ્રેમ મળ્યો છે. આમ તો તું ખુશખુશાલ છે. એક માર્ક્સ ઓછા આવ્યા એટલે નારાજ છે? અરે, પગલી મેં તો પડતું મૂક્યું તેનું બીજું એક કારણ પણ છે. જો કાનમાં કહું,’ હું કોઈને ગમતી ન હતી. વર્ગના છોકરાઓ મારી હાંસી ઉડાવતાં. તારે ક્યાં આવું બધું છે?' ‘હા, સોમુ, સાહિલ મને ચાહે છે. તને ખબર છે આજે આખો દિવસ મારી સાથે હતો. તેને ખબર હતી મારા દિમાગમાં વિચારો ચાલે છે. જાણી જોઈને મને ન પૂછ્યું. ‘‘સલોની મારું માને તો તું, હોમસાયન્સમાં જા. એ ભણતર તને જીવનમાં કામ લાગશે.’ ‘મારે તો ડોક્ટર થવું હતું!‘ 'તો તું નર્સિંગમાં જા.'

આમ એકલી એકલી બડબડાટ કરતી હતી. ત્યાં ડાઘુઓમાંથી એક ભાઈ પપ્પાના મિત્ર નિકળ્યા. ‘સલોની બેટા, તું ઓળખે છે આ જે ભાઈની ચિતા જલે છે?' ‘હા, અંકલ તેઓ મારી સહેલીના પિતા થાય'.  સલોનીએ ગપ્પું માર્યું. ભાનમાં આવી ગઈ. સોમુનું મંદ મંદ મુસ્કુરાતુ મુખ જણાયું. બસમાં બેસીને ઘરે આવી. તેના દીદાર જોઈ મમ્મીએ પૂછ્યું,‘બેટા તું ક્યાં હતી?' સાહિલના બે ફોન આવ્યા હતાં. તું એને ફોન કર.'

‘મમ્મી, હું ઘરનો રસ્તો ભૂલી ગઈ હતી  ખબર નહી કયાં જઈ પહોંચી.' સાહિલ સાથે ફોન પર વાત કરી રહી. ”સાહિલ કાલે સવારે આઠ વાગે મને હેંગિગ ગાર્ડન મળજે. તારાથી છૂટી પડ્યા પછી હું ભૂલી પડી હતી.' સાહિલ ફોનમાં ગળગળો થઈને કહી રહ્યો હતો,‘મને લાગતું હતું, તું કોઈ વિચારમાં છે. માફ કરજે મેં તને પૂછ્યું નહી.' બસ સાહિલ હવે એક અક્ષર પણ બોલતો નહી,’તું મને અહેસાસ કરાવજે.' ‘હું ક્યાં હતી એ પ્રશ્નાર્થ છે?’


Rate this content
Log in