રોબોટ
રોબોટ
સ્નેહની શાળામાં વિજ્ઞાન મેળો યોજાવાનો હતો. આથી સ્નેહનાં વિજ્ઞાનનાં શિક્ષક કેતનભાઈ સાહેબે સૌ વિદ્યાર્થીઓને કંઈક સરસ, ઉપયોગી અને નવીન વિજ્ઞાનનું ઉપકરણ બનાવવાનું કહ્યું ને ઉમેર્યું કે જેનું ઉપકરણ ખૂબ સરસ, ઉપયોગી, મૌલિક હશે અને પરવડી શકાય તેવા ખર્ચમાં બન્યું હશે તેવા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમેળામાં તેમના બનાવેલા ઉપકરણ સાથે ભાગ લેવાદેવામાં આવશે અને તેઓ આપણી શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
સ્નેહ ઘરે આવ્યો ને વિજ્ઞાનમેળા માટે કયું ઉપકરણ બનાવવું તે વિચારતાં, વિચારતાં નાસ્તો કરવા માંડ્યો. ત્યાંંજ સ્નેહની મમ્મીએ મોટેથી બૂમ પાડી ને કહ્યું," અરે બેટા, તું જલ્દીથી નાસ્તો કરી લેે. મારે હજી વાસણ પણ સાફ કરવાના છે. આજે આપણી કામવાળી નથી આવી. હુંં તો જાણે રોબોટની જેમ સવારથી કામ કરી રહી છું." અને સ્નેહને વિજ્ઞાન મેળા માટે વિચાર મળી ગયો, એણે નક્કી કર્યું કે તે વિજ્ઞાન મેળા માટે રોબોટ બનાવશે. સાંજે સ્નેહનાં પપ્પા જીજ્ઞેશભાઈ એમની કરિયાણાની દુકાનેથી ઘરે આવ્યા કે તરત જ સ્નેહે એમને વળગી ને કહ્યું કે,"પપ્પા મારે તો વિજ્ઞાન મેળાા માટે રોબોટ બનાવવો છે. આ સાંભળીને તેઓ બોલ્યાં," જો બેટા આમાં મને તો ખબર ના પડે, તું તારી રીતે કર, પણ જોજે બહુ ખર્ચ ના કરાવતો." બીજા દિવસે સ્નેહ તેના પપ્પા સાથે ભંગારવાળાની
દુકાને ગયો અને ત્યાંથી એ જૂના ધાતું તથા લોખંડનાં ટૂકડા, તૂટી ગયેલા ચાવીવાળા રમકડાંંની સર્કિટ, રિમોટ એવુંં ઘણુંં બધું લઈ આવ્યો ને અઠવાડિયામાં તો એને ખૂબ જ સરસ રોબોટ બનાવ્યો, એમાં બેટરી નાખતાાં જ એ તો ચાલવા લાગ્યો, વળી રોબોટ હાથ સ્નેહે એવી રીતે ફિટ કર્યા હતા કેતે કોઈ વસ્તુ પકડીને બીજી જગ્યાએ મૂકી શકે. સ્નેહે તેના કેતનસરને રોબોટ બતાાવ્યો, એતો ખૂબ ખુશ થઈ ગયા, એમને સ્નેહને વિજ્ઞાન મેળામાં ભાગ લેવડાવ્યો ને સ્નેહ તેમાં પ્રથમ ઈનામ લઈ આવ્યો.
