જાદુઈ ચકલી
જાદુઈ ચકલી
એક ચકલી હતી. એને સોનાના પાંખ હતા. તે ખુશ થતી ત્યારે કોઈ પણ માણસને તેની એક સોનાની પીંછી આપતી. એક માણસ એ એના ઢાબાના છત ઉપર પક્ષીઓને દાણા નાખતો હતો. તે ચકલી પણ ત્યાં આવી અને તેને દાણા ચગ્યા અને ખુશ થઈને તે માણસને સોનાની પીંછી આપી. તે માણસ વિચાર કરતો હતો કે આ ચકલી ને પકડું તો આ સોનાની આખી પીંછી મારી થાય. તેણે તે ચકલીને પાંજરામાં પુરી દીધી.
તે સોનાની પીંછી ત્યાં મૂકી અને ચકલીને પાંજરામાં પુરી અને પાંજરુ ત્યાં મૂકી ત્યાંથી ચાલ્યો ગયો. તે ચકલી ચતુર હતી. તેણે તે પાંજરાને તેની સોનાની પાંખ વડે તોડી નાખી અને ઊડી ગઈ. તે માણસ પાછો છત પર જોવા આવ્યો . તે ચકલી ઊડી ગઈ હતી. અને તે જે પીંછી ખુશ થઈને આપી હતી તે પણ લઈને જતી રહી. તેને એકેય સોનાની પીંછી ન મળી.
બોધ :આ વાર્તા પરથી બોધ મળે છે કે વધારે લાલચ કરવી જોઈએ નહીં.
