Rahul Makwana

Children Stories

2.5  

Rahul Makwana

Children Stories

મનોસ્થિતિ

મનોસ્થિતિ

3 mins
572


મિત્રો, આપણાં બાળપણની અમુક યાદો એવી હોય છે, કે જે આપણે આપણાં જીવનપર્યંત ભૂલતા નથી હોતા, જેમાંથી અમુક યાદો એવી હોય છે, કે જે યાદો આપણે વાંરવાર જીવી લેવાં માંગતા હોય છે, એવી જ આપણી એક યાદ હોય છે. આપણાં બાલમંદિર કે શાળાનો પ્રથમ દિવસની...મારો પણ શાળાએ જવાનો પહેલો દિવસ મારા માટે યાદગાર રહ્યો હતો, જે નીચે વર્ણવેલ છે...!


જન્મથી માંડીને જેવાં પાંચ વર્ષ પુરા થયાં, તો જાણે મહાભારત જેવાં મોટાં યુદ્ધની પૂર્વ તૈયારી થઈ રહી હોય, તેમ મને શાળાએ મોકલવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ, હું જાણે કોઈ મોટો યોદ્ધા કે શૂરવીર હોય તેમ મારા માથે તિલક કરવામાં આવ્યું, મને ઈસ્ત્રી ટાઈટ શર્ટ - અને ચડ્ડી પહેરવામાં આવ્યાં, માથામાં અડધો પાવડું તેલ નાખીને એકદમથી ચીપકાવેલા વાળ, ખભે એક નાનકડું ટોમ એન્ડ જેરીના કાર્ટુન વાળું બેગ, અને તેની અંદર એક લંચ બોક્ષ, પાટી, અને પેન આવા બધાં હથિયારો મુકવામાં આવેલ હતાં, અને ગળામાં જાણે મેં બખ્તર પહેરેલું હોય તેમ મારા ગળાના ભાગે પાણી ભરેલ વોટરબેગ લટકવામાં આવેલ હતી.....!


મનમાં તો શાળાએ જવાં માટે થોડોક આનંદ હતો, પરંતુ હવેથી હું મારા શેરીનાં મિત્રોને રમત માટે સમય નહીં ફાળવી શકીશ એ બાબતનો ખુબજ ઊંડો રંજ પણ હતો, એ ખુલ્લા ખેતરોમાં હવેથી ફરવા નહીં મળે, એ નદીએ મમ્મી સાથે હવે જવા નહીં મળે, એ ગામનાં પાદરે વડવાયો જોડે લટકવાનું ખૂબ જ યાદ આવશે....એ વડવાયો સાથે ખાધેલા વળ કેમ ભુલાશે.....? આવી વગેરે બાબતનો વસવસો મને થઈ રહ્યો હતો.


એવામાં જેમ યુદ્ધમાં રણશીંગુ ફૂંકાય અને તરતજ ગણતરીની મિનિટોમાં યુદ્ધ શરૂ થઈ જાય, તેમ મારા માટે મારા પપ્પાની સાઈકલની ટંકોરી વાગી જે મારા માટે રણશીંગા કરતાં ઓછું ન હતું..હવે મને રડવું આવી રહ્યું હતું. આથી મેં પણ રડવાનું શરૂ કર્યું, આથી મારા મમ્મીએ મારા ચહેરા પર કરેલ મેક-અપ વિખાય ગયો અને મારા ચહેરા પર લગાવેલ પાવડરને મારા આંસુઓ ચીરતાં- ચીરતાં દાઢી સુધી આવતાં હતાં, અને ત્યાંથી જમીન પર પડતાં હતાં, આંખોમાં લગાવેલ કાજળ વિખરાઈ જવાને લીધે કારણે મારો ચહેરો આફ્રિકન જેવો બની ગયો હતો..!


મારા ધમપછાડા જોઈને મારા પપ્પા સાઇકલ પરથી નીચે ઉતર્યા અને સાઈકલની ઘોડી ચડાવી.. એવામાં તો જાણે મારા અંદર માર પડવાના ડરને લીધે એકડમથી ઝડપ આવી ગઈ હોય તેમ.. હું એકદમ ઝડપથી દોડીને સાઈકલમાં આગળ રહેલા દાંડલા પર એકદમ ચૂપચાપ જઈને બેસી ગયો.!


આ સમયે મારી સામે બે પ્રકારનો સમય કે અવસ્થા હતી, એક કે હું જ્યારે મારા મમ્મીના ગર્ભમાં હતો, એ અવસ્થા પુરી થતાં જ મારો જન્મ થઈ ગયો. મારા જન્મ પછી મેં મારી આંખો દ્વારા એક અલગ દુનિયા જોઈ જે મારા માતાનાં ગર્ભની દુનિયા કરતાં અલગ જ દુનિયા હતી, જ્યારે હાલમાં હું જે દુનિયામાં રહી રહ્યો એ દુનિયા પણ હાલમાં બદલવાની હતી મારી સામે એક નવી દુનિયા આવી રહી હતી જે હતી મારા શાળાની દુનિયા, નવાં - નવાં મિત્રો, એકદમ કડક એવાં માસ્તરો, શાળાનું એ વિશાળ મેદાન અને બિલ્ડીંગ વગેરે જ મારી દુનિયા બનવા જઈ રહ્યાં હતાં.


બસ આંખો, હૃદય, મન અને શરીર માત્ર એક જ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય છે એ દિવસ હોય છે..રવિવાર. જેનો આનંદ અલગ પ્રકારનો જ હોય છે, આ ઉપરાંત ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન, સાતમ-આઠમનું વેકેશન વગેરેની આતુરતાપૂર્વક રાહ જોતો હતો.


હાલમાં પણ એ શાળા, એ શાળાનાં શિક્ષકો, શાળાનું એ બિલ્ડીંગ, શાળાના એ મિત્રો, શાળાની એ બધી યાદો તો પસાર થઈ ગઈ અને નોકરી પણ મળી ગઈ..પરંતુ એ સમયે જેમ હું રવિવારની રાહ જોઈ રહ્યો હતો, તેવી જ રીતે હાલમાં પણ હું રવિવારની રાહ જોઉં જ છું....આ ઉપરાંત વેકેશનની રાહ ખરી જ તે......!


Rate this content
Log in