STORYMIRROR

Pravina Kadakia

Others

2  

Pravina Kadakia

Others

પુનિતા કે પનોતી

પુનિતા કે પનોતી

5 mins
3.1K


પારો આજે ઊંડા વિચારમાં બેઠી હતી. તેને ખ્યાલ ન રહ્યો કે ક્યાં તેની ગણતરી ખોટી પડી. પુનિતાના લગ્ન ધામધૂમથી ઉજવી તેને લાગ્યું હતું કે હવે તે પરવારી ગઈ. ત્યાં જ તેની ભૂલ હતી. દીકરીએ તો કહ્યું મારે લગ્ન કરવા છે. ‘અમે બંનેએ સંમત થઈને કરાવી આપ્યા. લગ્ન પ્રસંગે કોઈ કમી રહેવા દીધી ન હતી.’ પુનિતા પોતાના પ્રથમ પ્યારમાં ગળાડૂબ હતી.

પારો પોતાની જાતને પૂછી રહી,  ‘શું તું નહોતી જાણતી કે તારી દીકરી ખૂબ સ્વતંત્ર મિજાજની છે. તેને બધું પોતાની રીતે જ જોઈએ. એમાં બે ચોપડી બીજી બધી છોકરીઓ કરતાં વધારે ભણી હતી. સાતમા આસમાને તેના દિમાગનો પારો હતો.’

પ્રેમ થાય ત્યારે આ બધી વસ્તુનું ભાન રહેતું નથી. પ્રેમની એ તો તાકાત છે. થાય પછી બાકી બધું ગૌણ બની જાય. એમાંય પહેલો પ્રેમ, એ રોમાંચ, માનવી બધું વિસરી જાય. પ્યારનો નશો ચડે ત્યારે સમજવાની કે સમજાવવાની બંને કેડી વિસરાઈ જાય છે.

‘પારો, તું તો જાણતી હતી, તારી દીકરીનો સ્વભાવ. તને કેમ ન સૂઝ્યું કે આ બધી વાતોની ચોખવટ કરી લંઉ? પવનને પુનિતાના સ્વભાવની આછી વાત કરું.’

પવન ખૂબ સોહામણો ઘરરખ્ખુ જુવાન હતો. દેખાવડો અને ભણેલો ગણેલો. અરે, અમેરિકા જઈ આવી માસ્ટર્સ પણ કર્યું હતું. સુખી કુટુંબ, માતા અને પિતાનો લાડકવાયો. તે જાણતો હતો, આજના આધુનિક સમયમાં ઘર સાચવે તેવી છોકરી મળવી મુશ્કેલ છે. તેથી લગ્ન પહેલાં માતા અને પિતાને સમજાવી જુદું ઘર પણ લીધું હતું. માતા દીકરાને જાણતી હતી. તેના સુખે સુખી રહેવાની તેની તમન્ના હતી.

છતાં પણ જ્યારે લગ્ન પછી એક મહિનામાં જ્યારે પુનિતાએ છૂટાછેડા લેવાનો પોતાનો વિચાર જણાવ્યો, ત્યારે માતા પારો ખૂબ દુઃખી થઈ. કઈ રીતે પોતાના મનને મનાવે. કોને ખબર આજે તેને પુનિતા કરતાં પવનનો વિચાર વધારે સતાવતો હતો. પવન માતા પિતાનો લાડકવાયો, પુનિતાને ખુશ રાખવા લગ્ન પહેલાં સરસ મજાનું ઘર લીધું , સોયથી સળી સુધી બધું પુનિતાએ પોતાની મરજી પ્રમાણે ઘરમાં વસાવ્યું. તેની સજાવટ આંખને ઊડીને વળગે તેવી હતી.

લગ્ન પહેલાં પવન ઘરે આવતો. તેની સાલસતા સહુને આકર્ષતી. તેનો નિર્મળ પ્રેમ પારો જોઈ શક્તી. પુનિતાના પપ્પા એકવાર, બોલ્યા હતા, “આશા રાખું, અમારી પુનિતા તમારી ઈજ્જત કરે અને ઘર સંભાળીને રહે.” કોને ખબર કેમ તેમને થતું, ’પવનના પ્યારમાં કદાચ પુનિતાનો સ્વભાવ થોડો નરમ પડે’.

