સિંહ, મણિ અને મેરેરીટ
સિંહ, મણિ અને મેરેરીટ
એક સિંહ હતો. એ એક ગુફાની આગળ રહીને એ ગુફાની રખવાળી કરતો હતો. તે ગુફાની અંદર મણિ હતી. જે પણ વ્યક્તિ તે સિંહને જાળમાં પૂરી દે તો તે વ્યક્તિને તે મણિ મળી જાય, પણ તે સિંહને પકડવો સહેલો ન હતો. તે સિંહને તેજ વ્યક્તિ પકડી શકે જે શસ્ત્ર વગર હાથીને મારી શકે.
એક ગરીબ વ્યક્તિ હતો. જેને એક મોટો 15 વર્ષનો છોકરો હતો. તેનું નામ મેરેરીટ હતું. તે ઘણો બહાદુર હતો. તે વિચારતો કે હું કાંઈ ન કરી શકું. તેને તે મણિની ખબર પડી. મેરેરિટે વિચાર્યુ કે મારે તે ગુફાની મણિ તો જોઈએ. તે ' તે ગુફા તરફ ગયો. તેણે તે સિંહ જોયો અને સિંહે તેને જોયો. સિંહ એક જડપે તેને મારવા દોડ્યો. જેવો સિંહ મેરેરીટના પાસે આવ્યો. મેરેરીટ ઊંચી છલાંગ મારી અને સિંહની ઉપર પડ્યો. તેણે સિંહના પેટમાં છરો મારી તેને મારી નાખ્યો. અને તે મણિ તે મેરેરીટની થઈ અને મેરેરીટ તે મણિ લઈ અને તેના વડે તે માટો માણસ બની ગયો.
બોધ : જે વિચારો છો તે વિચાર હકીકતમાં કરવાની આપણામાં હિંમત હોવી જોઈએ.
