Meenaz Vasaya

Others

3  

Meenaz Vasaya

Others

શહેર અને ગામડાંની ગુફ્તગુ

શહેર અને ગામડાંની ગુફ્તગુ

2 mins
109


મારી તો મોટી મોટી બિલ્ડિંગો કેટલું માનવ મહેરામણ

કેવો સુંદર ! દરિયા કિનારો કેવા મોટા મોટા મોલ.

સુંદર રિસોર્ટ અને સુંદર બાગ બગીચા સુંદર છે.

 આં સંગીત સમારંભ કેટલો શોર બકોર, ચારેકોર બસ માનવ મેદની જાણે મેળો ભરાયો.

 મારી તો મોટી મોટી સ્કૂલની બિલ્ડિંગો.

મોટી મોટી હોસ્પિટલો, મોટા મોટા ઉદ્યોગો, મોટી મોટી કંપનીઓ, કેટલી હરણફાળ ભરી વિકાસની અહી.

 બધા સ્પેશ્યલિસ્ટ ડોકટર છે અહી.

 મોટા મોટા રોડ ને મોટરો ની મોટી લાઈન છે અહી. ઊડે પ્લેન ને હેલિકોપ્ટર છે.

કેવું સુંદર ! મજાનું હું શહેર છું. લોકો મારામાં રહેવા માટે તડપે.

અહી નોકરીની સારી તકો છે.

 અહી ભણતરની સારી સગવડતા છે. અહી સ્વાસ્થ્યની પણ સારી સુવિધા છે..

હું તો દિવસ રાત જાગુ ને સમય સાથે ભાગુુ.

ગામડું: હું ભલે નાનું પણ તોય છું સૌનું પ્યારું.

મારે મોટી મોટી બિલ્ડિંગો નથી.

 પણ રહેવા સ્વચ્છ અને હવા ઉજાસવાળા ઘર છે. સુંદર રિસોર્ટ કે બાગ બગીચા નથી. પણ ઈશ્વર સર્જિત પ્રકૃતિની ગોદમાં હું રહું ઈશ્વરથી નજીક.

 ખેડૂત એટલે જગતનો તાત એ પણ રહે છે મારે સાથ. અનાજ ને ફળો ઉગાડે. લોકોની પેટની અંગી ઠારે.

એવા દિલદાર ખેડૂત આપે મને સાથ. ધરતી ના છોરું રાખે મારું માન અપાર. મને છોડી ને ક્યાંય જાય નહિ એ. આપે જીવનભર સાથ. સ્પેશિયલ હોસ્પિટલો નથી.

 પણ શુદ્ધ છે અહી હવા પાણી ને ખોરાક. બીમારીને બહુ ગામડામાં ગમે નહિ. એટલે આવે ઓછી અમારે પાસ.

 હા અહી ઇંગ્લિશ મીડિયમ નથી અમારા ગામમાં. એનો મને અફસોસ છે.

 પણ કુદરતી વાતાવરણમાં ભણી ને પણ, કોઈ બને ડોકટર કોઈ એન્જિનિયર તો કોઈ બને મંત્રી વધારે ગામની શાન.

ભલે મોટરો ની મોટી લાઈન નથી.પણ છે ઢોર ઢાંખરની લાઈન.

 દૂધ દહીં ને છાશ જોઈને થાય છેે હાશ. તંદુરસ્તી સારી રાખે. આપે એકબીજાને યોગદાન.

મારા મલક નો માયાળુ માનવી આપે એકબીજાને સાથ. તકલીફમાં સૌ સાથે આવે.આપે એક બીજા ને સહયોગ. પડ્યા ને ઊભા કરે. ચાલવા માટે આપે ટેકણ. થાકી જાય તો થાકલો બને. એવા છે મારા મલક ના માયાળુ માનવી.

અહી નથી રિસોર્ટ કે નથી બગીચા. પણ છે ગામનો ચોરો.

 હૈયું ઠાલવી હૈયું હળવું થાય બીમારી પણ દૂર થઈ જાય.

એવા છે મારા મલક ના માનવી.

 એની પરોનાગતી વિદેશ માં પણ વખણાય.

શહેર: હા માણસો ની ભીડમાં પણ એકલાપણું મહેસૂસ થાય. અહી પોતપોતામાં મશગુલ. કોઈને સંભાળ લેવાનો ક્યાં છે સમય. ગાડીમાં લટકે પૈસા પાછળ ભટકે. પોતાને પણ ભૂલી જાય. તારા લોકો તો લે એકબીજાની સંભાળ.

તારી વાતો સાંભળી મને થયું હું પણ ગામડું બની જાવ.

ગામડું  "મારી પાસે સારી સ્કૂલો નથી. સારી હોસ્પિટલો નથી. સારી કંપનીઓ નથી. રોજગારીની સારી તકો નથી. સ્વાસ્થ્યની સારી સુવિધા નથી. એટલે મને છોડી મજબૂરીમાં લોકો શહેર તરફ જાય. ગીચતા વધે શહેરમાં. તંદુરસ્તી જોખમાય."

ચાલ ને ! આપણે એવું કરીએ ગામડામાં સુવિધા વધારીએ.

શહેરમાં આત્મીયતા વધારીએ.

એક બીજાનું સારું આપણે અપનાવી લઈએ.

ચાલ ને ! આપણે ધરતી પર સ્વર્ગ ખડું કરી દઈએ.


Rate this content
Log in