પુનિતાના પપ્પા એ જ્યારે જાણ્યું કે તેમની દીકરી પવન સાથે લગ્ન કરવા માગે છે ત્યારે ચકિત થઈ ગયા હતાં. તેમની ઉદ્દંડ દીકરી આવા સાલસ સ્વભાવના પુનિતના પ્યારમાં મગ્ન થઈ તેની સાથે લગ્ન કરવા માગે છે. મનમાં આનંદ સાથે એક અજુગતો વિચાર ઝબકી ગયો, ” શું પાવન પુનિતાનો સ્વભાવ સહી સકશે? પોતે પિતા હોવા છતાં કાંઈ કરી શકતા ન હતા. પુનિતાના સ્વભાવથી પૂરેપૂરા વાકેફ હતા.”

પુનિતાનો ગરમ મિજાજ ઘરમાં તેમ જ બહેનપણીઓમાં જાહેર હતો. તેને કારણે તેને કોઈ ખાસ સહેલી હતી પણ નહીં. દર બે મહિને તેની સાથે કોઈ બીજી છોકરી ફરતી દેખાય. તેના પિતા ખૂબ સુખી હતાં. ઘરમા નોકર ચાકર, મહારાજ, ડ્રાઈવર બધા હતાં. તેમની સાથે પણ ઉદ્ધતાઈથી વાતો કરતી હોય. એક માત્ર ભણવામાં બુદ્ધિ ચાલતી તેથી સારા ક્રમાંક લાવતી. જિંદગીમાં બે ચોપડી ઓછું ભણ્યા હોય તો ચાલે પણ સામાન્ય વર્તણૂંક સભ્યતાથી ભરપૂર હોવી જોઈએ. પુનિતાનો દેખાવ જુવાનોને આકર્ષિત કરે તેવો હતો.

પુનિતા જ્યારે પવનને મળી ત્યારે થોડો દિમાગમાં પાવર છવાયો હતો. પવને આંખ આડા કાન કર્યા. તેને પુનિતા બધી રીતે અનૂકુળ લાગી. પુનિતાનો આ પ્રથમ પ્યાર હતો. પ્યારની મદહોશતા ચાખી, એના સમગ્ર અસ્તિત્વમાં ચેતનાએ સંચાર કર્યો. પ્યારમાં ડૂબેલી બીજી બધી વાતો વિસરી ગઈ. લગ્નની ખરીદી, રોજ નવી રેસ્ટૉરન્ટમાં પાર્ટી જાણે પરી કથા હોય તેમ તેને લાગતું. પોતાની જાતને સિન્ડ્રેલા સાથે સરખાવતી. પવન જાણે તેનો ‘પ્રિન્સ ચાર્મિંગ’ હોય તેવું લાગ્યું. પ્યારની મદહોશતામાં પવન પુનિતાના દિમાગી વલણને ગણકારતો નહી.

જીવનની વાસ્તવિકતાનો તેને કોઈ અંદાઝ ન હતો. લગ્ન થયા. પાંચેક દિવસ પવનના મમ્મી અને પપ્પા સાથે રહી. મહેમાનોથી ઉભરાતાં ઘરમાં તે ખૂબ માનપાન પામી. તેને થયું આ માહોલ આખી જિંદગી રહેશે. વાસ્તવિકતા વિશે પુનિતાને જરા પણ અંદાઝ ન હતો. બધા આમંત્રિત મહેમાનો વિદાય થયા ત્યાર પછી બંને પ્રેમી પંખીડા પેરિસ જવા ઊપડી ગયા. પુનિતાબહેન તો જાણે સ્વર્ગમાં વિહરતા હોય તેમ લાગ્યું. હનીમુન પરથી પાછાં આવ્યા અને પોતાના ઘરમાં પહોંચી ગયા.

