શૂન્યનું સર્જન
શૂન્યનું સર્જન
પાત્રો
• યાદવ -મુખ્ય પાત્ર
• શ્રીમાન યાવડું - યાદવ ના બોઝ
• ઋષભ - સ્ટુડન્ટ
‘શૂન્ય નું સર્જન’આ રીસર્ચ પર આજે સેમિનાર યોજાયો હતો અને તેમાં યોગ,વિજ્ઞાન, આધ્યાત્મ એટલે કે બધી રીતે કશું નવું જાણવાની ઈચ્છાથી પબ્લિક સ્પેશિયલ કાર્ડ ખરીદી ને આવી હતી. સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય થયું ને પછી બધાં મુખ્ય મહેમાનનું સ્વાગત ત્યારબાદ યાદવ સર સ્ટેજ પર આવી ને સેમિનારની શરૂઆત કરે છે.
આજ ના સમયમાં આપણે બિઝનેસ, ઘર, મેકઅપ, સિરિયલ ને ખુદ ના રૂટિન માં એવા તો બંધાઈ ગયાં છીએ કે આપણે આપણી જાત ને જ ભૂલી ગયાં છીએ. હા, આપણી ખુદ ની ઓળખ શું છે? મીસીસ જુલી, મિસ્ટર હરિ કે ક્યૂટ બેબી આ શું આપણી ઓળખ છે ? સામાન્ય નજરથી જોશો તો હા પરંતુ જો ગહેરાઇ માં જશો તો ઘણું વિચારવું રહ્યું. માનવ કે જાનવર પંખી કે પશુ અજી,જંતુ સુધી માં એક સમાનતા છે જીવન ને મરણ પણ આ શક્ય કઈ રીતે બને છે ? આપણે બાળપણ થી પોતાની જાત ને અરીસા માં જોઈએ છીએ ખરું ને ?પણ આપણી જ જાત માં થતાં ફેરફાર ની નોંધ નથી લઈ શકતાં આપણું શરીર રોમ-રોમમાંથી સતત ઓક્સિજન ગ્રહણ કરે છે ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી એ છીએ. પરંતુ, આપણી આસ-પાસ થતી લૌકિક કે અલૌકિક કોઈપણ ક્રિયા માં એક જે છે તે હંમેશા સ્થિર ,અડગ ,અચલ ને શાંત છે. ને તે છે શૂન્ય. આ શૂન્યની સાથે જ સૌની શરૂઆત થઈ ને અંત માં બધાં શૂન્ય માં જ મળી જવા ના છીએ.
પરંતુ,એ રીતે આપ નહિ સમજી શકો. તમને સામાન્ય ભાષા માં સમજાવું તો આકાશ માં રહેલા સૂર્ય,ચંદ્ર પછી કિંમતી મોતી કહો કે પછી કોઈ પણ વૃક્ષ,વનસ્પતિ નું બીજ અજી,માનવ પણ શરૂ માં એક શૂન્ય આકાર માં જ હોય છે. પણ પછી ધીરે- ધીરે તે દુનિયા સાથે જોડાઈ છે ને પોતાનું મુખ્ય અસ્તિત્વ ખોઈ બેસે છે ખરું ને! આ પ્રશ્ન સાંભળી ને સામે ની પબ્લિક મૌન હતી. તેથી તેમની મતિ ને ગતિ આપવા માટે યાદવ બીજો પ્રશ્ન પૂછે છે કે સૌપ્રથમ શૂન્ય ની ધોધ કરનાર આપણા જ ભારત ના ખગોળ શાસ્ત્રી નું નામ કહો સામે થી પ્રચંડ અવાજ આવ્યો “આર્ય ભટ્ટ”
યાદવ : સાચી વાત અને તેમણે જ સાબિત કર્યું હતું કે પૃથ્વી અને અન્ય ગ્રહો પોતાના શૂન્યાકાર ને કારણે ઉપર અંતરિક્ષ માં પોતે પણ ફરે છે ને સૂર્ય ની પરિક્રમા પણ કરે છે. આપણી પૃથ્વી માં એક આકર્ષણ બળ રહેલું છે જેના લીધે બધાં ગ્રહો ની અસર પૃથ્વી પર પડે છે. સૂર્ય ની પરિક્રમા કરતાં જ્યારે કોઈ ગ્રહ પૃથ્વી ની પાસે થી નીકળે છે તો તેની અસર પૃથ્વી ના લોકો પર થાય છે ને એ વાત જ્યોતિષી શાસ્ત્ર માં ખૂબ સુંદર રીતે વર્ણવી છે.
એક ચતુર યુવકે પ્રશ્ન કર્યો કે સર,શૂન્ય જો એકલું હોય તો શૂન્ય છે પણ અંક ની પાછળ લાગે તો કિંમતી બને છે.
યાદવ. : સાચી વાત કહી આપે ફ્રેન્ડ કિંમત ઝીરો ની નહિ પણ આગળ રહેલાં અંક ની વધે છે. ઝીરો તો સ્થિર જ છે.
