ચાર મિત્રો
ચાર મિત્રો
ચાર છોકરા હતા. ટીનું, મિનું, લનક અને મનું, એ ચાર છોકરામાં લનક સૌથી બુદ્ધીમાન હતો. ટીનું બહુ તોફાની હતો. મીનું સીધો હતો. અને મનું બહું ભોળો હતો. એક દિવસ એમની શાળામાં એક સ્પર્ધા રાખી તેમાં એ ચાર મિત્રોએ ભાગ લીધો.
તે ચાર મિત્રોને એક - એક કેરી આપવામાં આવી. તેમને કહ્યું. આ કેરી તમે બધા ખાઓ. લનક એ કેરીની છાલ ઉતારી અને કેરી પોતે ખાધી તેની છાલ ગાયને ખવડાવી અને ગોટલો વાવ્યો. મીનું એ, એ કેરીની છાલ છોલી કેરી ખાધી, ગોટલો વાવ્યો અને છાલ કચરા પેટીમાં નાખી. ટીનું, એ, એ કેરી છાલ સાથે ખાધી અને ગોટલો ફેકી દીધો. મનું એ, એ કેરીના બે ભાગ પાડ્યા. પેલો ભાગ તેને ખાદ્યો. બીજો ભાગ ગરીબ છોકરાને આપ્યો તેની છાલ બકરીને ખવરાવી અને ગોટલો વાવ્યો.
પરિણામ આવ્યું. એમા મનુ વિજેતા બન્યો. કારણ કે એણે આખી કેરીનો ઉપયોગ કર્યો. લનકે કેરી બીજાને આપી નહી. મીનું એ છાલનો ઉપયોગ ન કર્યો. ટીનું એ છાલ નો ઉપયોગ અને ગોટલાનો ઉપયોગ ન કર્યો મનું એ સૌનો ઉપયોગ કર્યો. આટલા માટે મનું જીતી ગયો.
બોધઃ આપણને જે પણ વસ્તું આપે તેનો સદઉપયોગ કરવો જોઈએ.
