ansh khimatvi

Others

4  

ansh khimatvi

Others

ઓળખીતો ચહેરો એક અધૂરી પ્રેમ કહ

ઓળખીતો ચહેરો એક અધૂરી પ્રેમ કહ

2 mins
672


એની માના ખોળામાં એક વર્ષની બેબી આનંદથી હસતી ખેલતી રમતી હતી. બે નાજુક કોમળ હાથ એની માને પકડીને ઉભી થવાના નિષફળ પ્રયત્ન કરી રહી હતી. એના મુખ પર કાલુ ઘેલું કિલ કિલાટ હાસ્ય વેરાતું હતું. આજુ બાજુના મુસાફરોની પણ નજરો ત્યાં મંડાતી હતી. બેબીના નિખાલસ હાસ્યએ બેઠેલા દરેક મુસાફરોનું મન મોહી લીધું હતું. પણ એની મા એના પતિના વાતમાં મગ્ન હતી.

આ ચિત્ર હું પણ એકી ટશે જોઈ રહ્યો હતો. બસ ચાલતી હતી એનો ખરખર અવાજ પણ આજે એકદમ સ્થિર થઈ ગયો હતો. મને કેવળ એ બેબીનું હાસ્ય જ નજરે પડતું હતું. હું પણ ઘરની માયાજાળ ભૂલી ને આ બેબીમાં ધ્યાનસ્થ થઈ ગયો હતો.

ને અચાનક કીકીયારીનો અવાજ સંભળાયો. મેં જોયું તો આજુ બાજુના બેઠેલા મુસાફરો પેલી બેબીની સીટની આજુબાજુ ધસી આવ્યા .બધા પૂછતાં હતા કે શું થયું ? શુ થયું ? હું પણ ઝડપભેર પેલી બેબીની સીટ પાસે આવી ગયો. જોયું તો બેબીની આંગળીએ લોહીવહી રહ્યું હતું. એનો નાજુક હાથ પેલી કાચની બારીમાં આવી ગયો હતો. મેં જલ્દીથી પ્રાથમિક સારવારની પેટીમાંથી રૂ અને દવાની ટ્યુબ, પાટો લાવ્યો. અને બેબીની નાજુક આંગળીપર પાટો બાંધ્યો. પેલી બેબી તો છાની રેવાનું નામ જ લેતી ન હતી. એનું આ રડવું મારા હદયને હિલોળે ચડાવી દેતું હતું. એ બેબી પર મારો પ્રેમ કેમજાણે ઓળઘોળ થઈ ગયો હતો.

બસ્ટ સ્ટેન્ડ આવતા જ હું પાછો મારી સીટ તરફ ગયો. અને એક ઘંટડી વગાડી. બસ ધીમે ધીમે ઉભી ઊભી રહેવાની તૈયારીમાં હતી. હું નહોતો ઇચ્છતો કે આ બેબી મારાથી દૂર થાય. એનું મીઠું હાસ્ય મારા તન મનને મોહી લીધું હતું. સીટ પરથી ઉભા થતા જ એ બેબીની નજર પણ મારા પર મંડાઈ. એની આંખો હસતી હતી. મનમાં એવું થતું હતું કે એને તેડીને મીઠી બકી કરી લઉં. પણ શું કરું ?આખરે એમનું સ્ટેન્ડ આવી ગયું હતું.

હવે એ બસમાંથી નીચે ઉતરતા હતા. ઉતરતા દરવાજો બંધ કરતા જ એની મમ્મીની સાડીનો છેડો દરવાજામાં ફસાઈ ગયો. મેં દરવાજો જરાક ખોલ્યો અને સાડી એમાંથી મુક્ત થઈ. તે વખતે મારી નજર બેબીનીમાં પર મંડાઈ. ચહેરો ઓળખીતો હતો. કેમ જાણે જન્મો જનમનો એની જોડે નાતો હોય એવું મને લાગી રહ્યું હતું.

મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ હતી. પછી દરવાજો બંધ કરી મેં બે ઘંટડી મારી અને બસ ચાલવા લાગી. પણ મારા વિચારો તો ત્યાં સ્થિર થઈ ગયા હતા. પેલી ભૂતકાળની મારી ગઝલ પર...મેં જ્યારે પાછળ નજર કરીને જોયું તો એ પણ મારી તરફ નજર કરી જોતી હતી મને બારીના કાચમાંથી સ્પષ્ટ નજરે દેખાતું હતું. હું પણ ભૂતકાળના પ્રેમમાં ફરી જીવંત થઈ ગયો.


Rate this content
Log in