પેરિસમાં પણ પુનિતાના સ્વભાવના ચમકારા પવનને દેખાયા. તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે પુનિતા સ્વચ્છંદ હતી. સ્વતંત્રતા તો ૨મી સદીમાં સહુને ગળથૂથીમાં મળી છે. હજુ તો હનીમુન પરથી આવ્યા, ઘરમાં પગ મૂકતાની સાથે,

‘પવન, તારા બૂટ અંદર મૂક’.

‘ડાર્લિંગ, આપણે ઘરમાં નોકર બધી સગવડો સાચવવા રાખ્યો છે. મોહન હમણાં મૂકી દેશે.’

અરે, મોહનને બીજા, મારા કામ હોય કે નહીં? તારાથી આટલું નહીં થાય.‘

પહેલો દિવસ હતો પવન કાંઈ બોલ્યો નહી. કચવાતે મને ઊભો થયો અને બૂટ મૂક્યા.

પવને હસવામાં વાત કાઢી. આજે કામ પર જવાનું ન હતું. તેને થયું જમીને જરા આરામથી આજનો દિવસ હળવાશ માણીએ.

‘ત્યાં તો, પવન બેગ ખાલી કર’.

અત્યારે મારે આરામ કરવો છે. તું પણ આવ, કાલથી નોકરી ચાલુ થશે.‘

‘અરે, આવું ઘર ગંદુ હોય ત્યાં તને આરામ કરવાનું સૂઝે છે?

થઈ ગઈ શુભ શરૂઆત. મમ્મીના રાજમાં બધું ચલતું હતું. નોકરો તેની હાજરીમાં પડ્યો બોલ ઝીલતા હતાં. પુનિતાના પપ્પા તેમને સારો પગાર આપતા હતાં. તેમની લાડકવાઈ દીકરીનો રૂઆબ સહન કરવા માટે. તેમને ખબર હતી હવે આ સુધરવાની નથી. બચપનથી જીદ્દી હતી. મા અને બાપ હારી થાકીને બધું ચલાવતા હતાં. હશે, કહીને મનને મનાવતા.

જ્યારે મહિનામાં પુનિતાબહેને આવી બોંબ ફોડ્યો તેની પારોને નવાઈ ન લાગી. ગમે ત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તે એ જાણતી હતી. પણ આટલી જલ્દી!

‘હા, બોલ બેટા શું થયું? કહીને પુનિતાને વહાલથી આવકારી.

ધૂંધવાયેલી પુનિતાએ વગર વિચાર્યે બેફામ બોલવા માંડ્યું. અટકી જ્યારે તેને પાણી પીવાની જરૂરત લાગી. સારું થયું પપ્પા ઘરે હતા નહીં.

‘બેટા તને જે યોગ્ય લાગે તે કરજે. તું સમજું છે. પવન પણ ખૂબ સાલસ અને પ્રેમાળ છે.’

છેલ્લું વાક્ય પુનિતાને કાંટાની જેમ ચૂભ્યું. ’શું પ્રેમાળ છે. મારું કાંઈ સાંભળતો નથી. બસ પોતાની મરજી મુજબ વર્તન કરે છે.’

લગ્ન પહેલાં પવનના પ્યારમાં મસ્ત પુનિતા અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પવન વિષે બેફામ બોલતી હતી. પારોએ મૌન રાખ્યું નહિતર તે એટમ બોંબની જેમ ફાટત.

પારો કાંઈ બોલી નહી. તેને તો પવનની હાલત પર તરસ આવી.

પુનિતાના પિતા ઓફિસથી આવ્યા. પારોના મુખ પરના ભાવ વાંચવામાં સફળ થયા. એક પણ અક્ષર બોલ્યા વગર સવારનું છાપુ વાંચવા બેઠા.

તેઓ જાણતા હતાં કે કશું બોલ્યે વળવાનું નથી. પવન છૂટ્યો એવી ભાવના પળભર થઈ આવી.


Rate this content
Log in