STORYMIRROR

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

મહત્વકાંક્ષા

મહત્વકાંક્ષા

1 min
509

ફક્ત બાર વિડિયો ટીક ટોક પર બનાવીને અનામિકા પ્રખ્યાત થઈ ગઈ. અનામિકા એક નાના નગરમાં રહેતી હતી. અનામિકાને નાનપણથી હિરોઈન બનવાની મહત્વાકાંક્ષા હતી. એ મહત્વકાંક્ષા પુરી કરવા ટીક ટોક પર બીજા વિડિયો બનાવવા લાગી. ધીરે ધીરે અનામિકા બહુ પ્રખ્યાત થઈ ગઈ. એના ફેન્સ અને ફોલોઅર વધતા ગયા.


એક દિવસ મુંબઈથી એક ડાયરેક્ટરનો ફોન અનામિકા પર આવ્યો. એણે અનામિકાને તેના નવી  ફિલ્મમાં હીરોઇનનો રોલ ઓફર કર્યો. અનામિકાએ ઘરમાં મા-બાપને વાત કરી પરંતુ તેઓ એ મના કરી દીધી. અને એક દિવસ અનામિકા ઘરમાંથી દાગીના અને રોકડ રકમ લઈને ઘરમાં કોઈને કહ્યા વગર મુંબઈ જતી રહી.. એ વાત ને એક વર્ષ થયું. અનામિકા આરબ અમીરાતમાં એક શેખના મહેલમાં દાસી તરીકે રહેતી હતી અને આંસુ સારતી. પોતાના જુના ટીક ટોક  વિડિયો જોઈને પસ્તાવો કરતી હતી.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