Zalak bhatt

Others

4.0  

Zalak bhatt

Others

મીરા

મીરા

5 mins
122


   ના તો એ રાધા હતી કે ના એ હતી ગોપી. એ હતી એક કૃષ્ણની દિવાની ને નિડર ક્ષત્રિણી રાધા. ખરેખર, પોતાના જીવનને તેણે કૃષ્ણમય બનાવી દીધું હતું. ચિત્તોડની રાણી હોવા છતાં મીરા સમાજને નવી દિશા આપવા નીકળી હતી. મીરા વિશે ઘણી પુસ્તકો હોવા છતાં પણ ઋષિને લાગ્યું કે હજુ પણ મીરામાં કંઈક ખૂટે છે. લખ્યાં બાદ જે સંતોષ થવો જોઈએ એનો અનુભવ ના થયો ત્યારે ઋષિ મીરાના જન્મ સ્થાનથી લઈને મીરાના દ્વારિકાના સમુદ્ર ગમન સુધીની યાત્રા કરે છે. ઋષિ સ્વયંને ભૂલી જઈ ખુદ મીરા બનવાની કોશિશ કરે છે. ચિત્તોડના કિલ્લામાં ભરી સભાની વચ્ચે જ્યારે મીરા શિવ પંથીઓની જડતાં ને નિડર પણે ઉખેડે છે તો મીરાની વાતને ન સાંભળી અને તેને એકાંત વાસ આપવામાં આવે છે. ને એ એકાંત વાસ તો મીરા માટે વરદાન બની જાય છે. પણ,રાણા માટે તે કષ્ટદાયી બને છે અને રાણા, મીરાને મળવા જાય છે. ત્યારે મીરાના વચન કે

મીરા : રાણાજી, અત્યારે તમે રાજગુરુના વચનનું ઉલ્લંઘન કરો છો. રાજાને આ વાત શોભે નહીં. હું અત્યારે એકાંત વાસમાં છું.

રાણા: મીરા,સજા તો તમને મળી છે પણ, ભોગવી હું રહ્યો છું. જેમ તમને તમારાં કૃષ્ણ વગર નથી ચાલતું તેમ હું પણ મીરા વિના અધૂરો છું. આપ જ કહો આપ ની સાથે તો કૃષ્ણ મુરત સ્વરૂપે છે પણ, મારી પાસે !

મીરાં : રાણાજી, કૃષ્ણ જેવી કહી ને તમે મારું માન વધાર્યું પણ, તમે એકલતાંનો અનુભવ ના કરો જો સાચી નજરથી જોશો તો કણ-કણમાં કૃષ્ણ દેખાશે. ચાલો,હવે મારો આરતીનો સમય થયો છે.

રાણા : શું હું આપની સંગ આરતીમાં હાજર રહી શકું?

મીરા : આપ મહારાજ છો તો વિનંતી શા માટે ? હક્કથી આપ કહી શકો છો.

રાણા : સાચું કહું તો મીરા મારો એ હક્ક તમારા કૃષ્ણએ લઈ લીધો છે.

    આ સાંભળી, મીરા જરાં હસી પડે છે ને પછી, કૃષ્ણની આરતી કરે છે. આરતી દરમ્યાન રાણા એક નજરથી કૃષ્ણની મૂર્તિને નિહાળી રહે છે. ને તે સમયે મીરાનું ધ્યાન કૃષ્ણ પર નહિ પરંતુ, રાણા પર હોય છે. કે કેવી નિખાલસતા છે ? ના કોઈ હક ના કોઈ ફરિયાદ. ખરેખર, મારા કરતાં ભક્તિ તો રાણામાં વધારે છે ને એ શું ! એક ક્ષણ માટે તો મીરા ને રાણામાં પણ કૃષ્ણનાં દર્શન થાય છે. ને પોતાની ભાષામાં તે મનમાં જ બોલી પડે છે.

મીરા : થે પણ ના ઠાકુર ! 

ત્યાર બાદ રાણા પાછા ફરે છે ને રાજકારણ કરી છલથી રાણાનું મોત થાય છે. ત્યારે મીરા પાસેથી રાણા વચન માંગે છે કે 

રાણા: છેલ્લી ક્ષણે, મીરા આપ કૃષ્ણ કી હૈ કૃષ્ણ આપ કે. આપ દોનોં કે બીચમેં મૈં તો કપણ થા હી નહીં ઔર અબ મૈં પણ કૃષ્ણ બનને જા રહા હું. પર, મેરે જાને કે બાદ આપ જૈસી હૈ વૈસી હી રહેગી ના તો સતિ હોંગી ઔર ના હી વિધવા. મીરા સિર્ફ મીરા મીરા રહેંગી. યે વાદા આપકો નિભાના હૈ. આપ તો હૈ હી મગર, દુજી સારી નારી મેં મીરા કે ગુણ લાને હૈ આમ દેહ છોડી દીધો.

