STORYMIRROR

Kiran shah

Others

2  

Kiran shah

Others

પાનખરમાં વસંતોત્સવ

પાનખરમાં વસંતોત્સવ

4 mins
14.2K


કવન અને કાવ્યા શહેરની કોલેજમાં ભણતા. બંને નજીકના નાના તાલુકામાંથી આવતા. એક જ રુટ અને સમય પણ લગભગ સરખો. જવા આવવામાં રોજ અનેક અજાણ્યા ચહેરામાં એક-મેકના જાણીતા ચહેરા.

"હલ્લો; હું કવન, તમે?''

"કાવ્યા... તમને મળી આનંદ થયો."

કવન અને કાવ્યા ક્યારે જાણીતા ચહેરામાંથી દોસ્ત અને ક્યારે તેઓ દોસ્તીની સીમારેખા પાર કરી એકમેક માટે ખાસ બની જાય છે તેની તેમને પણ જાણ નથી રહેતી.

"કાવ્યા કાલ ક્યાં ગાયબ હતી? મને તો એવું લાગ્યું કે તારા વગર આ રસ્તો જાણે ખુટતો જ નહોતો."

કાવ્યા શરમાઈને નીચું જોઈ નજર ઝુકાવી દે છે. "અરે, હું તારી સાથે વાત કરુ છું. બોલતી કેમ નથી, તારો કોયલની બોલી જેવો મીઠો અવાજ સાંભળવા મારા કાન તરસે છે. બોલ ને?"

"કવન પ્લીઝ મઝાક ના કર, મને તારી આ મઝાક નથી ગમતી."

કવન મનોગત: 'હું મઝાક નથી કરતો, પણ તને કેમ સમજાવું કે આ તો મારી તારા માટેની લાગણી છે.'

 "કયાં ખોવાઈ જાય છે વાત કરતા એ તો કે?"

આમ વાતોમાં તેમનો સમય ક્યા પસાર થઈ જતો તે તેમને પણ ખબર નથી રહેતી.

રોજ ૫થી ૬ કલાક બસમાં એકબીજાનો સંગાથ તેમનો મનગમતો સમય બની રહે છે. કવન અને કાવ્યાની કોલેજ અલગ –અલગ, પણ બંનેના રસના વિષય સરખા. બંનેને સાહિત્ય કલામાં રસ. બંનેના શોખ પણ એક સરખા. કવન શ્યામ પણ કામણગારો. એક વાર જુએ તેની નજર તેના ચુંબકીય વ્યક્તિત્વથી બંધાઈ જતી. સ્વભાવે હસમુખ અને મળતાવડો. જયારે કાવ્યા સામાન્ય પણ નમણી અને સાદગીપ્રિય. મોટી આંખો, ઘઉંવર્ણો વાન, સમપ્રમાણ બાંધો તેને આકર્ષક બનાવતા. તે જલ્દી કોઈ સાથે દોસ્તી ના કરતી. કર્યા પછી તે બખૂબીથી નિભાવતી. 

કવન કાવ્યા આ રીતે કયારે એકબીજાની જરુરત બની જાય છે તેની તેઓને પણ જાણ નથી રહેતી. કવન -કાવ્યાના ૫ વર્ષ ક્યાં પસાર થઈ જાય છે તે ખબર નથી પડતી. બંને પોતાની માસ્ટર ડીગ્રીને મેળવી, જીવનસંઘર્ષ કરવા તૈયાર થાય છે.

"કાવ્યા હવે આપણે રોજ નહીં મળી શકીએ તો ફોન પર વાત કરીશને? અઠવાડીયે એકાદ વાર તો ક્યાંય મળીશને?"

"કવન તું ફોન કરી શકે છે અને મારી ઘરે પણ મળવા આવી શકે છે."

કવન તેની વાત સાંભળી ખુશ થઈ જાય છે.

