STORYMIRROR

Valaji Prajapati

Others

3  

Valaji Prajapati

Others

રાજાસૂર્ય અને રાજાપૃથ્વીની વાર્તા

રાજાસૂર્ય અને રાજાપૃથ્વીની વાર્તા

2 mins
245

 એક રાજા હતો. એનું નામ સૂર્ય હતું. તેના રાજ્યનું નામ સૂર્ય નગર હતું. એ રાજાને વિશાળ સેના હતી. એ સેનાનો સેનાપતિ ભીમદેવ હતો. એક દિવસ એ રાજાના રાજ્યમાં અન્ન ખૂટી ગયું. એ રાજા વિચાર કરતો હતો કે મારી પાસે અન્ન ખૂટી ગયું છે. તો આટલી સેનાને અન્ન કેવી રીતે આપવું. અને ત્યારે ભીમદેવ એ કહ્યું કે આપણા પાડોશી રાજ્યના રાજા પૃથ્વી પાસે અન્નની માંગાણી કરીએ કે આપણને થોડું અન્ન આપે જ્યારે અમારી પાસે અન્ન આવી જશે ત્યારે અમે તમને અન્ન પાછું આપી દઈશું.                         

પછી સૂર્ય રાજા અને ભીમદેવ પૃથ્વીરાજા પાસે જાય છે. અને અન્નની માંગણી કરે છે. અને કહે છે કે જ્યારે અમારી પાસે અન્ન આવી જશે ત્યારે તમને અમે અન્ન પાછું કરી દઇશું. પછી રાજા પૃથ્વી તેમના સેનાપતિ ને કહે છે કે એમને જેટલું જોઈએ તેટલું અન્ન આપી દો. રાજાસૂર્ય એ અન્ન લઈને પોતાના રાજ્યમાં જાય છે. અને સેનાનું ભરણ પોષણ પૂરુ પાડે છે.

એક દિવસ પૃથ્વી રાજા પાસે અન્ન ખૂટી ગયું. અને પૃથ્વીરાજા એ સૂર્ય રાજાને પત્ર મોકલ્યો. અને એમાં લખ્યું. કે મારી પાસે અન્ન ખૂટી ગયું છે. મારા રાજ્યને અન્નની જરૂર છે. તેથી તમે મને અન્ન આપો. પછી રાજા સૂર્ય એ પત્ર વાંચીને સેનાપતિ ભીમદેવ ને આદેશ આપે કે આપણા પાડોશી રાજ્ય ના રાજા પૃથ્વીને અન્નની જરૂર છે. તેથી તેમને અન્ન આપો. પછી સેનાપતિ ભીમદેવ તેમને અન્ન આપે છે. અને રાજા પૃથ્વીને અન્ન મળી જાય છે. એટલે એ રાજ્યનું ભરણપોષણ કરે છે.

બોધ : આ વાર્તા પરથી બોધ મળે છે કે મુશ્કેલીમાં એકબીજાની મદદ કરવી જોઈએ.


Rate this content
Log in