અને તાળી ઓ પડે છે. સૌ કોઈ યાદવ ના રીસર્ચ ની પ્રશંસા કરે છે. પણ જ્યારે યાદવ બહાર નીકળી ને કાર પાસે આવે છે ત્યારે ત્યાં જ એ યુવક ઊભો હોય છે. તે કહે છે કે સર,હજુ ઘણું આવી શકે પણ મેં બધાં ની વચ્ચે તમારી ઇન્સર્ટ ના કરી. મને આપના રીસર્ચ થી સંતોષ નથી થયો. આ સાંભળી ને યાદવ હસે છે ને પોતાનું કાર્ડ આપે છે કહે છે.
યાદવ : બેટા, આ જગા એ કાલે સવારે 7:00 વાગ્યે પહોંચી જજે ને ઘરે કહેતો આવજે હું સર પાસે જઉ છું મને આવતાં સમય લાગશે.
આ સાંભળી ઋષભ હસી પડે છે ને પછી બંને પોતાના રસ્તે જાય છે. ઘરે જઈ ને ઋષભ મમ્મી -પપ્પા ને વાત કરે છે ને આ વાત સાંભળી બંને તેને સર પાસે જવાની હા કહે છે. ને આવી બાબત સરે મને બીવડાવવા જ કરી હશે એમ વિચારી ઋષભ સુવે છે ને સવારે સમય સર ત્યાં પહોંચે છે. ત્યારે યાદવ સર જાણે કે તેની રાહ જ જોતાં હોય છે. તેને આવતાં જોઈ ને યાદવ સર ગન ચલાવે છે ઋષભ નું ધ્યાન સર ની સામે હોય છે એટલે તે તરત જ ત્યાં રહેલાં મોટાં ઝાડ ની પાછળ સંતાઈ જાય છે. ને ગોળી પસાર થઈ ગઈ પછી સર પર ગુસ્સે થાય છે કે હું તમને મહાન સમજી કૈક શીખવા આવ્યો ને આપ. . . . . . . હજુ કાઈ આગળ બોલે એ પહેલાં જ સરે ઋષભ ને ગન બતાવી ને તેમાં ફિંગર પાર્ટ બતાવ્યો ને પછી અંદર થી ગોળી કાઢી ને બતાવી કે જો એ શૂન્ય છે. ને તું પણ શૂન્ય ની પાછળ જ છુપાયો હતો.
ઋષભ : એ એક ઝાડ છે.
યાદવ : ચાલ,એમ કહી ને ઋષભ ને ત્યાં લઈ જાય છે. ને ઝાડ ના થડ ને ધ્યાનથી જોવાનું કહે છે.
ઋષભ એક ધ્યાન થી એ ઝાડ ને જોવે છે તો ઝાડ માં સર્કલ ની અંદર સર્કલ એમ સાવ નાનું સર્કલ બનતું હોય છે ત્યારે યાદવ કહે છે.
યાદવ : સમજાયું હું તો નિશાનો લઈ ને આ સર્કલ ને જ ભેદવા માંગતો હતો પણ તું તેની પાછળ આવ્યો તો મારે હવા માં ગોળી ચલાવવી પડી.
ઋષભ ને વાત ઇન્ટરેસ્ટિંગ લાગી. તે બોલ્યો થેન્ક્સ એન્ડ સર
યાદવ : હજુ ઘણી વાર આ વાત બોલાવી પડશે.
ઋષભ: આઈ એમ રેડી સર
યાદવ: ગન બતાવી ને કે જો આ શૂન્ય એ શૂન્ય ને ગતિ આપી તો શૂન્ય નો ભેદ થઈ જાત ને?
ઋષભ : સર,મારે આધુનિક રીતે શૂન્ય સમજવું છે આ પ્રાચીન રીત છે
યાદવ :બેટા આધુનિકતા પણ પ્રાચીનતા પર જ આધારિત છે. ચાલ સાથે એમ કહી ને એક એવી જગા એ લઈ જાય છે કે જ્યાં અલગ,અલગ પાર્ટ પાડેલાં હોય છે.
પ્રથમ - આદિમાનવ નો સમય કે જ્યાં આદિમાનવ પથ્થર ને સર્કલ શેઈપ આપી ને ફળ તોડતો ,ભયાનક પશુ ને દૂર કરતો ને અગ્નિ પણ ઉતપન્ન કરતો.
બીજો – પુરાતન કાળ જ્યાં પંખી ની આંખ ને ભેદવા માં આવી ,સુદર્શન ચક્ર એક શસ્ત્ર હતું ને ચક્રવ્યૂહ રચના કરવા માં આવતી.
ત્રીજો – આ પછી ચક્કી, ગોબર, ચૂલો, કૂવો ,પવનચક્કી વગેરે
ચોથો - બોલ,રેકેટ,હોકી,કેરમ,લુડો જેવી ગેમ
પાંચમો - આકાશ વિભાગ જ્યાં સૂર્ય,ચંદ્ર,ગ્રહ મંડળ તારા વગેરે હતાં
છઠ્ઠો – ફક્ત એક બિંદુ જ હતું.
