STORYMIRROR

amita shukla

Others

3  

amita shukla

Others

સખી રે

સખી રે

2 mins
459

અરે સખી, શું મોઢું લટકાવીને બેઠી છે. ફરી શું આપત્તિ આવી પડી ? તારા માટે તો લડવું એટલે ડાબા હાથનો ખેલ છે. આવી તો કેટલી આપત્તિ આવી, સીમા તારા ઉપર, પણ ક્યારેય તે મોં નથી ચડાવ્યું કે ઉદાસી નથી આવી. હંમેશા હકારાત્મક વિચારોથી ભરપુર રહેનારી તું, આજે કેમ નેગેટિવ ?

ટીના, હવે હું થાકી ગઇ છું જીંદગીની સમસ્યાનો સામનો કરતાં કરતાં. આ વખતની આપત્તિથી મન ડામાડોલ બન્યું છે. અશાંત મનને કોઈ શાંતિ નથી તો વિચારો ક્યાંથી લાવું સારા. અંદરથી હું તૂટી ગઇ છું. મારાં અસ્તિત્વ સામે સવાલ થયા છે. એક સાંધો તો તેર તૂટે, એવી હાલત છે. ચારેબાજુથી ઘેરાઈ ગઇ છું. જીવનપથ પથરાળો બન્યો છે. શબ્દોનાં બાણ ઝાડી ઝાંખરની જેમ ભોંકાય છે. લોકોની નજરોના તીર મારી આરપાર ઉતરે છે, શૂળની જેમ દર્દ ફેલાય છે. લોકો થું થું કરે છે. હવે તું જ કહે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરું.

સીમા, તારા પર જે વિતે છે હું મહેસૂસ કરી શકુ છું પણ આમાંથી નીકળવાનું તારે જ છે. તારે મજબૂત બની સમસ્યાનો સામનો કરવાનો છે. સમાજ બંને બાજુ બોલશે. એનું કામ વિવેચક જેવું છે. સમસ્યા કોને નથી હોતી. જીવન એટલે જ સમસ્યાઓની ભરમાર. તેમાંથી પાર ઉતરવું એટલે જંગ જીતવો.

ટીના, ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ એવું કરે છે તું. હું સમજુ છું મને ઉદાસીમાંથી બહાર લાવવા તું વિચારો રજૂ કરે છે. તું પણ સમસ્યાથી પીડિત જ છેને.

સીમા, મેં તને કહ્યું એમ સમસ્યા જીવનનું અવિભાજ્ય અંગ છે. એ હંમેશા રહેશે આસપાસ. મન હોય તો માળવે જવાય. ઈચ્છા રાખશું ચિંતા વગર જીવવાની તો હોવા છતાં ખુશીથી જીવશું.

ટીના, તું સાચેજ કહે છે, ઘૂંટી ઘૂંટીને જીવવું એનાં કરતાં હસતા જીવવું સારું છે.

સીમા, હસે તેનું ઘર વસે. તો ચાલ આપણે સરસ મજાનું ઘર વસાવીએ.

ટીના, ન બોલવામાં નવ ગુણ રાખી, ભીતરથી નિજાનંદ માણીએ.

જ્યાં મળીયા સખીઓના ચાર ચોટલા, ત્યાં તૂટ્યા ઓટલા.

સાચવજો રે સાચવજો.સમસ્યા ભાગી છે ને નવી સમસ્યાઓ બીજો જન્મ લેશે.


Rate this content
Log in