સૌથી કિંમતી ભેટ
સૌથી કિંમતી ભેટ
ગિફ્ટ ભેટ સૌગાદ કોને ના ગમે ? ભલે બધું તમારી પાસે હોય પણ તમારો જન્મ દિવસ કે એનીવર્સરી હોય તમને કોઈ ભેટ સૌગાદ આપે તો કેવી ખુશી ની લહેર દોડી જાય.તમારું હૈયું હરખાય. આમ તો મારા હર એક જન્મદિવસે અને એનીવર્સરી મા મારી બંને ગુડિયા ભેટ આપતી તેમજ મને બહાર ફરવા લઈ જતી. કેક પણ કટિંગ કરતા.
પણ ગયા મે મહિનાની ચૌદ તારીખે મારી પચીસમી મી એનીવર્સરી હતી.મારી બંને ગુડિયા તો અમેરિકા પહોંચી ગઈ.હું ખૂબ ઉદાસ હતી ભેટ સૌગાદનો અફસોસ નહોતો.પણ સ્પેશીયલ હોય એવું ફિલ કરાવવા વાળું કોઈ નહોતું. ખૂબ બંનેની યાદ આવતી હતી. હું આમથી તેમ આંટા મારી રહી હતી.એવામાં સાંજનાં ચાર કલાકે મારી સિસ્ટર એની બંને પુત્રવધૂ એના બાળકો મારા સાસુ સસરા અને મારા ફેમિલીના પંદરથી વીસ જણ આવ્યા. સાથે કેક પણ હતી.
મારા બહેનની પુત્રવધૂ એ કહ્યું કે 'તમારી બંને લાડલી એ પ્લાન કરી અને તમને સરપ્રાઈઝ આપવા માટે અમને કહ્યું હતું.
તમારી એનીવર્સરીનું ખૂબ સુંદર રીતે સેલિબ્રેશન કરવાનું છે. કેકનો ઓર્ડર પણ બંને બહેનો એ જ કર્યો છે.'
ત્યારબાદ ખૂબ સુંદર રીતે ઉજવણી કર્યું.તે બંને પણ વિડિયો કોલથી જોઈન થઈ. અને અમને ખૂબ શુભેચ્છા આપી.
અને એ દિવસે જ પાર્સલમાં નવી સાડી અને નવો મોબાઈલ મળ્યો. બસ ખુશીના માર્યા આંખમાં આંસુ આવી ગયા. કે દોડધામ ભરી જિંદગીમાંથી પણ સમય કાઢી સ્પેશીયલ ફિલ કરાવ્યું. અને કોલ કરીને કહ્યું, 'મમ્મી તને બચપણથી કાશ્મીર જોવાની બહુ ઈચ્છા છે ને એ અમે બંને પૂર્ણ કરીશું. બસ બે હાથ જોડી ઈશ્વરના શુકરાના અદા કર્યા કે આવા સમજુ અને પ્રેમાળ બાળકોથી કિંમતી ભેટ દુનિયામાં કોઈ હોય જ ના શકે.
ભેટ તો ઘણી બધી મળી. પણ આ મારી યાદગાર અને સૌથી કિંમતી ભેટ છે.
