Bhanu Shah

Children Stories

3  

Bhanu Shah

Children Stories

પરિવારનું ગઠબંધન

પરિવારનું ગઠબંધન

1 min
160


જયેશભાઈ અને જયાબેનનો પરિવાર એટલે એક આદર્શ પરિવાર.

 તેમનાં ઘરમાં પાંચ વરસનો દીપુ, ત્રણ વરસની ટીનુ, ત્રીસ વરસની પ્રિયા, પાંત્રીસનો પરેશ, સિત્તેર વરસનાં જયાબેન અને બોંતેર વર્ષનાં જયેશભાઈ...

આમ નાનીમોટી વ્યક્તિઓનો બનેલો સંપૂર્ણ પરિવાર હતો.

પરેશ અને પ્રિયાને સરસ જોબ હતી. બાળકો દાદાદાદી પાસે સચવાઈ જતાં એટલે કામે જવાની બંનેને શાંતિ રહેતી. સવારમાં જયેશભાઈ દિપુને મુકવા જતાં ત્યારે વળતાં શાક અને જરૂરી ચીજો લેતાં આવતાં.

 રસોઈવાળાબેન પાસે જયાબેન પોતાનાં સ્વાદ મુજબની રસોઈ બનાવડાવી લેતાં. બંને બાળકો દાદાદાદી સાથે વ્યવસ્થિત જમી લેતાં.

સાંજે જયેશભાઈ દિપુને લેસન પણ કરાવી દેતાં. ટીનુ દાદી સાથે રમ્યાં કરતી.

આમ તેમનાં પરિવારનાં દરેક સભ્યો એકબીજાં સાથે એવાં તો જોડાઈ ગયેલાં કે કોણ કોને સાચવે છે એ એક સવાલ બની રહેતો.

શાંત વાતાવરણમાં પ્રિયા અને પરેશ પણ દામ્પત્યજીવન સુંદર રીતે માણતાં હતાં. ઘરમાં હંમેશાં ખુશીનો માહોલ રહેતો. રજાને દિવસે ફરવા જવાનું તો ફરજિયાત.

વાર,તહેવાર, વહેવાર બધું જ સચવાઈ જતું. ગોકુળિયું ગામ તો નહીં પણ પરિવાર જરૂર કહી શકાય.'ઘર એક મંદિર'હોય તો બસ આવું જ એક સંપૂર્ણ પરિવાર.


Rate this content
Log in