       આ રીતે રાણાનું વચન હોવાથી કોઈ મીરાનો વિરોધ ના કરી શક્યું અને પછી, મીરા પણ જોગન બની ને રાજ મહેલનો ત્યાગ કર્યો તથા સમાજમાં રહેલા અંધવિશ્વાસને દૂર કરવાની કોશિશ કરી. લલિતા કે જે સમાજ માં એક ધનવાન કુટુંબની વહુ બનવાની હતી. નાની ઉંમરે તેની સાથે દુષ્કૃત્ય થાય છે.સામે થી જે બોલતાં હતાં તે શબ્દો ને પણ તે સમજી શકતી ના હતી અને છતાં ,પોતાની જાત ને માર્યા વગર તે અપકૃત્ય કરનાર નો ભોગ લે છે. અહીં,ઋષિ એ નારી શક્તિ નું કાલી સ્વરૂપ દર્શાવ્યું છે.પણ,પછી લલિતા જ્યારે નદી માં પોતાનું મોં જુએ છે તો પોતાના પર ધૃણા કરે છે અને ત્યારે જ મરવા નો વિચાર કરે છે બસ,એ જ ક્ષણે ઋષિ દ્વારા મીરા અને ધુપદ નું આગમન થાય છે અને મીરાં લલિત ને એ કરતાં રોકે છે, કહે છે.

મીરા: તું એ વિચાર કે તારો જન્મ તે ધર્યો અને થયો છે ?

લલિતા : અચરજ થી ,ના

મીરા :તો પછી મૃત્યુ તારા હાથ માં કેમ હોઈ શકે?

લલિતા: તો મારે શું કરવું જોઈએ ?

મીરા : પોતાનું સ્વરૂપ ઓળખ તું કોણ છે?ને શું બની શકે છે?

લલિતા ત્યાર થી જ મીરા ની સાથે જોડાઈ છે.

          ધુપદ નો પરીચય પણ એક બળદ ગાડા ને ચલાવનાર તરીકે સામે આવે છે.ધુપદ ના માતા-પિતા ,ભાઈ બાંધવ હતાં નહિ ને પત્ની નું પણ મૃત્યુ થયું.પછી સાસરા પક્ષે તેને પત્નિ ની નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કરી તો ધુપદ ના કહી દે છે.અહીં ઋષિ, પુરુષો ના અડગ તથા સત્ય ખુમારી પણા ને દર્શાવવા માંગે છે.ને પછી,એ જ ધુપદ મીરા ની સાથે ચાલે છે તેનો શિષ્ય બની ને અહીં ગુરુ – શિષ્યતા ના દર્શન થાય છે.આગળ જતાં મીરા,ધુપદ અને લલિતા સમાજ ના સતી પ્રથા ,બલી પ્રથા,જ્યોતિષ ઠગ નો વિરોધ કરે છે.ને થોડી -થોડી વારે મીરા ને થતી કૃષ્ણ ની અનુભૂતિ માં મન ભક્તિ મય બની જાય છે. ઋષિ મીરા ના જીવન દ્વારા ભક્તિ માર્ગ પર અડગ રહી ને સત્ય ને સાથે રાખી ને સમાજ માં એક નવા જ દ્રષ્ટિકોણ ને લાવવા માંગે છે.પ્રથા,પ્રણાલી,રીવાજ ની ચાલે ચાલતાં ગાડરીયા પ્રવાહમાંથી ગર, ધુપદ અને લલિતા નીકળી શકે છે તો અન્ય સૌ કેમ નહીં? કદાચ, હિંમત નથી,કેટલાય સવાલો સામે આવે છે,સમાજ થી વિરુદ્ધ કાર્ય કરવા નો ભય ! પણ,એ વિચાર કેમ નથી આવતો કે મારું પગલું સાચું છે.હું ચોરી,ચલમ ની રાહે નથી.ઊગતાં સૂરજ ને જોતાં હોય છે છતાં,ઘુવડ ની જેમ અંધકાર ને માન આપે છે! ઋષિ, મીરા દ્વારા આવા માનવીય મન ને બદલવા માંગે છે.કે રાણા એક રાજા હતા, ધુપદ એક મલ અને લલિતા એક બાલિકા છતાં તેમણે મીરા ની રાહ અપનાવી સમાજ ને પોતાની સાથે ચાલવા મજબૂર કર્યો. તો આપણે સૌ એમનાં કરતાં તો મુક્ત જ છીએ. કૃષ્ણ નહીં તો ખુદ પર એટલી શ્રદ્ધા ને આસ્થા રાખીએ કે કોઈપણ સ્થિતિ માં ઠાકુરે આપણું કાર્ય કરવા આવવું પડે. એક્ત્વ ભાવ ને સમજી ને આગળ ચાલીએ તો આપણે આપણા ઇષ્ટ થી કદિ પણ જુદા પડતાં નથી. ને આપણે અલગ થવા જઈએ તો ઇષ્ટ થવા દેતાં નથી.એટલે જ તો મીરા કહે છે 

  “ લાલી મેરે લાલકી, જીત દેખું તીત લાલ લાલી દેખન મૈં ચલી, મૈં પણ હો ગઈ લાલ.

             પણ,આ સ્થિતિ પણ ભાવનાત્મક રીતે જ સંભવ છે વિચારથી નહીં.


Rate this content
Log in