શીર્ષક: ક્યાં છે સ્વતંત્રતા ?
શીર્ષક: ક્યાં છે સ્વતંત્રતા ?


ફ્રી ઈન્ડિયાનાં સ્લોગન રોજ સાંભળીએ છીએ પરંતુ ફ્રી ઈન્ડિયા એટલે શું ? મળેલી આઝાદી માટે આપણે બધા શું કર્યું ? ગુલામીના સકંજામાં જ્યારે આપણો દેશ હતો. અનેકો પ્રકારની કુપ્રથાઓ હતી. ત્યારે સ્ત્રીઓને સ્વતંત્રતા મળે એ માટે રાજા રામમોહન રાય, જ્યોતિબા ફુલે, આંદોલન કર્યા અને રિવાજોની બલી ચડતી માનવ જીવનનું વિકાસ વૃદ્ધિ થાય તે માટે જેલ, માર, કાળા પાણીની સજાઓ ભોગવી હતી અને આપણને આઝાદી અપાવી. પરંતુ આઝાદીનો મતલબ આપણે સૌ એ અલગ જ કર્યો છે, ભ્રષ્ટાચાર, કોમવાદ, ધર્મવાદ, સ્ત્રી શોષણ ગરીબ કલ્યાણના નામ પર દંભ આ સિવાય આપણા દેશમાં કંઈ નથી. કહેવાય છે કે દૂરનો ડુંગર રળિયામણો આપણા દેશમાં પણ એ જ સ્થિતિ છે. હાલના સમયમાં આપણી વાહ વાહ થતી હોય તો જુની સંસ્કૃતિ ને લઈ ને પરંતુ હાલમાં કોઈને જુની સંસ્કૃતિ વિશે માહિતી નથી.
વિચારજો શું સાચા અર્થમાં આપણે ફ્રી ઈન્ડિયાના દેશવાસીઓ કહેવાને લાયક છીએ ?