શિયાળાની ગુલાબી સવાર
શિયાળાની ગુલાબી સવાર
શિયાળાનાં દિવસો હતા. એમાં પણ નશીલી રાત અને ગુલાબી સવારનું વર્ણન તો કરી જ ન શકાય..!
નિરવ શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો અને સરસ મજાના સપના જોઈ રહ્યો હતો.
એટલામાં પરોઢ થવા આવ્યું.
એટલામાં નિરવના મમ્મીનો અવાજ આવ્યો, 'ચાલ, બેટા ઊઠી જા સ્કૂલે જવાનું મોડું થશે.'
નિરવ માંડ માંડ જરા ઊભો થયો.
ત્યાર પછી એના મમ્મી અન્ય કામમાં લાગી ગયા.
નિરવે આજુબાજુ જોયું તો પરિવારના અન્ય સભ્યો મસ્ત-મજાના સૂતાં હતાં.
કડકડતી ઠંડી એવી કે પાછું સૂવાનું મન થઈ જ જાય.
એમાં પણ ધીમો ધીમો પંખો ચાલતો હતો અને સહેજ અમથી ખુલી રહેલી બારીમાંથી એ ઠંડો પવન ભલભલાને સૂવા મજબૂર કરી દે !
નિરવ પણ એના મમ્મીને પાંચ મિનિટ એમ કહીને ફરી શાલ ઓઢીને સૂઈ જાય છે અને સપનામાં ખોવાય જાય છે.
એટલામાં સૂર્યનારાયણના કિરણો પેલી બારીની તિરાડમાંથી નિરવની આંખ માં પડે છે અને ક્યારે સવાર પડી જાય એની ખબર રહેતી નથી...!
