STORYMIRROR

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

મંગુ મામા

મંગુ મામા

2 mins
14.3K


મગન એટલે મંગુમામા. વર્ષો જૂની વાત છે. યાદ નથી ક્યારે એમને છેલ્લે મળી હતી.  એટલું યાદ છે મારા લીલા કાકીના તે ભાઈ થાય અને બહેનને ત્યાં મુંબઈ આવીને રહ્યા હતા. કાકાના બાળકો મામા કહે એટલે હું પણ તેમને મામા કહેતી. ઘણા વર્ષે મને મળ્યા. મેં તો તેમને ન ઓળખ્યા પણ તેઓ મને કહે અરે,'તું નટવરભાઈની અંજુ તો નહી?'

હું વિમાસણમાં પડી, ત્રીસ વર્ષે જેમને જોયા હોય, એક વચનથી બોલાવે એવું હ્યુસ્ટન ગામમાં મને કોણ આવું ઓળખીતું મળ્યું. મેં હા પાડી. પછીનો સવાલ સુંદર હતો.

'મને ન ઓળખ્યો?' માથું હલાવી મેં ના પાડી.

'અરે હું ઝાલોદમાં રહેતો હતો. તારાકાકીનો ભાઈ મંગુ.'

આખરે એમનો ચાલીસ વર્ષ પહેલો જોયેલો ચહેરો યાદ કરી રહી. માંડ લાગ્યું કે હા ક્યાંક ભૂતકાળમાં જોયા હશે.

પછી તો અવારનવાર મંદિરમાં. સિનિયર્સના પ્રોગ્રામમાં બધે દેખાતા. મનમાં થતું એંશીને આરે આવીને ઉભેલાં અડધી જીંદગી ગામડામાં ગાળી હોય તેવા મંગુમામા અહિ શું કરતાં હશે?

આનંદની વાત તો એ હતી કે જ્યાં રહેતાં હતા તે મકાનમાં મોટે ભાગે ભારતથી આવેલાં યુવાનો રહેતા હતા. હું તેમને છેલ્લે મળી ત્યારે વીસ વર્ષની કદાચ હોઈશ.

ઓ બાપરે, આટલા વર્ષો પછી મુલાકાત આવી રીતે. માથું ખંજવાળી બાળપણના સ્મરણો તાજાં કર્યા.

હા, હવે ઓળખ્યા. ત્યાં બીજો સણસણતો સવાલ આવ્યો. 'આમ તો તું એવીને એવી લાગે છે. માત્ર તારા મોઢા ઉપરથી ઉમર જણાય છે.'

હું સાહીંઠની થવા આવી. તેઓ એંશીના હતાં. હસવું આવી ગયું. મનમા થયું પોતે કેવા લાગે છે તે અરીસામાં જોયું હશે કે નહી? ખેર વડીલ જાણીને આમન્યા રાખી ચૂપ રહી.

પોતાના મકાનમાં રહેતાં નવા જુવાનિયાઓને મણીમામી જમાડતા. મંગુ મામા તેમની મેઈલ લાવી સારી રાખી બાકીની કચરા પેટીમાં નાખતા. શની રવિ રજાના દિવસોમાં તેમના બાળકોનું બેબી સિટીંગ કરી તેમને હરવા ફરવાની છૂટ કરી આપતાં. કદી પૈસા માટે રકઝક ન કરે. કોઈ પૈસા મોડા વહેલાં આપે કે ન આપે તો પણ એક શબ્દ ન બોલે. પ્રેમથી સહુની વહારે ધાતા જેથી એમના બાળકોની ખોટ તેમને ન સાલતી. ભણેલા ગણેલા તેમના બાળકો જ તેમને અંહી સસ્તા ભાડાના મકાનમાં મૂકી ગયા હતાં. સારું હતું કે સિનિયર્સ માટે આવતી બસ તેમને ખરીદી કરવા અને ડૉક્ટર પાસે લઈ જતી.

તેમના પ્રેમાળ સ્વભાવને કારણે મકાનવાળા સહુ દાદા કહેતાં. ખિસામાં હંમેશા કેન્ડી રાખે જેથી નાનું બાળક રાજી થાય. તેમનું કામ પ્રેમે દોડીને કરે. અહી સહુ તેમનું ધ્યાન રાખતાં ઇજ્જત આપતાં.

મને ખબર પડી. તેમની જોઈતી કરતી વસ્તુઓ લાવી આપતી. તેમને દીકરી ન હતી. મને માતા પિતાની ખોટ પડવા ન દીધી.

આવા મંગુમામા એક દિવસ સવારે ઉંઘમાંથી ઉાઠ્યા નહી. મણીમાએ ફોન કરી મને બોલાવી. અમેરિકાની બધી વિધિ પતાવી મણીમામીને ઘરે લઈને આવી. સવારે ચા પીવા ઉઠાડવા ગઈ ત્યારે અંજુ બારણામાં ફસડાઈ પડી.


Rate this content
Log in