STORYMIRROR

Kaushik Dave

Others

4.0  

Kaushik Dave

Others

સાચો મિત્ર

સાચો મિત્ર

1 min
156

'મમ્મી, મને એક વાત સમજાતી નથી ?'

'બોલ બેટા,કઈ ?'

'મમ્મી, આ ફ્રેન્ડ, દોસ્ત અને મિત્ર વિશે. આનો અર્થ તો એક જ છે ને !'

'જો બેટા, સોશિયલ મીડિયા પર આપણા ફ્રેન્ડસ હોય છે.'

'હા, મમ્મી મારા તો ઘણા ફ્રેન્ડ છે. એ સિવાય પણ મારા કોલેજના ઘણા ફ્રેન્ડ છે.'

'હા બેટા..પણ તારે ફ્રેન્ડસ છે. મારે દોસ્ત અને મિત્ર છે..

'ને પપ્પા ?'

'જો બેટા, પપ્પા પાસે સાચા મિત્ર છે. કટોકટી વખતે એમના સાચા મિત્ર એજ આપણને મદદ કરી હતી. સુખદુઃખ પ્રસંગે ખડે પગે રહે છે.'

'એતો બરાબર મમ્મી.પણ હજુ મને ખબર પડી નહીં.'

'બેટા, જીવનમાં એક સાચો મિત્ર બનાવજે પછી ખબર પડશે. અનુભવથી જ ખબર પડે છે કે સાચો મિત્ર કોણ હોઈ શકે ?'


સામગ્રીને રેટ આપો
લોગિન