મનું અને તેના પિતા
મનું અને તેના પિતા
એક છોકરોહતો. એનું નામ મનું હતું. એ દરોજ શાળાએ જતો હતો. ધીમે ધીમે મોટો થતો ગયો. એ બારમાં ધોરણમાં નાપાસ થયો. એના પપ્પા એ તેને ખેતી કામમાં લગાડી દીધો. એ રોજ કામ કરીને ઘરે આવતો.
એના પપ્પાએ તેના વિવાહ કરી દીધા. એના અને એની પત્નીના દરરોજ ઝઘડા થવા લાગ્યા. પત્ની એને કહે કે, "તમારા પપ્પાને અહીંયા રાખો નહિતર મને અહીયાથી કાઢો જો મને અહીંયા રાખવી હોય તો તો તેમને અહીંયાથી કાઢો." મનુ એની પત્નીને કહે, "હું મારા પપ્પાને નહીં કાઢું." તેની પત્ની કહે "તેમને અહીંયાથી કાઢવાજ પડશે." તો તે કહે "સારું હું એમને કાઢી નાખું."
તે તેમના પિતાનેને કહે કે "ચાલો આપણે ફરવા જઇએ". પિતા કહે 'ચાલો" તેઓ વિરાટ જંગલમાં ગયા અને તેમનો દીકરો કહે છે "આપણો સાથ અહીંયા સુધી જ હતો." એના પિતા કહે "તો સાંભળ. મે મારા પિતાને અહીંયા સુધી જ મુક્યા હતા આજે મારો વારો છે અને કાલે તારો વારો." આ જગ્યા કદી ભૂલતો નહિ તારે અહીંયા જ આવવાનું છે. એ રડવા લાગ્યો અને તેના પિતાને મૂકી જતો રહ્યો.
બોધ :આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણે બીજાને તકલીફ દઈએ છીએ તો આપણે જ તકલીફ વેઠવી પડે છે.
