શ્વાન ચડિયાતો કે મનુષ્ય
શ્વાન ચડિયાતો કે મનુષ્ય
1 min
206
શ્વાનની વફાદારી પર ના કરશો ક્યારેય લેશમાત્ર શંકા,
માણસની વફાદારી તોડે વિશ્વાસ અયોધ્યા હોય કે હોય લંકા.....!
પરાપૂર્વથી અદનો સાથી સંગાથી રહ્યો છે શ્વાન,
એને હંમેશા માનવનો એકદમ વફાદાર સૈનિક માન...!
જરૂર પડે એણે કરી છે પૂરવાર વફાદારી,
કાયમ માણસ ખોટો પડ્યો નિભાવવામાં દુનિયાદારી...!
શ્વાન અને માનવ તો છે સુખ દુ:ખનાં સંગાથી,
ઘણાય બંધાયેલ રહ્યાં એકબીજાથી....!
નથી કોઈ પૂરાવાઓ કે શ્વાને માણસને દીધો ક્યારેય દગો,
પણ હા, માણસ ક્યારેય નથી થયો શ્વાનનો સગો...!
ઈશ્વરની નજરમાં એટલેજ શ્વાન છે ચડિયાતો,
એટલે જ ગુરુ દત્તાત્રેય ભગવાનનો શ્વાન ગુરુ મનાતો..!