ઋષભ : વોટ ઇઝ ધીસ ? સર,આ તો ફક્ત બિંદુ છે. ઓન્લી પોઇન્ટ !
યાદવ સર: યસ, ઇટ...(હા , એ તારી નજરે ફક્ત બિંદુ છે પણ મારી નજરે સીધું છે. )
ઋષભ : જુસ્ટ પોઇન્ટ ! કઈ રીતે ?
યાદવ સર : તારા માટે એ અઘરું છે તેથી આગળ ન વધે તો તારા માટે સારું છે. ને હવે તો ઋષભ થી રહેવાયું નહિ ને એ એકદમ બોલી ઉઠ્યો
ઋષભ : સર,એવું કયું સ્થાન છે જ્યાં હું ના જઇ શકું ? મને એક મોકો આપો.
યાદવ સર : ઓક યુ ગો કહી ને તે પોઇન્ટ બતાવે છે. ને જતાં જતાં કહેતાં જાય છે કે ધ્યાન રાખજે બેટા આ ગેમ માં તું ઝીરો છે ને હું હિરો.
ઋષભ સર ની વાત સાંભળે છે ને તેને ઘણું અટપટું લાગે છે પણ પછી તે બિંદુ પર એકધારું જોવે છે. ને ધ્યાન માં ચેર પર બેસી રહે છે. પોતાના મન ને બધે થી દૂર કરી જ્યારે ફક્ત એક બિંદુ પર લગાવે છે તો ઋષભ ધીરે-ધીરે તે બિંદુ ને મોટું થતાં જુએ છે. આ જોઈ ને ઋષભ ને થાય છે કે તે સફળ થયો પણ આગળ જતાં તે ગોળાકારે ઘૂમતા બ્રહ્માંડ માં પહોંચી જાય છે. ગ્રહ, નક્ષત્ર આસ-પાસ ને સૂર્ય નું અજવાળું હતું પોતે હવા માં આ બધું જોઈ થોડો ડરે છે પણ પછી આગળ વધે છે. ગ્રહો માં મંગળ સુંદર છે ને ત્રણ વલય હોવાથી તેને ઓળખી જાય છે ને ઋષભ ફરી પાછો ન આવતાં તે મંગળ ગ્રહ પર પદાર્પણ કરે છે. વલય માંથી પ્રકાશ થઈ ને આવતો હોવાથી મંગળ મેઘધનુષી રંગે રંગાયેલો હતો. ને ત્યાં પણ માનવ ની જેમ પણ અવિકસિત લોકો ની વસ્તી હતી. આધુનિકતા નહિ પણ નેચર ખૂબ જ સુંદર હતું. ને ઋષભ ના આગમન થી તેમને તો જાણે એક નવું પ્રાણી જોવા મળ્યું હોય તેવો અનુભવ થયો.
તે બધાં ના રૂપ પણ કલર ફૂલ હતાં કોઈ લાલ,કોઈ લીલું ને ઋષભ ને તો તે પોતે હવે એક આદિવાસી એરિયા માં ફસાઈ ગયો છે ને આદિવાસી તેની બલી આપવા જઇ રહ્યાં છે તેવો અનુભવ થયો ને એ જ ક્ષણે તેનું ધ્યાન તેની સૌથી નજીક આવેલાં એલિયન પર પડ્યું. ને બોલી ઉઠ્યો તમે ?
ત્યાં જ તેનું ધ્યાન ભંગ થયું ને બિંદુ પર તે પાછો આવ્યો. થોડીવાર આંખ બંધ કરી ને પછી વાસ્તવ મા આવ્યો. તો સામે યાદવ સર ઊભા હતાં.
ઋષભ : તમે! તમે તો ત્યાં એલિયન ના મેઈન હેડ હતાં ? કોણ છો તમે ?
યાદવ : બેટા, મેં કહ્યું હતું ને કે આ ગેમ માં હિરો હું છું ને તારું નામ ઝીરો જો આ જ રીતે ઝીરો બની ને હિરો નો સાથ આપતો રહીશ તો આપણે હજુ ત્યાં ઘણી પ્રગતિ કરવાની છે. બોલ,મંજુર છે ?
ઋષભ : એકદમ ગદગદ થઈ જાય છે કે આવા શ્રેષ્ઠ કાર્ય માટે મારું ચયન તમે કર્યું સર, હું ખુશનશીબ છું. કહો હવે ફરી ક્યારે ઝીરો બનવાનું છે?
યાદવ : બનવાનું નહિ ઝીરો થી જ આપણી શરૂઆત થઈ છે ને હિરો તેની ફિલ્મ રિલીઝ કરશે.
આ સાંભળી ઋષભ ખૂબ જ ઉત્સાહિત થાય છે ને બંને જણા મળી ને આ જ રીતે મંગળ પર ના જીવનની ખોજ કરી બતાવે છે.
