STORYMIRROR

Shanti bamaniya

Others

3  

Shanti bamaniya

Others

મિસ યુ મોમ

મિસ યુ મોમ

2 mins
200

તારી ખુબ જ યાદ આવે છે માં. તે મને આ જીવન આપ્યું છે અને જીવન જીવતા પણ શિખવાડનાર તું જ છે.. તું હંમેશા મારી શક્તિ બનીને મારી સાંચી રાહ ચિંધનાર છે... હું જ્યારે પણ હારી ચૂકી હોવ તો હિંમત આપનાર...તુ મારી ઈચ્છાઓ ને પૂર્તિ કરવા તારા સપનાઓને પણ છોડી દીધા છે.. મેં તારા પાલવમાં છૂપાઈને જોયેલા સપના... તારા ખોળામાં માથું રાખીને તારા વ્હાલથી મારા માથા પર હાથનું ફરવું જાણે લાગે સ્વર્ગથી પણ સુંદર ... તારા હાથનું સ્વાદિષ્ટ ખાવાનું.. મને ખુશ જોઈને તારું ખુશ થતું તારા મોઢા પરનું હાસ્ય મને હજી યાદ છે...મારી ભૂલ થતા તારુ લડવું અને તેમ છતાં ફરી વહાલથી મને સાંત્વના આપવું ને પછી ગમે એટલું રિસાઈ ગયા હોવા છતાં રાત્રે ઊઠીને મને ચાદર નું ઓઢાડવું.. મારા કહ્યા વગર જ મારા મનની નાની મોટી બધીજ વાતોનું સમજી જવું... માર્ક્સ ઓછા આવે તો વઢીને પાછું સમજાવવું અને જે ભૂલ હોય તે પ્રેમથી સુધારતી મારા સર્વાંગી વિકાસ થાય તેવી પ્રેરણા તું આપતી તે મને સંસ્કારી વ્યક્તિ તરીકે દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કરવાની જવાબદારી લઈને મારી પાછળ પરિશ્રમ કરતી અને મને હંમેશા સફળ બનાવવા આતુર રહેતી...તેં આપવા જેવું બધું જ આપ્યું છે...અને તેમ છતાં ન માંગવા જેવું હું બધું જ તારી પાસે માંગતી હતી.. તેમ છતાં તારા મોઢામાંથી ક્યારેય "ના" શબ્દ નથી આવ્યો..વઢશે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો, ક્યારેક ભાંગી પડો તો માંના ખોળામાં ડૂસકાં સાથે રડવાની વાત જ કઈક અલગ હતી.. તારી યાદ આવતા હવે તો આ સૂરજની રોશની પણ ગમતી નથી અને આ ચાંદમાં તારો ચહેરો જોઈ લઉં છું... આ ચમકતા સિતારાઓને ચાદર સમજીને ઓઢી લઉં છું..

હોમ ઇઝ નોટ હોમ.. જી "હા" મા વિના સૂનો સંસાર ..જેના પ્રેમને કોઈપણ પાનખર નડતી નથી.

નહીં ગળે મળી શકો હવે કે નહીં એને વઢેલા શબ્દો પાછા લઈ શકો, બસ ભીની આંખે તારું મને ચૂમવું.. નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી, જરૂર કોઈ રાઝ છે..

ફકત તને જ ચાહું છું હું મા એ જોઈને તો આખી સૃષ્ટિ નારાજ છે.                             

મિસ યુ મોમ.


Rate this content
Log in