આજ સુધી એકબીજાને શબ્દોથી લાગણી વ્યક્ત કરી નથી. આજ બંનેને પોતાના મનની વાત હોઠો પર લાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. કલાકો સુધી વિવિધ વિષયો પર ચર્ચા કરી શકતા. પણ પોતાના મનની વાત કહેવા શબ્દો નથી મળતા. કાવ્યા આજ કવનથી નજર નથી મેળવી શકતી. તો કવન પણ આજ કાવ્યાથી છુટા પડવાના વિચારે ... અકથ્ય વેદના અનુભવે છે. બંનેને એકબીજાની લાગણીનો અહેસાસ છે. પણ કહી નથી શકતા... ...ખૂબ મથામણને અંતે કવન પોતે પોતાની કવિતા દ્વારા કાવ્યાને મનની વાત જણાવે છે.

"આજ મુઝસે બિછડ રહા હૈ,

વો મેરે દિલ કા હિસ્સા રહા હૈ.

વો મુઝે ભી સાથ લેકે જા રહા હૈ,

કતરા કતરા મુઝ મેં સમા રહા હૈ.

જાનકર ભી અનજાન બને બૈઠે હૈ,

દિલ કે મહેમાં હી દુશ્મન બન ગયે હૈ.

બાતે હમારી અનકહી અનજાની હૈ,

સમજકર ના સમજના તેરી દિવાનગી હૈ."

કાવ્યા એકીટશે કવનને નિહારતી રહે છે. અને તે કવનની કવિતામાં કહેલી વાતનો પ્રત્યુત્તર તેના જ અંદાજમાં આપે છે.

"હમે નાઝ થા કી વો હમારી ખામોશી પઢતે હૈ,

આજ માલુમ હુવા કી ઉન્હે ભી અલ્ફાજ પ્યારે હૈ."

અને કાવ્યા શરમાઇને પોતાના બે હાથમાં પોતાનો ચહેરો છુપાવી લે છે. કવનને તેનો જવાબ મળી જાય છે.

બંને નોકરી મળ્યા પછી પોતપોતાના ઘરે વાત કરવાનું નક્કી કરે છે. કવન આગળ નોકરીની સાથે સાથે એમ.ફીલ. કરવાનું નક્કી કરે છે.

આ બંને નિયતિથી અજાણ પોતાના સપનાંની દુનિયા સજાવે છે.

આ બાજુ નિયતિના ખેલ શરુ થાય છે. કવનની માતા અચાનક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાય છે. અને તેને બ્રેનના ઓપરેશન દરમ્યાન નસને નુકસાન થવાથી કોમામાં જતા રહે છે. અને આ આઘાત તેના પિતા સહન કરી શકતા નથી ને હાર્ટએટેકમાં મૃત્યુ પામે છે. આમ કવન એક પછી એક આઘાત સહન કરી પથ્થર બની જાય છે. તેના સપનાં વિખેરાય જાય છે. કવન આ દરમિયાન કાવ્યાનો કોન્ટેક્ટ નથી કરી શકતો ને. કાવ્યા તેનો કોન્ટેક્ટ કરવાની કોશીશ કરે છે પણ કરી શકતી નથી. અને કવન આ દુનિયાની ભીડનો એક ચહેરો બની રહી જાય છે. આ બાજુ કાવ્યા તેની સતત પ્રતિક્ષા કર્યા કરે છે.

તે આજીવન લગ્ન ના કરવાનો નિર્ણય કરી એક વૃધ્ધાશ્રમમાં કામ કરવા લાગે છે. આમ ને આમ જીવનની પાનખર આવી જાય છે. કાવ્યાને એક દિવસ કવન હોસ્પિટલમાં અનાયાસ ભેટી જાય છે. ને બંને એકબીજાની યાદમાં જીવન વીતાવતા હોય છે. બંને વણદીધેલ વાયદો નિભાવતા હોય છે.

"કવન! ક્યા હતો તું? શું થયુ છે તને?" અને અહીં તું... ઠીક છેને?"

"કાવ્યા તું બહુ સમયે? તું જરા પણ નથી બદલાઈ. "વાતોમાં વર્ષોની દૂરી દૂર થઈ જાય છે.

અને સાથે બંને વચ્ચે રચાયેલ અદ્રશ્ય દીવાલ દૂર થઈ જાય છે.

અને વર્ષોની પ્રતીક્ષા રૂપે પાનખર વસંતોત્સવ બની જાય છે.

 

 

 


Rate this content
Log in